Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પર છેતરપીંડીનો આરોપ, ઉત્તરપ્રદેશના કાનપુરમાં FIR દાખલ...

    શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પર છેતરપીંડીનો આરોપ, ઉત્તરપ્રદેશના કાનપુરમાં FIR દાખલ કરવામાં આવી

    જસવંતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ફ્લેટ ખરીદવા માટે બેન્કમાંથી લોન લીધી હતી. પઝેશન લીધા વગર તેઓ પૈસા જમા કરાવતા રહ્યા અને કુલ 85 લાખ 46 હજાર 851 રૂપિયા ખર્ચ કર્યા.

    - Advertisement -

    બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પર કાનપુરમાં FIR દાખલ કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યાં છે. મુંબઈમાં રહેતા એક વ્યક્તિએ આરોપ લગાવ્યાં છે કે પૈસા ચુકવવા છતાં તેને તેણે લાખો રૂપિયા ખર્ચ કરીને ખરીદેલી પ્રોપર્ટીનું પઝેશન વર્ષોથી નથી આપવામાં આવ્યું, જે બદલ ફરિયાદીએ કુલ ત્રણ જણા સામે FIR દાખલ કરવી છે. જેમાંથી એક નામ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનનું પણ છે.

    સામે આવેલા અહેવાલો મુજબ ગૌરી ખાન પર કાનપુરમાં FIR થવા પાછળનું મૂળ કારણ તુલસિયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લીમીટેડ નામની એક કંપની છે. મુંબઈના રહેવાસી અને આ કેસના ફરિયાદી કિરીટ જશવંત શાહ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે વર્ષ 2015માં આ કંપની દ્વારા નાંખવામાં આવેલા એક પ્રોજેક્ટમાં 86 લાખ રૂપિયાનું રોકાણ કરીને એક ફ્લેટ નોંધાવ્યો હતો. પણ હજુ સુધી તેમને તેમની પ્રોપર્ટી નથી સોંપવામાં આવી. ગૌરી ખાન આ કંપનીની બ્રાંડ એમ્બેસેડર હતી. અને ગૌરી દ્વારા કરવામાં આવેલા પ્રચાર-પ્રસારથી પ્રભાવિત થઈને જ તેમણે આ જંગમ રોકાણ કર્યું હતું.

    ગૌરી ઉપરાંત તુલસીયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) અનિલ કુમાર તુલસીયાની અને ડાયરેક્ટર મહેશ તુલસીયાની સામે પણ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ ત્રણેય સામે કલમ 409 (વિશ્વાસઘાત)ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં મેસર્સ તુલસીયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સે ગૌરી ખાનને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી. જસવંત શાહની ફરિયાદ મુજબ ગૌરી ખાને પ્રચાર દરમિયાન કહ્યું હતું કે કંપની સુલતાનપુર રોડ પર એક મોટું એપાર્ટમેન્ટ બનાવી રહી છે અને તેનાથી પ્રભાવિત થયા બાદ તેમણે ત્યાં એક ફ્લેટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ તેમણે કંપનીના સીએમડી અનિલ તુલસીયાની અને ડિરેક્ટર મહેશ તુલસીયાની સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે ફ્લેટની કિંમત 86 લાખ રૂપિયા છે અને તેને ઓક્ટોબર 2016 સુધીમાં ફ્લેટ મળી જશે.

    જસવંતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ફ્લેટ ખરીદવા માટે બેન્કમાંથી લોન લીધી હતી. પઝેશન લીધા વગર તેઓ પૈસા જમા કરાવતા રહ્યા અને કુલ 85 લાખ 46 હજાર 851 રૂપિયા ખર્ચ કર્યા. તેઓ ઓક્ટોબર 2016 થી ફ્લેટનો કબજો માંગી રહ્યાં છે. આ સંબંધમાં તેઓ અનિલ અને મહેશને અનેકવાર મળી ચુક્યા છે. કંપનીએ જસવંતને કેટલાક પૈસા પણ પાછા આપ્યા હતા.

    વર્ષ 2017માં મહેશ તુલસીયાનીએ જસવંતને આશરે 23 લાખ રૂપિયા પરત કર્યા હતા અને કથિત રીતે વચન આપ્યું હતું કે જો તેમને છ મહિનામાં કબજો નહીં મળે તો કંપની વ્યાજ સહિત તમામ પૈસા પરત કરી દેશે. દરમિયાન જસવંત જે ફ્લેટ ખરીદવાના હતા તે કોઈ અન્ય નામે કરી દેવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. જેના કારણે હવે જસવંતે અનિલ, મહેશ અને ગૌરી ખાન પર કપટથી તેનો ફ્લેટ પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં