Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટG-20 કાર્યક્રમના શણગાર માટે મૂકી હતી ફૂલદાની, બીજા જ દિવસે ચોરી થઈ...

    G-20 કાર્યક્રમના શણગાર માટે મૂકી હતી ફૂલદાની, બીજા જ દિવસે ચોરી થઈ ગઈ: એક ચોર ઝડપાયો, બીજો ફરાર

    હરિયાણામાં પણ આવી એક ઘટના બની, જેમાં એક મોધી કારમાંથી બે વ્યક્તિઓ ઉતરે છે અને G-20 ના કાર્યક્રમની સજાવટ માટે મુકેલી ફૂલદાની લઈને પોતાની કારમાં મુકીને લઇ જાય છે. વિડીઓ સોશિયલ મીડયા પર અતિ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

    - Advertisement -

    ભારત દેશની તાકાત આજે આખું વિશ્વ દેખી રહ્યું છે. હાલમાં આપણો દેશ G-20 દેશોની પ્રમુખતા કરી રહ્યો છે. ત્યારે દરેક રાજ્યોમાં વિવિધ સ્તરો પર કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે. જે જે પણ શહેરોમાં કાર્યક્રમો થઇ રહ્યા છે, ત્યાં ત્યાં શહેરોની રોનક બદલી દેવામાં આવી રહી છે. રસ્તાઓની બંને બાજુ વિભિન્ન ચીજ વસ્તુઓથી શણગારો કરવામાં આવ્યા છે. જેથી કરી વિશ્વ પ્રવાસીઓ આપણા ત્યાં આવે ત્યારે દેશની સારો છબી લઈને જાય. પરંતુ આ બધા વચ્ચે દુખ અને ગુસ્સાના સમાચારો પણ આવી રહ્યા છે. જ્યાં જ્યાં પણ G-20ના કાર્યક્રમો યોજાઈ ચુક્યા છે, ત્યાં ત્યાં ફુલદાનીઓ ચોરવાના કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં જ આવા બે ચોરો આગ્રાથી પકડાયા છે. 

    મળતી માહિતી મુજબ, આગ્રમાં ગત 12-13ફેબ્રુઆરીના રોજ G-20ના વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા, આ દરમિયાન શહેરને શણગારી દેવામાં આવ્યું હતું. પરંતુ બીજા જ દિવસથી રસ્તાઓની ફરતે મુકવામાં આવેલી ફુલદાનીઓ ચોરી થઇ ગઈ હતી. G-20 સમિટ માટે આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આઈ લવ આગ્રા સેલ્ફી પોઈન્ટથી તાજમહેલ ઈસ્ટ ગેટ સુધી ડેકોરેટિવ પ્લાન્ટ પોટ્સ મુકવામાં આવ્યા હતા. 13મી ફેબ્રુઆરીની રાત્રે જ અજાણ્યા શખ્સોએ 60 ઘડાની ચોરી કરી હતી. જેમાં 10 પોટ્સ 24 ઈંચ સાઈઝના અને 50 પોટ્સ 10 ઈંચ સાઈઝના છે. પોલીસે ત્યારે જ તપાસ કરીને વિભિન્ન સ્થળો પર દરોડા પડ્યા હતા. તે સમયે કેટલીક ફૂલદાનીઓ પાછી લઇ લેવામાં આવ હતી અને અજ્ઞાત લોકો વિરોધમાં કેસ નોધવામાં આવ્યો હતો. 

    આ બબાતે પોલીસે તપાસ ચાલુ રાખી હતી, તે દરમિયાન બે આરોપીઓની ઘરથી ફુલદાનીઓ પાછી મેળવવામાં આવી છે. જેમાં આરોપી પ્રીતમ અને સોનુંના ઘરની અગાશી પરથી 66 જેટલી નાની મોટી ફુલદાનીઓ મેળવવામાં આવી છે. હાલમાં પ્રીતમને પોલીસે ઝડપી પાડ્યો છે, તેમજ સોનું ફરાર છે. પરંતુ પોલીસે કહ્યું છે કે તેને જલ્દી પકડી પાડવામાં આવશે. 

    - Advertisement -

    આવી જ એક ઘટના હરિયાણાથી આવી રહી છે, અહિયાં એક મોધી કારમાંથી બે વ્યક્તિઓ ઉતરે છે અને G-20 ના કાર્યક્રમની સજાવટ માટે મુકેલી ફૂલદાની લઈને પોતાની કારમાં મુકીને લઇ જાય છે. આ વિડીઓ સોશિયલ મીડયા પર અતિ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. હરિયાણા ભાજપના નેતા રમણ માલિકે આ વિડીઓ ટ્વીટ કર્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. આરોપીઓ સામે કાર્યવાહીનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં