Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકટ્ટરપંથી સંગઠનો સાથે સાંઠગાંઠની આશંકા, વડોદરા પહોંચી NIAની ટીમ: એક મહિલાની પૂછપરછ

    કટ્ટરપંથી સંગઠનો સાથે સાંઠગાંઠની આશંકા, વડોદરા પહોંચી NIAની ટીમ: એક મહિલાની પૂછપરછ

    અમુક અહેવાલોમાં એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ તપાસ યુવતીના ISIS સાથેના સબંધોને લઈને કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFI (પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા) ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ તેની સાથે સંકળાયેલા અને દેશવિરોધી ગતિવિધિઓમાં લિપ્ત લોકો પર તવાઈ બોલાવાઇ રહી છે. આ તપાસ દરમિયાન વડોદરામાં પણ PFI કનેક્શન સામે આવ્યું હતું, જેને લઈને એજન્સી NIA શહેરમાં છે અને એક મહિલાની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. 

    વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતી એક યુવતીની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. જોકે, તેની કે અન્ય કોઈ વ્યક્તિની અટકાયત-ધરપકડ કરવામાં આવી હોવાનું આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં જાણવા મળી રહ્યું નથી. 

    જોકે, બીજી તરફ અમુક અહેવાલોમાં એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ તપાસ યુવતીના ISIS સાથેના સબંધોને લઈને કરવામાં આવી રહી છે. એજન્સી અધિકારીક રીતે પુષ્ટિ કરે કે કોઈ પ્રતિક્રિયા આપે ત્યારબાદ જ આ મામલે વધુ જાણકારી મળી શકશે. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, યુવતીના કાશ્મીરમાં રહેતા એક ઈસમ સાથે સબંધો છે, જેના તાર આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે. આ ઇનપુટ મળ્યા બાદ NIAના અધિકારીઓ વડોદરા પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે યુવતીના ઘરે પહોંચીને સઘન પૂછપરછ-તપાસ હાથ ધરવામાં આવી હતી. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, આ યુવતીની અગાઉ પણ અટકાયત કરવામાં આવી હતી જ્યારે તેનું નામ CAA-NRCના વિરોધમાં થયેલાં આંદલનો અને અન્ય પ્રવૃત્તિઓ માટે ફંડિંગ મેળવવામાં સામે આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓથી બચવા માટે માઈક્રો ફંડ ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદ યુવતીની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. 

    હાલ આ યુવતીની ભૂમિકાને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે તેમજ તેની સાથે અન્ય પણ કયા અને કેટલા લોકો સંકળાયેલા છે તેની પણ માહિતી મેળવવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ NIAએ કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. આ તપાસ ગત વર્ષે અનુક્રમે ઓક્ટોબર અને નવેમ્બરમાં કોયમ્બતૂર અને મેંગલુરુમાં થયેલા બ્લાસ્ટ મામલે કરવામાં આવી હોવાનું એજન્સીએ જણાવ્યું હતું. એજન્સીએ ત્રણ રાજ્યોમાં લગભગ 60 જેટલાં ઠેકાણાં પર તપાસ હાથ ધરી હતી. 

    કોયમ્બતૂરમાં ગત 23 ઓક્ટોબરના રોજ એક મંદિર સામે એક કારમાં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં મુખ્ય આરોપી જમીઝા મુબીન માર્યો ગયો હતો. આ મામલે એજન્સીએ ફરિયાદ દાખલ કરીને તપાસ કરી 11 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પછીથી સામે આવ્યું હતું કે તે આતંકી સંગઠન ISIS સાથે સાંઠગાંઠ ધરાવતો હતો. 

    બીજો બ્લાસ્ટ 19 નવેમ્બરના રોજ કર્ણાટકના મેંગલુરુમાં એક રિક્ષામાં બ્લાસ્ટ થયો હતો, જેમાં મુખ્ય આરોપી તરીકે મોહમ્મદ શરીકનું નામ સામે આવ્યું હતું. જે મામલે પણ તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં