Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલેડીઝ ટેલરનું કામ કરતા ઈબ્રાહીમએ મહિલાઓના નામની ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બીભત્સ...

    લેડીઝ ટેલરનું કામ કરતા ઈબ્રાહીમએ મહિલાઓના નામની ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બીભત્સ હરકતો કરી: સાયબર ક્રાઈમમાં ફરિયાદ થતા પોલીસે પકડી પડ્યો

    ઈબ્રાહીમેં આ વાત સ્વીકારી હતી કે હમણાં સુધી તેને 20 જેટલી મહિલાઓની ફેક આઈડીઓ બનાવી હતી અને તે તમામ આઈડીઓથી ઘણી મહિલાઓ સાથે અશ્વલીલ વર્તન કર્યું હતું. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. આગળની તપાસ ચાલુ છે. 

    - Advertisement -

    ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં વર્ચ્યુઅલ ગુનાઓની સંખ્યા પણ વધતી જ જાય છે. જે લોકો ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે તેઓ અહિયાં પણ પોતાની વિકૃતિ ઠાલવવાનું માધ્યમ બનાવી મુકતા હોય છે. આવો જ એક કિસ્સો હાલમાં સુરતથી ધ્યાને આવ્યો છે. જેમાં એક અસમાજિક તત્વએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અશ્લીલ હરકતો કરી હતી.

    પોલીસ ફરિયાદ મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં રહેતી રમીલા (નામ બદલ્યું છે.) નામની યુવતી કે જે સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી હતી અને તેણે પોતાનું Instagram profile પણ બનાવી હતી. પરંતુ તારીખ ગત નવેમ્બર 2022માં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના જ નામથી એક Instagram profile બનાવી હતી. જેમાં Profile Photo પણ રમીલાનો જ ઉપયોગમાં લીધો હતો. આ જોતા જ યુવતી ચોકી ગઈ હતી. તેણે જાણવાનો પ્રયત્ન કર્યો કે મારા ફોટાનો ઉપયોગ કરી અને મારા જ નામથી કોણે આ આઈડી બનાવી છે? યુવતીએ મેસેજ કરી પૂછ્યું હતું કે તમે કોણ છો? ત્યારે આરોપીએ વિડીઓ કોલ કરી પોતાની નગ્ન અવસ્થા બતાવી હતી. આ જોઈને યુવતીએ વિડીઓ કોલ કટ કરી પરિવારમાં જાણ કરી હતી. 

    ગત પહેલી તારીખના રોજ યુવતીએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે આઈટી એક્ટની ધારા અનુસાર ફરિયાદ નોધી તપાસ ચાલુ કરી હતી. તપાસ કરતા ગત ગુરુવારના રોજ નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલી ભક્તિનગર સોસાયટીમાં મસ્જીદની સામે રહેતો તાઈ ઈબ્રાહીમ નામનો વ્યક્તિ પકડાયો હતો. તાઈ ઈબ્રાહીમ લેડીઝ દરજીનું કામ કરે છે. પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે લેડીઝ દરજીનું કામ કરતી વખતે તેને ઉત્તેજિત વિચાર આવી જતા હતા. પોતાની વાસનાને સંતોષવા માટે તે સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવતો હતો. આવી અઈડીઓ પરથી મહિલાઓને ગંદા ગંદા મેસેજ કરતો હતો. તેમજ કપડા ઉતારીને નગ્ન અવસ્થામાં વિડીઓ કોલ કરતો હતો.

    - Advertisement -

    તેણે એ વાત સ્વીકારી હતી કે હમણાં સુધી તેને 20 જેટલી મહિલાઓની ફેક આઈડીઓ બનાવી હતી. અને તે તમામ આઈડીઓથી ઘણી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. આગળની તપાસ ચાલુ છે. 

    આવા ઘણા કિસ્સાઓ અગાઉ બન્યા છે, જેમાં કોઈ વિકૃત વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી મહિલા સાથે અભદ્ર વર્તન કાર્ય હોય છે. આ કિસ્સો વાલીઓ માટે પણ લાલબત્તી સમાન છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં