Monday, November 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમેંગલુરુ બ્લાસ્ટ: પોતાને હિંદુ ગણાવી રહ્યો હતો આતંકવાદી મોહમ્મદ શરીક, ફર્જી આધાર...

    મેંગલુરુ બ્લાસ્ટ: પોતાને હિંદુ ગણાવી રહ્યો હતો આતંકવાદી મોહમ્મદ શરીક, ફર્જી આધાર કાર્ડ લઈને ફરતો હતો

    શરીકે કોયમ્બતૂરથી એક સિમકાર્ડ ખરીદ્યો હતો, જે તેના નામ પર નહતો. આ સિમ કાર્ડના ટાવરના લોકેશન પરથી ખબર પડી કે તે આખા તમિલનાડુમાં ફર્યો હતો.

    - Advertisement -

    કર્ણાટકના મેંગલુરુ શહેરમાં થયેલા બ્લાસ્ટને લઈને જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે તેમ ખુલાસા થઇ રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે બ્લાસ્ટ પહેલાં આરોપી મોહમ્મદ શરીક પોતાને હિંદુ ગણાવી રહ્યો હતો. આ બાબતનો ખુલાસો કર્ણાટકના આરોગ્ય મંત્રી કે સુધાકરે કર્યો છે. આ માટે તેણે હિંદુ આઈડીવાળો આધાર કાર્ડ પણ રાખ્યો હોવાનું પણ સામે આવ્યું છે. 

    ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે કહ્યું કે, મેંગલુરુ બ્લાસ્ટ કેસ એ આતંકવાદી અને હિંસાત્મક ઘટના છે. આરોપી ઓટોમાં મુસાફરી કરી રહ્યો હતો અને પોતાને હિંદુ ગણાવી રહ્યો હતો અને આધાર કાર્ડ પણ સાથે રાખ્યો હતો. પોલીસે તેની ઓળખ મોહમ્મ્મ્દ શરીક તરીકે કરી છે. 

    તેમણે એ પણ જણાવ્યું કે, આ કેસની દરેક એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપી મોહમ્મદ શરીકનું આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન, પ્રતિબંધિત સંગઠન કે કેરળ વિસ્તારમાં સક્રિય સ્લીપર સેલ સાથે કોઈ કનેક્શન સાથે કોઈ સબંધ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    એમ પણ જાણવા મળ્યું છે કે, જે આધાર કાર્ડ લઈને મોહમ્મદ શરીક ફરી રહ્યો હતો તેની ઉપર હિંદુ નામ લખવામાં આવ્યું હતું. આ કાર્ડ તેણે એક રેલવે કર્મચારી પાસેથી ચોરી કર્યો હતો. જેને પોલીસે પરત આપી દીધો છે. 

    કેસની તપાસ કરતી પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, શરીકે કોયમ્બતૂરથી એક સિમકાર્ડ ખરીદ્યો હતો, જે તેના નામ પર નહતો. આ સિમ કાર્ડના ટાવરના લોકેશન પરથી ખબર પડી કે તે આખા તમિલનાડુમાં ફર્યો હતો. તેના કોલ લોગની તપાસ કરીને તમિલનાડુમાં તેના સાથીઓ વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. 

    આ કેસમાં પકડાયેલા મોહમ્મદ શરીક આતંકવાદી સંગઠન ISIS અને અલ-હિન્દ સાથે જોડાયેલો હોવાનું પણ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. ઉપરાંત, આરોપીના ઘરે તપાસ કરવા ગયેલી FSLની ટીમને તેના ઘરેથી જિલેટીન પાઉડર, સર્કિટ બોર્ડ, બોલ્ટ, બેટરીઓ, મોબાઈલ, વુડ પાઉડર, એલ્યુમિનિયમ મલ્ટી મિત્ર, વાયર, પ્રેસર કૂકર વગેરે મળી આવ્યું હતું. અનુમાન છે કે આરોપી પોતાના ઘરે જ વિસ્ફોટકો બનાવતો હોવો જોઈએ. જોકે, વધુ જાણકારી તો તપાસ અને પૂછપરછ બાદ જ બહાર આવી શકશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં