Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમનિષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ બાદ ટ્વિટર પર રમૂજનો ડાયરો ભરાયો, એક-એકથી...

    મનિષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ બાદ ટ્વિટર પર રમૂજનો ડાયરો ભરાયો, એક-એકથી ચડિયાતાં મીમ્સ શૅર કરીને લોકો લઇ રહ્યા છે મજા

    સિસોદિયાની ધરપકડ બાદ ટ્વિટર ઉપર એક તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ રડારોળ કરી રહ્યા છે તો બીજી તરફ લોકો રમૂજી મીમ્સ શૅર કરી રહ્યા છે. 

    - Advertisement -

    CBI દ્વારા દારૂ કૌભાંડ મામલે આઠ કલાકની પૂછપરછ બાદ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. સિસોદિયાની ધરપકડ બાદ ટ્વિટર ઉપર એક તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ રડારોળ કરી રહ્યા છે તો બીજી તરફ લોકો રમૂજી મીમ્સ શૅર કરી રહ્યા છે. 

    નીતીશ કુમાર કુશ્વાહા નામના એક યુઝરે અરવિંદ કેજરીવાલના ટ્વિટની નીચે જવાબ આપતાં પરેશ રાવલનું એક મીમ શૅર કર્યું હતું અને સત્યેન્દ્ર જૈનને તિહાડ જેલમાં મનિષ સિસોદિયાની રાહ જોતા બતાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્ર જૈન પણ કેજરીવાલ સરકારમાં મંત્રી છે ને ભ્રષ્ટાચારના આરોપોમાં હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. 

    એક યુઝરે મીમ શૅર કરીને અરવિંદ કેજરીવાલની હાંસી ઉડાવી હતી. અક્ષય કુમારનું એક મીમ શૅર કર્યું હતું જેમાં તેઓ દુઃખી થવાનો ઢોંગ કરતા હોય છે પણ વાસ્તવમાં તેઓ ખુશ હોય છે. તેમણે કેજરીવાલને આ પરિસ્થિતિમાં મૂક્યા હતા. 

    - Advertisement -

    ‘બીઇંગ હ્યુમર’ નામના યુઝરે અરવિંદ કેજરીવાલની મજાક ઉડાવતાં તેમના ટ્વિટને અભિનય સાથે સરખાવ્યું હતું. ટ્વિટમાં કેજરીવાલે મનિષ સિસોદિયાની ધરપકડને ગંદુ રાજકારણ ગણાવીને કહ્યું હતું કે તેનાથી તેમનો ‘સંઘર્ષ’ વધુ મજબૂત થશે.  

    રાજા ભારતીય નામના એક યુઝરે સિરીઝ ‘પંચાયત’ના બીજા ભાગનું એક બહુ જાણીતું મીમ ‘દેખ રહા હૈ ના બિનોદ..’ શૅર કર્યું જેમાં બંને પાત્રોના ચહેરાઓ કેજરીવાલ અને સિસોદિયા સાથે બદલી નાંખવામાં આવ્યા હતા અને જેમાં કેજરીવાલ સિસોદિયાને કહેતા જોવા મળે છે કે તેમને બચાવવા માટે તેઓ પોતે કેવી-કેવી વાર્તાઓ ઘડી રહ્યા છે. 

    જાણીતા ટ્વિટર યુઝર ક્રિષ્નાએ નવાઝુદ્દીન સિદ્દીકીના એક ફિલ્મી દ્રશ્યની ક્લિપ પોસ્ટ કરીને તેમાં જેલમાંથી બહાર નીકળવા તરફડીયા મારતા અભિનેતા સાથે સિસોદિયાને સરખાવ્યા હતા. 

    અમિત કુમારે એક મીમ શૅર કરીને લખ્યું કે, હવે ગેંગ પૂરી થઇ ગઈ હોય તેમ લાગે છે. આ તસ્વીરમાં લોક-અપમાં બંધ અમુક લોકોના ચહેરાઓની જગ્યાએ મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, તાહિર હુસૈન, નવાબ મલિક, યાસિન મલિક, સંજીવ ભટ્ટ, ઉમર ખાલિદ અને સુકેશ ચંદ્રશેખરના ચહેરાઓ લગાવી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ તમામ હાલ જુદા-જુદા કેસોમાં જેલમાં બંધ છે. 

    ઉલ્લેખનીય છે કે મનિષ સિસોદિયા ઉપર દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં ગડબડ કરવાનો આરોપ લાગ્યો છે, જે મામલે તેમને આજે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ CBI સમક્ષ હાજર થયા હતા. આઠ કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સિસોદિયાની ધરપકડ બાદ મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે તો લોકો રમૂજી મીમ્સ પણ શૅર કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં