બોલીવુડની પઠાણ ફિલ્મ હાલમાં બોયકોટ ટ્રેન્ડના કારણે વિવાદોમાં રહી હતી. પરંતુ વિવાદ ત્યારે વધી ગયો કે થીયેટરોમાં ભીડ ન હોવા છતાં મીડિયામાં તેની કમાણીના આંકડાઓ મોટા આવવા લાગ્યા. ફિલ્મના વિરોધમાં જે વર્ગ હતો તે હંમેશાથી આરોપ લગાવતો આવ્યો છે કે પઠાણના કલેક્શનના આંકડા સાવ ખોટા છે. જો કે હવે કલેક્શનને લઈને જ એક વાત સામે આવી છે. IMDb નામના પ્લેટફોર્મ પર પઠાણનું કલેક્શન (29 જાન્યુઆરી 2023 સુધીનું) બતાવવામાં આવ્યું છે જે સાવ ઓછુ છે.
મળતી માહિતી અનુસાર, IMDb (Internet Movie Database) જે વેબસાઈટ વિશ્વની તમામ ફિલ્મો બાબતે માહિતી આપે છે. તેને એક વિશ્વસનીય માહિતીનો સ્ત્રોત માનવામાં આવે છે. તેણે હાલમાં પઠાણ ફિલ્મના કલેક્શન અંગે આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં આશ્ચર્ય પમાડે તેવી માહિતી સામે આવી છે. પઠાણ ફિલ્મને બોલીવુડની સૌથી સફળ ફિલ્મ બતાવવામાં આવી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પઠાણ ફિલ્મે આખી દુનિયામાં કુલ 700 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. જેમાંથી ભારતમાં 364 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે.
ઉપર બતાવેલા આંકડાઓથી સાવ ઉલટ, જયારે @NYTraveler2 નામના ટ્વીટર યુઝરેના જણાવ્યા પ્રમાણે પઠાણ ફિલ્મના કલેક્શનનો આંકડો સાવ ચોંકાવનારો જ હતો. જ્યાં આખી દુનિયાનું કલેક્શન માત્ર $21,902,358 બતાવતું હતું. (IMDb અનુસાર, આમાંથી અડધી કમાણી અમેરિકા અને કેનેડામાં થઈ છે.) આને ભારતીય રૂપિયામાં રૂપાંતર કરીએ તો માત્ર 180 કરોડ રૂપિયા થાય છે. યાદ રહે કે આ આંકડો આખા વિશ્વનો છે જેનો અર્થ થાય છે કે ભારતમાં તેનું નેટ કલેક્શન તો સાવ ઓછું જ હશે. બીજું કે આ ફિલ્મ બનવવા માટે આશરે 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. માટે સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આ ફિલ્મને ફ્લોપ ગણાવી છે. ધ્યાન રહે કે આ આંકડાઓ 29 જાન્યુઆરી 2023 સુધીનાં છે.
*** Truth is out ***
— NY Traveler (@NYTraveler2) February 4, 2023
Simple Google search “Pathaan collection worldwide IMDB”
Earnings
= 22 mill USD
= 180 Cr Indian Rupee 👇#BoycottBollywood pic.twitter.com/Yf1W4ofJRW
હાલમાં દેશમાં બોલીવુડ બોયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં લોકોનો આરોપ છે કે બોલીવુડ હમેશાથી જ લોકોની ભાવનાનો ખ્યાલ રાખતું નથી. જેમાં ખાસ કરીને એક વર્ગના વિરોધમાં જ હોય છે. સોશિયલ મીડિયાના આ સમયમાં બોયકોટ ટ્રેન્ડએ વધુ વેગ પકડ્યો છે. આ ઉપરાંત સુશાંત સિંહની કથિત આત્મ હત્યા બાદ પણ લોકોનો બોલીવુડ પર ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. IMDb નામના પ્લેટફોમ અનુસાર પઠાણ ફિલ્મની કમાણી સાવ ઓછી બતાવતા લોકો હવે સતત સવાલો કરી રહ્યા છે.