દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને કોર્ટે 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. આજે તેમના રિમાન્ડ પૂરા થતાં CBIએ કોર્ટમાં રજૂ કર્યા હતા.
Rouse Avenue Court sends Delhi's former Deputy Chief Minister and AAP leader Manish Sisodia to judicial custody till March 20, in the case pertaining to Delhi excise policy case pic.twitter.com/uNbdZKmnRj
— ANI (@ANI) March 6, 2023
CBIએ કોર્ટને કહ્યું કે તેઓ મનિષ સિસોદિયાના વધુ રિમાન્ડની માંગ કરી રહ્યા નથી પરંતુ આગામી 15 દિવસમાં તેઓ ફરી રિમાન્ડની માંગણી કરી શકે છે. કોર્ટે આદેશ પસાર કરતાં કહ્યું કે, જ્યુડિશિયલ કસ્ટડી માટે અરજી દાખલ કરવામાં આવી છે. થોડા સમય માટે પોલીસ કસ્ટડીની જરૂર ન હોવાનું અને જરૂર પડ્યે માંગવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે.
રિપોર્ટ્સ અનુસાર, કોર્ટે મનિષ સિસોદિયાને જેલમાં ચશ્મા, ભગવદ ગીતા, ડાયરી અને પેન લઇ જવાની પરવાનગી આપી છે. તદુપરાંત તેમને જેલમાં વિપશ્યના કરવાની પરવાનગી આપવા માટે પણ જેલ સુપ્રિટેન્ડેન્ટને નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સિવાય, સિસોદિયાને જેલમાં તેમની જરૂરી દવાઓ રાખવા માટે પણ મંજૂરી આપવામાં આવશે.
Court asks Sisodia if he wants to be produced physically or through VC
— Live Law (@LiveLawIndia) March 6, 2023
CBI counsel: at this stage, we're not seeking remand but in next 15 days we might seek. The conduct outside court at the behest of media and his supporters, they are politicising the matter.
સુનાવણી દરમિયાન CBIએ મામલાને રાજનીતિક રંગ આપી રહ્યો હોવાની પણ ફરિયાદ કરી હતી. CBIના વકીલે કહ્યું કે, કોર્ટની બહાર મીડિયા અને તેમના સમર્થકોના જોરે મામલાને રાજનીતિક રૂપ આપવામાં આવી રહ્યું છે. કોર્ટના આદેશ વગર જ મીડિયામાં બાઈટ ચાલી રહી હોવાનું કહીને તેમણે ઉમેર્યું કે એક તરફ કાર્યવાહી ચાલી રહી છે અને બીજી તરફ આ કસ્ટડી ગેરકાયદેસર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મામલાને રાજનીતિક રંગ ન આપવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે મનિષ સિસોદિયાએ કોર્ટ સમક્ષ જામીન માટે પણ એક અરજી કરી છે, જેની ઉપર સુનાવણી આગામી 10 માર્ચના રોજ હાથ ધરવામાં આવનાર છે.
આ કાર્યવાહી દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં થયેલા કૌભાંડને લઈને કરવામાં આવી રહી છે. ગત 26 ફેબ્રુઆરીએ એજન્સીએ આઠ કલાકની પૂછપરછ બાદ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ બીજા દિવસે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પાંચ દિવસના રિમાન્ડ પૂરા થતા એજન્સીએ ફરી તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી, જે માન્ય રાખીને કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા. હવે આજે રિમાન્ડ પૂરા થતા તેમને જેલભેગા કરવામાં આવ્યા છે.