Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલોકો વચ્ચે ભય પેદા કરવા ઈરાન ધડાધડ આપી રહ્યું છે પ્રદર્શનકારીઓને મૃત્યુદંડ:...

    લોકો વચ્ચે ભય પેદા કરવા ઈરાન ધડાધડ આપી રહ્યું છે પ્રદર્શનકારીઓને મૃત્યુદંડ: વધુ 2 નાગરિકોને ફાંસીની સજા, 11ને જેલમાં ધકેલ્યા

    ઈરાનમાં મોટાપાયે હિજાબ વિરોધી પ્રદર્શનો સંદર્ભે આ બે લોકોને ફાંસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    ઈરાને તેના વધુ બે નાગરિકોને ફાંસીની સજા આપી છે. દેશમાં મોટાપાયે હિજાબ વિરોધી પ્રદર્શનો સંદર્ભે આ બે લોકોને ફાંસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંનેને પ્રદર્શનો દરમિયાન અર્ધલશ્કરી દળના એક સભ્યની હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

    ઈરાને સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવા બદલ જે બે લોકોને ફાંસી આપી છે, તેમની ઓળખ મોહમ્મદ મેહદી કરમી (22) અને સૈયદ મોહમ્મદ હુસૈની (20) તરીકે થઈ છે. આ જ કેસમાં અન્ય ત્રણને પણ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે 11ને જેલની સજા થઈ છે. બંને લોકોને ડિસેમ્બરની શરૂઆતમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી અને આ અઠવાડિયે ઈરાનની ટોચની અદાલતે તેમની સજાને યથાવત રાખી હતી.

    યુરોપિયન યુનિયનના ટોચના રાજદ્વારીઓએ આ ઘટનાની નિંદા કરી હતી. તેણે ઈરાનને પ્રદર્શનકારીઓની ફાંસી તાત્કાલિક રોકવા માટે કહ્યું. બ્રિટિશ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવર્સીએ કહ્યું કે ઈરાને તરત જ તેના લોકોને મોતની સજા આપવાનું બંધ કરવું જોઈએ.

    - Advertisement -

    તાજેતરમાં ઈરાનમાં એક 26 વર્ષના યુવકને ફાંસી આપવામાં આવી હતી. યુવકે ફાંસીની સજા આપતા પહેલાં તેના અંતિમ વીડિયોમાં જે કહ્યું તેની ભારે ચર્ચા થઈ હતી. યુવકે લોકોને તેની કબર પર કુરાન ન વાંચવાની અપીલ કરી હતી. યુવકે કહ્યું હતું કે, તેના મૃત્યુ પર કોઈએ શોક ન કરવો જોઈએ. સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ઈરાની પોલીસે યુવકની ધરપકડ કરી હતી. કોર્ટના ચુકાદા બાદ ઈરાન સરકારે લોકોમાં પોતાનો ડર ફેલાવવા માટે મજીદરેઝા રહનાવરદ નામના આ છોકરાને મશહાદ શહેરમાં જાહેરમાં ફાંસી આપી દીધી હતી. ઈરાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં 10થી વધુ લોકોને ફાંસી આપવામાં આવી છે. આ વીડિયો ઈરાની હ્યુમન રાઈટ્સ એનજીઓના ડિરેક્ટર મહમૂદ અમીરીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં રેહનવર્ડની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. તેને બે નકાબ પહેરેલા રક્ષકોએ ઘેરેલો હતો

    નોંધનીય છે કે ઈરાનમાં સરકાર વિરૂદ્ધ પ્રદર્શનો 16 સપ્ટેમ્બરે 22 વર્ષની યુવતી મહસા અમીનીના મોત બાદ શરૂ થયા હતા. પોલીસે મહસાની હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. તેણે કસ્ટડીમાં જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઈરાનમાં આ ઘટનાનો વિરોધ શરૂ થયો ત્યારે લોકોમાં ભય પેદા કરવા માટે યુવકોને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં