Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમેંગલુરુ રિક્ષા બ્લાસ્ટ: આરોપી મોહમ્મદ શારિકના તાર આતંકી સંગઠનો ISIS અને અલ...

    મેંગલુરુ રિક્ષા બ્લાસ્ટ: આરોપી મોહમ્મદ શારિકના તાર આતંકી સંગઠનો ISIS અને અલ હિંદ સાથે જોડાયેલા, ઘરેથી મળી વિસ્ફોટકો બનાવવાની સામગ્રી

    શનિવારે (19 નવેમ્બર 2022) મેંગલુરુમાં એક ઓટોરિક્ષામાં વિસ્ફોટ થયો હતો, જે મામલે કર્ણાટક પોલીસે રવિવારે મોહમ્મદ શારિકની ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -

    શનિવારે (19 નવેમ્બર 2022) કર્ણાટકના મેંગલુરુ ખાતે રિક્ષામાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. વાસ્તવમાં એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ અપાય તે પહેલાં જ કાવતરું નિષ્ફળ ગયું છે. રિક્ષા બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપી મોહમ્મદ શારિકની ઓળખ કરી હતી, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા આરોપી મોહમ્મદ શારિકના તાર આતંકવાદી સંગઠન ISIS અને અલ-હિન્દ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. આ પહેલા પણ આતંકવાદ વિરોધી અધિનિયમ અંતર્ગત તેના સામે કેસ નોંધાઈ ચૂક્યા છે.

    મળતા અહેવાલો અનુસાર શનિવારે (19 નવેમ્બર 2022) મેંગલુરુમાં એક ઓટોરિક્ષામાં વિસ્ફોટ થયો હતો, જે મામલે કર્ણાટક પોલીસે રવિવારે મોહમ્મદ શારિકની ધરપકડ કરી લીધી હતી. તેની સામે UAPA એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારપછી મેંગલુરુ રિક્ષા બ્લાસ્ટ કેસના તાર ISIS અને અલ-હિન્દ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થતાં સુરક્ષા એજન્સીઓ તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.

    બ્લાસ્ટમાં સર્કિટ કૂકર બોમ્બનો ઉપયોગ

    - Advertisement -

    પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ આતંકવાદી સંગઠનનું કામ છે. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી પણ આ મામલે તપાસ કરવા કર્ણાટકમાં છે. આ સાથે ઓટો રિક્ષામાં મુસાફર પાસેથી બેટરી, વાયર અને સર્કિટ સાથેનું કુકર પણ મળી આવ્યું છે. પ્રથમ નજરે એવું લાગે છે કે કુકરની અંદર આ સમગ્ર સર્કિટ રાખવા માટે ફ્લોર મેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    આરોપીના ઘરે તપાસ કરવા ગયેલી FSLની ટીમને તેના ઘરેથી જિલેટીન પાઉડર, સર્કિટ બોર્ડ, બોલ્ટ, બેટરીઓ, મોબાઈલ, વુડ પાઉડર, એલ્યુમિનિયમ મલ્ટી મિત્ર, વાયર, પ્રેસર કૂકર વગેરે મળી આવ્યું હતું. અનુમાન છે કે આરોપી પોતાના ઘરે જ વિસ્ફોટકો બનાવતો હોવો જોઈએ. જોકે, વધુ જાણકારી તો તપાસ અને પૂછપરછ બાદ જ બહાર આવી શકશે.

    શારિકનો પરિવાર ઓળખ માટે હોસ્પિટલ પહોંચ્યો

    રિપબ્લિક ભારતના અહેવાલ મુજબ કર્ણાટક પોલીસ ત્રણ બુરખા પહેરેલી મહિલાઓને આઈસીયુમાં દાખલ શારિકને મળવા હોસ્પિટલ લઈ જતી જોવા મળી હતી. હકીકતમાં મુખ્ય શંકાસ્પદની ઓળખ કરવા માટે પરિવારના સભ્યોને શિવમોગાના તીર્થહલ્લીથી મેંગલુરુ લાવવામાં આવ્યા છે. ઓળખ બાદ આરોપીની પૂછપરછ કરવામાં આવશે. શારિકના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જરૂર પડ્યે પરિવારના સભ્યોની પણ પછીથી પૂછપરછ કરવામાં આવશે.

    શારિક એ જ વ્યક્તિ છે જેણે કથિત રીતે શિવમોગામાં ટેસ્ટ બ્લાસ્ટ કર્યા હતા. તે મેંગલુરુમાં દિવાલો પર આતંકવાદ સમર્થક લખાણ લખવામાં પણ કથિત રીતે સામેલ હતો અને તેને આરોપી નં 1 તરીકે દર્શાવવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરીને જેલમાં પણ મોકલી દેવામાં આવ્યો હતો, પરંતુ ફેબ્રુઆરી 2021માં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં