Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મારા પતિએ સતિષ કૌશિક પાસેથી 15 કરોડ લીધા હતા, પરત ન આપવા...

    ‘મારા પતિએ સતિષ કૌશિક પાસેથી 15 કરોડ લીધા હતા, પરત ન આપવા પડે તે માટે હત્યા કરી નાંખી’: ફાર્મહાઉસ માલિકની પત્નીનો આરોપ, પોલીસ ફરિયાદ નોંધાવી

    સાનવીએ કહ્યું કે સતિષ કૌશિક અને વિકાસ માલુ વચ્ચે ધંધાકીય સબંધો પણ હતા અને તેને લઈને વિવાદ પણ ચાલતો રહેતો હતો.

    - Advertisement -

    અભિનેતા સતિષ કૌશિકના મૃત્યુ મામલે નવો વળાંક આવ્યો છે. જે ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેના માલિકની પત્નીએ ગંભીર આરોપો લગાવીને સતિષ કૌશિકની હત્યા કરવામાં આવી હોવાનું અને તે પાછળ તેના પતિનો હાથ હોવાનું જણાવ્યું છે. આ મામલે તેમણે દિલ્હી પોલીસને એક ફરિયાદ પણ આપી છે. 

    ફાર્મહાઉસ માલિક વિકાસ માલુની પત્ની સાનવી માલુએ કહ્યું કે, મેં સતિષજીના મૃત્યુને લઈને એક ફરિયાદ દાખલ કરાવી છે. તેઓ મારા પતિના ફાર્મહાઉસ પર પાર્ટી માટે આવ્યા હતા, જ્યાં તેમની તબિયત લથડી હતી. ફાર્મહાઉસમાંથી અમુક આપત્તિજનક દવાઓ પણ મળી આવી છે. 

    સાનવીએ કહ્યું કે સતિષ કૌશિક અને વિકાસ માલુ વચ્ચે ધંધાકીય સબંધો પણ હતા અને તેને લઈને વિવાદ પણ ચાલતો રહેતો હતો. બંને વચ્ચે 15 કરોડ રૂપિયાને લઈને વિખવાદ પણ થયો હતો તેમ જણાવીને કહ્યું કે તેના કારણે જ સતિષ કૌશિકની હત્યા કરવામાં આવી છે. 

    - Advertisement -

    સાનવીએ કહ્યું કે સતિષ કૌશિક તેમના ઘરે આવતા-જતા રહેતા હતા. તેમણે વિકાસ માલુને રોકાણ માટે લગભગ 15 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ વિકાસે ક્યાંય રોકાણ પણ ન કર્યું અને પૈસા પણ આપ્યા ન હતા. ઓગસ્ટ 2022માં સતિષ કૌશિકે પૈસા માંગ્યા ત્યારે બંને વચ્ચે દલીલો થઇ અને પછી વિકાસે કહ્યું કે તે ભારત જઈને આપી દેશે. 

    સાનવીએ કહ્યું કે, રાત્રે મેં વિકાસને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે સતિષ કૌશિકે તેમને પૈસા આપ્યા હતા પરંતુ ડૂબી ગયા અને હવે તેણે પરત આપવા નથી. સાનવી અનુસાર, તેણે કહ્યું હતું કે, તે કોઈ છોકરી બોલાવીને, પીલ્સ આપીને તેમનું કામ તમામ કરી નાંખશે. સાનવીએ આગળ કહ્યું કે, જ્યારે મેં સતિષ કૌશિકના મૃત્યુ વિશે અને ખાસ કરીને ફાર્મહાઉસ પર તેમનું મૃત્યુ થયું હોવાનું અને ત્યાં વાંધાજનક દવાઓ મળી આવી હોવાનું જાણ્યું ત્યારે લાગ્યું કે આ એન્ગલ પણ હોય શકે. 

    સાનવીએ એ પણ આરોપ લગાવ્યો કે વિકાસ માલુના દાઉદ ઇબ્રાહિમ સાથે પણ સબંધો છે અને તે દેશવિરોધી ગતિવિધિઓમાં પણ સામેલ છે. 

    ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસને શનિવારે ફાર્મહાઉસમાંથી કેટલીક દવાઓ મળી આવી હતી. આ જ ફાર્મહાઉસમાં હોળી પર એક પાર્ટી યોજાઈ હતી, જેમાં સતિષ કૌશિક પણ સામેલ થયા હતા. જોકે, પોલીસ અનુસાર પૂછપરછ દરમિયાન ઘટનાસ્થળે કે મૃતકના રૂમમાંથી કોઈ અન્ય સંદિગ્ધ કે આપત્તિજનક વસ્તુ મળી આવી નથી. પોલીસ પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે અને તેમનાં નિવેદનો નોંધી રહી છે. 

    વિખ્યાત અભિનેતા સતિષ કૌશિકનું ગત 9 માર્ચના રોજ નિધન થયું હતું. તેઓ ગુરુગામના એક ફાર્મહાઉસમાં હતા, જ્યાં તબિયત લથડ્યા બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઓટોપ્સી રિપોર્ટ પ્રમાણે તેમનું મૃત્યુ હાર્ટટેકના કારણે થયું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં