સોશિયલ મીડિયા પર બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ચર્ચામાં છે. આમ તો બે દિવસ પહેલાં તેની સામે એક FIR દાખલ થઇ હતી પણ ચર્ચામાં આવવાનું બીજું પણ એક કારણ છે. જોકે, ચર્ચામાં તો ગૌરી ખાન ડિઝાઇન્સ દ્વારા નિર્મિત એક ‘પેંગ્વિન’ છે, જેની કિંમત 12 હજાર કરતાં વધુની છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ આ ‘પેંગ્વિન’ને લઈને ચર્ચા કરી રહ્યા છે.
ટ્વિટર પર ખાસ્સા સક્રિય અભિજીત ઐયર મિત્રાએ ટ્વિટર પર આ ‘પેંગ્વિન’ શિલ્પની તસ્વીર પોસ્ટ કરી હતી. આ તસ્વીરમાં એક સોનેરી રંગનું શિલ્પ જોવા મળે છે અને જેની નીચે ‘ગૌરી ખાન ડિઝાઇન્સ’ લખવામાં આવ્યું છે. નીચે તે પેંગ્વિનનું લાકડાનું શિલ્પ હોવાનું ઉમેરવામાં આવ્યું હતું.
1) do you think this is a “penguin”?
— Abhijit Iyer-Mitra (@Iyervval) March 3, 2023
2) Do you think you’d pay ₹12,390/- for this 6 inch “sculpture” pic.twitter.com/IyyUzSGk1k
આ તસ્વીર પોસ્ટ કરીને તેમણે એ પ્રશ્ન કર્યો કે શું ખરેખર આ ‘પેંગ્વિન’ લાગી રહ્યું છે અને બીજો પ્રશ્ન એ પૂછ્યો કે શું લોકો ખરેખર આ 6 ઇંચના શિલ્પ માટે 12,390 જેટલી રકમ ચૂકવશે ખરા? જેના જવાબમાં લોકોની રમૂજી પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.
ઘણા યુઝરોએ કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ જોતાં આ શિલ્પ પેંગ્વિન જેવું દેખાતું જ નથી તો કોઈએ કહ્યું કે તેઓ કોઈ કાળે તેની પાછળ 12 હજાર રૂપિયા જેટલી રકમ ખર્ચશે નહીં. કોઈકે વળી એમ પણ કહ્યું કે તેઓ 12 હજાર તો શું પણ 12 રૂપિયા પણ આપશે નહીં.
In which universe is that a penguin???
— ~~DJ~~ शरणम् भजे भजे (@PatnaikDevjyoti) March 3, 2023
એક વ્યક્તિએ લખ્યું કે લખવામાં આવ્યું હોવાના કારણે તેમને ખબર પડી બાકી તેઓ આને કોઈ પથ્થર સમજતા હતા.
Aapne bataya toh pata chala, varna mujhe laga koi patthar hai
— his_XLNC🇮🇳❤ (@_XLNC) March 3, 2023
વળી કોઈકે આ શિલ્પને સોફાના હેન્ડલ સાથે સરખાવ્યું હતું.
Sofe ka handle lg rha hai
— Distilled Poison (@DistilledPoison) March 3, 2023
સુમિત અગ્રવાલે કહ્યું કે, દિલ્હીના સરદાર બજારમાં આના કરતાં સારી વસ્તુ 300 રૂપિયામાં મળી રહે છે.
better stuff for less than 300 bucks is available in Sadar Bazaar Delhi !
— Sumit Agarwal 🇮🇳 (@sumitagarwal_IN) March 3, 2023
પ્રીતમ નામના એક વ્યક્તિએ લખ્યું કે, આ ખરીદવા કરતાં તેઓ પશ્ચિમ બંગાળના મેળામાંથી 120 રૂપિયામાં ક્લે ખરીદી લેશે.
Isse acha, I will buy one made of clay from Mela here in West Bengal for price around Rs.120max 😀
— Pritam Sarbabidya🇮🇳 (@PSarbabidya) March 3, 2023
એક વ્યક્તિએ કહ્યું કે આના અડધા રૂપિયામાં તેઓ સાચું પેંગ્વિન ખરીદી લેશે.
I can get a real penguin for half the price
— Sadhu Baba (@sadhu4465) March 3, 2023
અમુક યુઝરોએ રમૂજી મીમ્સ પણ શૅર કર્યાં હતાં.
— बिहार | Bihar ● (@Biharyouth1) March 3, 2023
Gauri be like Haan penguin hai. 🤣 pic.twitter.com/0SX4UfVovx
— Political Darjee (@PoliticalDarjee) March 3, 2023
એક વ્યક્તિએ વિચિત્ર પેઈન્ટિંગ્સ મૂકીને લખ્યું કે લખ્યું કે આ ‘માસ્ટરપીસ’ ચોથા સ્થાન પર મૂકવો જોઈએ.
This masterpiece can be added in the 4th position. pic.twitter.com/87mtTVxRq1
— Ray@S (@Ray_S08) March 3, 2023
વળી એક યુઝરે મજાક ઉડાવતાં એક ઈંટની તસ્વીર મૂકીને તેને ‘હાથી’ ગણાવ્યો અને કહ્યું કે તેને પણ વેચવામાં આવવું જોઈએ.
Please sell my artwork “elephant” https://t.co/kHdSTDEktV pic.twitter.com/IUZ1qOTFNH
— wal_जनसँख्या_नियंत्रण (@mswaldia) March 3, 2023
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ઇન્ટિરિયર ડિઝાઈનર પણ છે. ઉપરાંત, ‘ગૌરી ખાન ડિઝાઇન્સ’ નામની તેમની એક કંપની પણ છે. આ બાબતની સત્યતા જાણવા માટે અમે ઇન્ટરનેટ પર તપાસ કરી તો બાબત સત્ય જણાઈ હતી. આ ઉપરાંત અન્ય પણ ઘણાં ‘આર્ટવર્કસ’ જોવા મળ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ તેમના વિચિત્ર અને પહેલી નજરે ન સમજાય તેવાં ચિત્રોને લઈને ચર્ચામાં આવ્યાં હતાં. એપ્રિલ 2021માં બંગાળ ચૂંટણી વખતે મમતા બેનર્જીએ એક ચિત્ર બનાવ્યું હતું, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શૅર થતાં જ મીમ્સ અને જોક્સનું ઘોડાપૂર આવ્યું હતું.