Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતમિલનાડુના કોયમ્બતૂરમાં મંદિર પાસે બ્લાસ્ટ, માર્યો ગયો જમીઝા મુબીન: ભાજપે કહ્યું- આ...

    તમિલનાડુના કોયમ્બતૂરમાં મંદિર પાસે બ્લાસ્ટ, માર્યો ગયો જમીઝા મુબીન: ભાજપે કહ્યું- આ દુર્ઘટના નહીં, આતંકવાદી હુમલો

    તમિલનાડુના ભાજપ અધ્યક્ષ કે અન્નામલાઈએ કહ્યું કે, કોયમ્બતૂરમાં થયેલો ‘સિલિન્ડર બ્લાસ્ટ’ કોઈ દુર્ઘટના ન હતી પરંતુ ISIS લિંક ધરાવતો આતંકવાદી વિસ્ફોટ હતો.

    - Advertisement -

    તમિલનાડુ રાજ્યના કોયંતબતુર સ્થિત કોટ્ટાઇ ઈશ્વરમ મંદિર પાસે એક કારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં જમિઝા મુબીન માર્યો ગયો હતો. હવે તેના ઘરેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ મામલે હવે પોલીસે આતંકી એંગલની તપાસ શરૂ કરી છે. આશંકા છે કે દિવાળી દરમિયાન મંદિરને નિશાન બનાવવાનું ષડયંત્ર હોય શકે છે. 

    મંદિર પાસે થયેલો આ બ્લાસ્ટ મારૂતિ 800 ગાડીમાં થયો હતો. જે સ્થળ પરથી પોલીસને એક એલપીજી સિલિન્ડર, સ્ટીલના બોલ, એલ્યુમિનિયમ અને લોખંડની ખીલી વગેરે મળી આવ્યું હતું. હવે આ મામલે તમિલનાડુ ભાજપે આરોપ લગાવ્યો છે કે આ કોઈ દુર્ઘટના નહીં પરંતુ એક સુનિયોજિત ષડ્યંત્ર હતું અને ISIS સાથે જોડાયેલો આતંકવાદી હુમલો હતો. 

    તમિલનાડુના ભાજપ અધ્યક્ષ કે અન્નામલાઈએ કહ્યું કે, કોયમ્બતૂરમાં થયેલો ‘સિલિન્ડર બ્લાસ્ટ’ કોઈ દુર્ઘટના ન હતી પરંતુ ISIS લિંક ધરાવતો આતંકવાદી વિસ્ફોટ હતો. તેમણે એમ પણ કહ્યું કે, આ મામલે તમિલનાડુ સરકાર જાણકારી છુપાવી રહી છે અને આ સરકારની ઇન્ટેલિજન્સ મશિનરીની નિષફળતા છે. 

    - Advertisement -

    આરોપી વિશે જાણકારી આપતાં તેમણે કહ્યું કે, હુમલાનું પ્લાનિંગ કરવા દરમિયાન માર્યો ગયેલા આરોપીના સબંધ ISIS સાથે હતો અને તેનું હેન્ડલિંગ દેશની બહારથી કરવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે, તમિલનાડુની ધરતી પર હજુ આવા કેટલાક તત્વો છે, જેમને પકડીને જેલમાં નાંખવાની જરૂર છે. 

    બીજી તરફ, ઘટના બાદ ડીજીપી અને આઇજી સહિતના ઉચ્ચ પોલીસ ધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, મુબીનના ઘરે તપાસ કરતાં પોટેશિયમ નાઇટ્રેટ, એલ્યુમિનિયમ અને સલ્ફર મોટા પ્રમાણમાં મળી આવ્યું હતું. આ તમામ પદાર્થો બૉમ્બ બનાવવા માટે વાપરવામાં આવે છે. 

    જોકે, પોલીસે કહ્યું કે, મુબીન કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલો ન હતો અને તેની સામે કોઈ કેસ પણ દાખલ ન હતો. જોકે, પોલીસે જણાવ્યું કે તેના એવા કેટલાક લોકો સાથે સબંધો હતા જેઓ NIAના રડાર હેઠળ છે. અમે તેની કોલ હિસ્ટ્રી તપાસી રહ્યા છીએ અને જેમના સંપર્કમાં હતો તેમની પણ તપાસ કરી રહ્યા છીએ. 

    રિપોર્ટ અનુસાર, મુબીનની વર્ષ 2019માં પણ ISIS લિંક્સને લઈને તપાસ કરવામાં આવી ચૂકી હતી. હવે પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં