પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCનું આધિકારિક ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. અને તેનું નામ બદલીને ‘યુગ લૈબ’ કરી નાંખ્યું છે, સાથે જ TMCની જગ્યાએ યુગ લૈબનો લોગો લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ એકાઉન્ટ માંથી NFTને લઈને પણ ટ્વીટ કરવામાં આવ્યાં છે. અહીં અચરજ પમાડે તેવી બાબત તે છે કે TMCનું આધિકારિક ટ્વીટર એકાઉન્ટ હેક થવા છતાં પાર્ટી કે પાર્ટીના કોઈ નેતાની કોઈ પણ જાતની પ્રતિક્રિયા સામે નથી આવી.
અહેવાલો અનુસાર TMCનું આધિકારિક ટ્વીટર એકાઉન્ટ હેક કરવા વાળાઓએ ટ્વીટર હેન્ડલ, બાયો અને વેબસાઈટમાં કોઈ ફેરફાર નથી કર્યો. સાથે જ આ એકાઉન્ટ હજુ પણ @AITCofficial યથાવત છે. પરંતુ તેના પ્રોફાઈલ ફોટોને બદલી દેવામાં આવ્યો છે, જેમાં અંગ્રેજી અક્ષર ‘Y’ આકારનો લોગો નજરે પડી રહ્યો છે.
તૃણમુલ કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટનું નામ જે યુગા લેબ્સના નામ પર રાખવામાં આવ્યું છે, તે એક અમેરિકન કંપની છે. આ કંપની બ્લોકચેન ટેકનોલોજીનું કામ કરે છે જે એનએફટી અને ડિજિટલ કલેક્ટિબલ્સ વિકસાવે છે. કંપની ક્રિપ્ટો અને ડિજિટલ મીડિયામાં પણ નિષ્ણાત છે. જ્યારથી ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે, ત્યારથી આ એકાઉન્ટ પરથી યુગા લેબ્સ દ્વારા કરવામાં આવેલા એનએફટી કલેક્શન વિશે કેટલાક ટ્વીટ્સ કરવામાં આવ્યાં છે.
નોંધનીય છે કે આ પહેલા પણ ઘણી પાર્ટીઓના ટ્વિટર હેન્ડલ હેક થઇ ચૂક્યા છે. ગયા વર્ષે 10 ડિસેમ્બરે વાયએસઆર કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું. આ એકાઉન્ટ પર ક્રિપ્ટોકરન્સીના પક્ષમાં ટ્વિટ કરવામાં આવ્યા હતા. પાર્ટીનો ટ્વિટર બાયો પણ બદલવામાં આવ્યો હતો. ઓક્ટોબરમાં તેલુગુ દેશમ પાર્ટીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પણ હેક થઇ ગયું હતું. ઉપરાંત એપ્રિલ 2022 માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)નું ટ્વિટર એકાઉન્ટ પણ હેક થયું હતું. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે અજાણ્યા હેકરોએ યુપીના સીએમઓ ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરીને કેટલીક પોસ્ટ કરી હતી. આ ઉપરાંત યુપીના સીએમઓના એકાઉન્ટના પ્રોફાઇલ ફોટોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. હેકરોએ યુપીના સીએમઓ એકાઉન્ટ પર કેટલાક રેન્ડમ ટ્વીટ્સનો થ્રેડ પણ પોસ્ટ કર્યો હતો. યુપીના સીએમઓ (@CMOfficeUP) ટ્વિટર એકાઉન્ટના હાલમાં ચાર મિલિયન ફોલોઅર્સ છે.