Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુરુગ્રામનો કુંડાચોર મનમોહન યાદવ ઝડપાયો, ₹40 લાખની ગાડીમાં કુંડા ભરીને લઈ ગયો...

    ગુરુગ્રામનો કુંડાચોર મનમોહન યાદવ ઝડપાયો, ₹40 લાખની ગાડીમાં કુંડા ભરીને લઈ ગયો હતો: YouTuber એલ્વિસ યાદવ પર ઠીકરું ફૂટતાં અકળાયો

    ગુરુગ્રામનો આ વિડીયો વાયરલ થયા પછી, કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે કુંડા ચોરી કરવામાં વપરાયેલી કાર પ્રખ્યાત યુટ્યુબર એલ્વિસ યાદવની છે. જો કે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવ્યા બાદ તેણે એક પછી એક ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

    - Advertisement -

    હરિયાણાના ગુરુગ્રામમાં જી-20 સમિટની તૈયારી માટે રસ્તા પર રાખવામાં આવેલા ફૂલોના કુંડાઓની ચોરીના મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ મનમોહન છે. તેની પાસેથી 40 લાખ રૂપિયાની કાર અને ચોરીના કુંડો પણ મળી આવ્યા હતા. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં YouTuber એલ્વિસ યાદવ પર કુંડા ચોરવાના આરોપ લગતા તે અકળાયો હતો, અને આ ઘટના પર પ્રતિક્રિયાઓ આપી હતી.

    ગુરુગ્રામ પોલીસે બુધવારે (1 માર્ચ 2023) તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ ધરપકડની માહિતી આપી હતી. “ગુરુગ્રામ એનએચ 48 પર સજાવટ માટે રાખવામાં આવેલા ફૂલોના કુંડાની ચોરી કરવાના આરોપી મનમોહન સિંહની ધરપકડ કરવામાં આવી છે. ચોરીનો ઘડો અને ચોરીમાં વપરાયેલી કાર પણ મળી આવી છે.” આ પછી પણ YouTuber એલ્વિસ યાદવ પર કુંડા ચોરવાના આરોપ વાળી પોસ્ટો જોઇને તેણે કેસ કરવાની ચીમકી આપી હતી.

    અહેવાલો અનુસાર પોલીસ 50 વર્ષીય મનમોહનની પૂછપરછ કરી રહી છે, જેથી તેના અન્ય સાથીની ઓળખ કરી શકાય. આરોપી ગુરુગ્રામના ગાંધીનગર વિસ્તારનો રહેવાસી છે. જોકે જે કારમાં કુંડા ચોરાયા હતા તેની નંબર પ્લેટ હરિયાણાના હિસારની છે. આ ગાડી મનમોહનની પત્નીના નામે નોંધાયેલી છે. ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઇન્ટ સીઇઓ એસકે ચહલે આ બાબતે જણાવ્યું હતું કે ગુરુગ્રામમાં જી -20 કોન્ફરન્સ દરમિયાન સુશોભન માટે સ્થાપિત કુંડાઓની ચોરી કરવાનો મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    શરૂઆતની તપાસમાં સામે આવ્યું હતું કે મનમોહન અને તેનો એક સહયોગી દિલ્હીથી ગુરુગ્રામ પરત ફરી રહ્યા હતા. ત્યારે સુંદર ફૂલોના કુંડા જોઇને બંનેએ પોતાની કાર રોકી અને કુંડાઓની ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા. મનમોહને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેમને એવી નહતી ખબર કે કોઈ તેમનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.

    તો બીજી તરફ ગુરુગ્રામનો આ વિડીયો વાયરલ થયા પછી, કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે કુંડા ચોરી કરવામાં વપરાયેલી કાર પ્રખ્યાત યુટ્યુબર એલ્વિસ યાદવની છે. જો કે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવ્યા બાદ તેણે એક પછી એક ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

    તેણે લખ્યું હતું કે, “આ મારી કાર નથી. હું તમને બધાને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે મારા વિશે કોઈ ખોટી માહિતી ન ફેલાવો. નહિતર, હું તેમના પર કાયદાકીય દાવો કરીશ.” એલ્વિસે પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે, “મારે કુંડા ચોરવાની જરૂર નથી. મારા ઘરમાં ઘણા બધા કુંડા છે. હું છોકરીઓના દિલ ચોરીશ, જે લોકો નફરત કરે છે તેમની માતાઓનું દિલ ચોરીશ, મારે કુંડાની જરૂર નથી, મારા ઘરમાં લીમડા અને પીપળાનું ઝાડ છે. “

    અન્ય એક ટ્વિટમાં એલ્વિસ યાદવે કહ્યું હતું કે, “માત્ર એટલા માટે કે હું એક વખત કારમાં જોવા મળ્યો હતો. તેનો અર્થ એ નથી કે તે મારી કાર છે. કેટલીક ગંદી વિચારસરણી છે, જેમને ખોટા નેરેટીવ ઘડવાની ટેવ છે. તેઓ ફરી એક વાર ખોટી વાતો લઈને આવ્યા છે. મને તો ઠીક, તેઓ દેશ કે વડાપ્રધાનને પણ છોડતા નથી. તમે તેમની પાસેથી વધુ અપેક્ષા ન રાખી શકો.”

    પછી તેણે લખ્યું, “તમારા બધા માટે બીજો સંદેશ, જૂઠાણાને પગ નથી હોતા,તે લાંબા સમય સુધી નથી ટકતું. તેથી તમે ગમે તેટલું જોર લગાવો, ગમે તેટલા નેરેટીવ સેટ કરો, હું હિન્દુઓ માટે બોલતો રહ્યો છું, બોલું છું અને બોલતો રહીશ. જય શ્રી રામ.”

    આ પહેલા આગ્રામાં ચોરાયા હતા કુંડા

    આ પહેલી ઘટના નથી જેમાં રસ્તાની બાજુમાંથી છોડ ચોરાયા હોય. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના આગ્રાથી સામે આવી હતી. અહીં પણ જી-20 સમિટ માટે રોડ પર સજાવેલા 66 કુંડાની ચોરી થઈ હતી. આ સિવાય ઓક્ટોબર 2019માં દિલ્હીના વર્ટિકલ ગાર્ડનમાંથી છોડની ચોરીનો વીડિયો વાયરલ થયો હતો. લોકોએ છોડની ચોરી કરનાર વ્યક્તિને સખત વખોડ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ તે વ્યક્તિએ માફી માંગી લીધી હતી.

    ઉલ્લેખનીય છે કે આગ્રામાં ગત 12-13ફેબ્રુઆરીના રોજ G-20ના વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા, આ દરમિયાન શહેરને શણગારી દેવામાં આવ્યું હતું. પરંતુ બીજા જ દિવસથી રસ્તાઓની ફરતે મુકવામાં આવેલા ફૂલોના કુંડાઓ ચોરી થઇ ગયા હતા. G-20 સમિટ માટે આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આઈ લવ આગ્રા સેલ્ફી પોઈન્ટથી તાજમહેલ ઈસ્ટ ગેટ સુધી ડેકોરેટિવ પ્લાન્ટ પોટ્સ મુકવામાં આવ્યા હતા. 13મી ફેબ્રુઆરીની રાત્રે જ અજાણ્યા શખ્સોએ 60 ઘડાની ચોરી કરી હતી. જેમાં 10 પોટ્સ 24 ઈંચ સાઈઝના અને 50 પોટ્સ 10 ઈંચ સાઈઝના છે. પોલીસે ત્યારે જ તપાસ કરીને વિભિન્ન સ્થળો પર દરોડા પડ્યા હતા.

    દરોડા બાદ બે આરોપીઓના ઘરેથી કુંડાઓઓ પાછા મેળવી લેવામાં આવ્યાં છે. જેમાં આરોપી પ્રીતમ અને સોનુંના ઘરની અગાશી પરથી 66 જેટલી નાના મોટા કુંડાઓ પરત મેળવવામાં આવ્યાં છે. હાલમાં પ્રીતમને પોલીસે ઝડપી પાડ્યો છે, તેમજ સોનું ફરાર છે. પરંતુ પોલીસે કહ્યું છે કે તેને જલ્દી પકડી પાડવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં