Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રતિબંધિત PFIનો ગુજરાતમાં પગ પેસારો? આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલા સંગઠન માટે કામ...

    પ્રતિબંધિત PFIનો ગુજરાતમાં પગ પેસારો? આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલા સંગઠન માટે કામ કરતા લોકોની વડોદરામાં અટકાયત

    વડોદરામાં NIA અને સ્થાનિક સુરક્ષા સંસ્થાઓ દ્વારા દરોડા પાડીને પ્રતિબંધિત સંસ્થા PFI માટે કાર્ય કરતાં લોકોની અટકાયત કરવામાં આવી છે.

    - Advertisement -

    આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સંગઠન PFI પર પ્રતિબંધ લાગ્યાં બાદ પણ આખા દેશમાં ક્યાંક ને ક્યાંક તેનો સળવળાટ જોવા મળી જ રહ્યો છે, તેવામાં હવે આ સંગઠને જાણે ગુજરાતમાં પગ પેસારો કર્યો હોય તેવા અણસાર દેખાઈ રહ્યાં છે. વાસ્તવમાં સુરક્ષા એજન્સીઓએ PFI માટે કામ કરતા શંકાસ્પદ લોકોની વડોદરામાં અટકાયત કરી હોવાના ચોંકાવનારા રીપોર્ટ સામે આવી રહ્યાં છે. હાલ આ શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં રાખીને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

    દિવ્ય ભાસ્કરે આપેલા રીપોર્ટ મુજબ PFI માટે કામ કરતા શંકાસ્પદ લોકોની વડોદરામાં અટકાયત કરવામાં આવી તે તમામ વડોદરાના ગીચ વિસ્તારના રહેવાસી છે. તેમના પર આરોપ છે કે તેઓ સમુદાયને ઉશ્કેરીને તેમને અન્ય ધર્મ વિરુદ્ધ ભડકાવી રહ્યાં હતા. લાંબા સમય સુધી નજર રખાયા બાદ કેટલાક સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે NIAની ટીમે આ લોકોને ઝડપી પડયા હતા. શંકાસ્પદ લોકોને ઝડપીને તેમના ઘરની પણ તપાસ કરવામાં આવી છે. જોકે હજુસુધી સત્તાવાર રીતે આ અટકાયત કે તપાસની જાહેર નથી કરવામાં આવી પરંતુ રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર આ કાર્યવાહી હજુ લાંબો સમય ચાલી શકે છે.

    કારણકે રીપોર્ટમાં સુત્રોને ટાંકીને લખવામાં આવ્યું છે કે વડોદરામાંથી જે ત્રણ શંકાસ્પદો ઝડપાયા હતા, તેમને એજન્સી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ત્રણેય શંકાસ્પદોના મોબાઈલ ફોનના દેટા મેળવીને તેમની સાથે જોડાયેલ લોકોની માહિતી પણ એજન્સી દ્વારા એકઠી કરવામાં આવી છે. જે બાદ અન્ય કેટલાક લોકો પણ એજન્સીના રડારમાં આવી છે. હાલ ચોક્કસ ચિન્હિત કરેલી વ્યક્તિઓને સર્વેલન્સ પર મુકવામાં આવ્યાં હોવાનું પણ રીપોર્ટમાં જણાવ્યું છે.

    - Advertisement -

    ગયા સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ નવસારી સુરત અને બનાસકાંઠામાં અલગ અલગ જગ્યા સર્ચ ઓપરેશન કરી 15 લોકોની અટકાયત કરી પૂછપરછ કરી હતી જો કે તે સમયે આ વ્યક્તિઓ PFI ની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે પી.એફ.આઈ પર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે પરંતુ તેની રાજકીય પાંખ પર પ્રતિબંધ લાવવામાં આવ્યો નથી

    અહી ઉલ્લેખનીય છે કે ગયા સપ્ટેમ્બરમાં ગુજરાત ATS દ્વારા પણ એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાં દરોડા પાડીને 15 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ આ તમામની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તે સમયે ખુલાસો પણ થયો હતો કે તેઓ સીધા આતંકવાદી સંગઠન PFI સાથે નહતા જોડાયેલા, પરંતુ તેઓ PFIની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) સાથે જોડાયેલા હતા.

    આ સિવાય પણ દેશમાં અનેક જગ્યાઓ પર PFIને ડામવાના પ્રયાસના ભાગ રૂપે NIAએ કેરળ અને કર્ણાટકમાં દરોડા પાડયા હતા, કુલ આઠ સ્થળોએ પાડેલા દરોડા દરમિયાન એજન્સીને કેટલાક વાંધાજનક દસ્તાવેજો, વિવિધ પ્રકારના ડિજિટલ ડિવાઇસ, અને કરોડો રૂપિયાના ટ્રાંઝેક્શનની જાણકારી આપતા ડોક્યુમેન્ટ મળી આવ્યાં હતા. આ સાથે જ પીએફઆઇના સભ્યો મોહમ્મદ સિનાન, સરફરાઝ નવાઝ, ઇકબાલ અને અબ્દુલ રફીકની કર્ણાટકમાંથી જ્યારે આબિદ કે એમની કેરળમાંથી ધરપકડ કરી હતી. પીએફઆઇ દ્વારા પોતાના સભ્યોને આપવામાં આવેલા ફંડને પણ ટ્રેસ કરવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતી એક યુવતીની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યાં હતા. જોકે, તેની કે અન્ય કોઈ વ્યક્તિની અટકાયત-ધરપકડ કરવામાં આવી હોવાનું સામે નહતું આવ્યું. અહેવાલોમાં જણાવાયુ હતું કે યુવતીના કાશ્મીરમાં રહેતા એક ઈસમ સાથે સબંધો છે, જેના તાર આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે. આ ઇનપુટ મળ્યા બાદ NIAના અધિકારીઓ વડોદરા પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે યુવતીના ઘરે પહોંચીને સઘન પૂછપરછ-તપાસ હાથ ધરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં