Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનેપાળની પવિત્ર નદી કાલીગંડકીમાંથી મળેલી શીલાઓમાંથી બનશે અયોધ્યાના મહારાજ ભગવાન રામ અને...

    નેપાળની પવિત્ર નદી કાલીગંડકીમાંથી મળેલી શીલાઓમાંથી બનશે અયોધ્યાના મહારાજ ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિ

    નોંધનીય છે કે 15 ડિસેમ્બર 2022ના રોજ નેપાળી કેબિનેટની બેઠકમાં કાલીગંડકી નદીમાંથી મળેલા શીલાઓને અયોધ્યા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ પૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉવાએ ગંડકી પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી કૃષ્ણચંદ્ર નેપાળીને શીલા મેળવવા માટે જરૂરી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.

    - Advertisement -

    અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિઓ નેપાળની પવિત્ર નદી કાલીગંડકીમાંથી મળેલી શીલાઓમાંથી બનાવવામાં આવશે. આ કામ માટે બુધવારે (25 જાન્યુઆરી, 2023) નેપાળના મુક્તિનાથ ક્ષેત્રમાંથી બે વિશાળ શીલાઓને અયોધ્યા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ખડકોને શાલિગ્રામ પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. નેપાળની નદી કાલીગંડકી માંથી મળેલી શીલા માંથી ભગવાન રામની મૂર્તિ આવતી મકર સંક્રાંતિ સુધી બની જવાની આશા છે.

    અહેવાલો અનુસાર નેપાળની નદી કાલીગંડકી માંથી મળેલી શીલા માંથી ભગવાન રામની મૂર્તિ બનાવવા માટે મંગાવેલી શીલાઓ અત્યારે અયોધ્યા આવી રહી છે, વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર સિંહ પંકજ બુધવારે નેપાળના મુસ્તાંગ જિલ્લામાંથી બે પવિત્ર શિલાઓ લઈને નીકળ્યા છે. તેઓ શુક્રવાર સુધીમાં અયોધ્યા પહોંચે તેવી શક્યતાઓ છે. ગંડકીના મુખ્યમંત્રી ખગરાજ અધિકારીએ પોખરામાં વિંધ્યવાસિની મંદિરને 23 ટન અને 15 ટનની બે શિલાઓ અર્પણ કરી હતી. નેપાળ પણ ગંડકી રાજ્ય સરકારની જરૂરી વ્યવસ્થા હેઠળ શિલાને જનકપુરથી અયોધ્યા મોકલવાની વ્યવસ્થા કરી રહ્યું છે.

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર જાનકી મંદિરના મહંત શ્રી રામ તપેશ્વર દાસના ઉત્તરાધિકારી રામ રોશન દાસે મીડિયાને જણાવ્યું હતું કે કાલીગંડકીની શિલાને જનકપુરધામ લઈ ગયા પછી અમે તેને શોભાયાત્રા રૂપે અયોધ્યા મોકલીશું. તેમના જણાવ્યા મુજબ, અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જાનકી મંદિરના મહંતને કાલીગંડકી શિલા પ્રદાન કરવાના કાર્યમાં સંકલન કરવા વિનંતી કરી હતી. જનકપુરમાં વસંત પંચમીના તહેવાર પર સંપૂર્ણ વિધિવત તેમની પૂજા કરવામાં આવશે. પૂજા-અર્ચના અને સંતોના અનુષ્ઠાન બાદ શાલિગ્રામને જનકપુરથી અયોધ્યા લાવવામાં આવશે. તેમની આ યાત્રા માટે મધુબની-દરભંગા રૂટ પસંદ કરવામાં આવ્યો છે .

    - Advertisement -

    નોંધનીય છે કે 15 ડિસેમ્બર 2022ના રોજ નેપાળી કેબિનેટની બેઠકમાં કાલીગંડકી નદીમાંથી મળેલા શીલાઓને અયોધ્યા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ પૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉવાએ ગંડકી પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી કૃષ્ણચંદ્ર નેપાળીને શીલા મેળવવા માટે જરૂરી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. ત્યારબાદ નેપાળ અને ભારતના નિષ્ણાતોની ટીમને કાલીગંડકીમાં બે શીલાઓ મળી હતી.

    નેતા વિમલેન્દ્ર નિધિ, વિશ્વ હિન્દુ પરિષદ નેપાળના મહાસચિવ જિતેન્દ્ર કુમાર સિંહ, વિશ્વ હિન્દુ પરિષદ ભારતના કેન્દ્રીય મંત્રી પંકજ સિંહ, કાલીગંડકીના જાણકાર અને ખડક નિષ્ણાત ડૉ.કુલરાજ ચાલીસા વગેરે શિલાની પસંદગી માટે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.કુલરાજ ચાલીસા અનુસાર શરૂઆતમાં બીજી શિલા પસંદ કરવામાં આવી હતી, પરંતુ તેને અયોધ્યા લઈ જવી શક્ય ન હતી. તેથી જ અન્નપૂર્ણા-ધવલગિરી બરફના પર્વતો વચ્ચેથી બે ખડકો લેવાનું નક્કી થયું. આ વર્ષે દેવશિલાને ભેટ તરીકે જનકપુરથી અયોધ્યા મોકલવામાં આવી રહી છે.

    તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ નેપાળના મહાસચિવ જિતેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ તૈયાર કરવામાં નવ મહિનાનો સમય લાગશે. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને કોંગ્રેસ નેતા નિધિએ જણાવ્યું હતું કે, “અયોધ્યામાં નિર્માણ થનારા શ્રી રામ મંદિરના ગર્ભગૃહમાં નેપાળના કાલિગંડકીમાંથી લેવામાં આવેલી ખડકમાંથી કોતરેલી મૂર્તિ રાખવાનું મહત્વ હંમેશા રહેશે. આ કામ કરવા બદલ ગર્વ છે. આનાથી નેપાળ અને ભારત વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનશે.”

    યુએમએલના કેન્દ્રીય સભ્ય અને વિદેશી બાબતોના વિભાગીય નાયબ વડા કૃષ્ણ બહાદુર કેસીએ પણ આ બાબતે જણાવ્યું હતું કે, “મુક્તિનાથના મૂળમાંથી નીકળેલી કાલીગંદકી નદીનો ખડક પોતે જ ખુબ પવિત્ર છે. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં પવિત્ર કાલીગંડકી નદીની શીલા રાખવી એ માત્ર નેપાળ અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની બાબત નથી, પરંતુ કાલીગંડકીના દરિયાકાંઠાના વિસ્તારના રહેવાસીઓ માટે પણ ગૌરવની વાત છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં