Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'અશ્લીલ છે હિંદુ ધર્મના તમામ ગ્રંથ': બાંગ્લાદેશના વિપક્ષ નેતા તારિક રહેમાને હિંદુ...

    ‘અશ્લીલ છે હિંદુ ધર્મના તમામ ગ્રંથ’: બાંગ્લાદેશના વિપક્ષ નેતા તારિક રહેમાને હિંદુ વિરોધી ઝેર ઓક્યું; રોહિંગ્યાઓને હથિયાર પકડાવવાનું કહી લઘુમતીઓને ડરાવ્યા

    ઉલ્લેખનીય છે કે તારિક પાછળ જેનો હાથ હોવાનું માનવામાં આવે છે તે નૂર સફાદી આ પહેલા પત્રકારોને પણ ગર્ભિત ધમકી આપી ચુક્યો છે. કહેવાય છે કે 2021માં દુર્ગા પૂજા દરમિયાન બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા ભયાનક હુમલામાં પણ નૂર સફાદી સામેલ હતો.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં 2024માં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં વિરોધ પક્ષોએ ધાર્મિક કાર્ડ રમવાનું શરૂ કરી દીધું છે. ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી હવે વર્તમાનની શેખ હસીના સરકારને ઘેરવા માટે ઉગ્રવાદી તત્વોને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઉગ્રવાદી સંગઠન જમાત-એ-ઈસ્લામીના વડા નુરુલ હક નૂર અને તેમના સહયોગી અને બાંગ્લાદેશના વિપક્ષ નેતા તારિક રહેમાને હિંદુ વિરોધી ઝેર ઓક્યું હતું અને વર્તમાન સરકારને ઘેરવાની કોશિશ કરી હતી.

    અહેવાલો અનુસાર બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામીના સહયોગીઓ દ્વારા બાંગ્લાદેશી લઘુમતી હિંદુઓ અને ભારત વિરુદ્ધ નફરતભર્યા નિવેદનોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. હિંદુઓ પ્રત્યે નફરત ફેલાવતા બાંગ્લાદેશ ગોનો અધિકાર પરિષદના નેતા અને નુરુલ હક નૂરના સહયોગી, અને બાંગ્લાદેશના વિપક્ષ નેતા તારિક રહેમાને હિંદુ વિરોધી ઝેર ઓકતા ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે હિંદુ ધર્મના ધર્મગ્રંથો કોઈ નૈતિક ઉપદેશો આપતા નથી. આ સાથે તારેક રહેમાને હિંદુ ધાર્મિક ગ્રંથોને અશ્લીલ પણ ગણાવ્યા હતા.

    રોહિંગ્યાઓને હથિયારો પકડાવીશું: તારિક રહેમાન

    આટલું જ નહીં તારીક રહેમાને અન્ય એક નિવેદનમાં રોહિંગ્યાઓને સાથે રાખીને વર્તમાન સરકારને પછાડવાની વાત કરી હતી. અહેવાલો અનુસાર તારિકે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “અમે રોહિંગ્યાઓને હથિયારો પકડાવીશું અને તેમને તાલીમ આપીશું અને તેમને લડવા માટે સુસજ્જ કરીશું’. વાસ્તવમાં, જમાત-એ-ઈસ્લામીના નુરુલ હક નૂર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને પડદા પાછળથી સમર્થન આપી રહ્યા છે, અને સરકારને ઉથલાવી દેવાનું કાવતરું ઘડી રહ્યાં છે.

    - Advertisement -

    અહેવાલો મુજબ તારિક રહેમાન પોતાના સહયોગી નૂરનો બચાવ કરતા પણ જોવા મળ્યા હતા. વાસ્તવમાં નુરુલ હક નૂર પર ‘મેન્ડી સફાદી’ નામની વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક યોજવાનો આરોપ છે. સફાદીને ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદનો એજન્ટ માનવામાં આવે છે. નૂર સફાદી યુએઈમાં ગુનાહિત કાવતરું ઘડવા બદલ ‘રાજદ્રોહ’ નો આરોપી છે. તેની સામે લાગેલા આરોપોમાં કહેવામાં આવી રહ્યું છે કે નૂર બાંગ્લાદેશમાં ચૂંટાયેલી સરકારને હટાવવાના કાવતરામાં સામેલ છે.

    પત્રકારોને પણ ધમકી આપી ચુક્યો છે તરીકનો સહયોગી નૂર સફાદી

    ઉલ્લેખનીય છે કે તારિક પાછળ જેનો હાથ હોવાનું માનવામાં આવે છે તે નૂર સફાદી આ પહેલા પત્રકારોને પણ ગર્ભિત ધમકી આપી ચુક્યો છે. કહેવાય છે કે 2021માં દુર્ગા પૂજા દરમિયાન બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા ભયાનક હુમલામાં પણ નૂર સફાદી સામેલ હતો. સાઉદી અરેબિયામાં રહેતા નૂર સફાદીએ એક ફેસબુક લાઈવમાં તેના વિરુદ્ધ બોલતા પત્રકારોને “સુધરી જવાની” ચેતવણી આપી હતી. નૂરે પત્રકારોને સત્તાના ગુલામ કહ્યા હતા અને આ જ વીડિયોમાં નૂરે પત્રકારોને ચેતવણી આપી હતી કે તેઓ તેમના ‘મિશન’ પર સવાલ ઉભા ન કરે. ફેસબુક પર લાઈવ આવીને તેણે સરકારને તોડવા માટે મોસાદ સાથે મળીને કાવતરું કરી રહ્યો છે તેવું પણ કહ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં