Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈરાનમાં 26 વર્ષીય યુવકને ફાંસીના માંચડે લટકાવાયો, અંતિમ શબ્દોમાં કહ્યું- મારા મોત...

    ઈરાનમાં 26 વર્ષીય યુવકને ફાંસીના માંચડે લટકાવાયો, અંતિમ શબ્દોમાં કહ્યું- મારા મોત પર કુરાન ન પઢતા, ઉજાણી કરજો- વિડીયો વાયરલ

    "હું નથી ઈચ્છતો કે મારા મોત પર કોઈ પણ વ્યક્તિ શોક મનાવે, કોઈએ પણ કોઈ પણ પ્રકારની દુઆઓ ન કરવી, મારી કબર પર કલ્પાંત ન કરવામાં આવે, હું નથી ઈચ્છતો કે મારી કબર પર આવીને કોઈ કુરાન કે નમાઝ ન પઢે. તમામ લોકો મારા મોતની સંગીત વગાડીને ઉજવણી કરે અને ખુશીઓ મનાવે અને કાયમ ખુશ રહે."

    - Advertisement -

    ઈરાનમાં 26 વર્ષીય રેહવર્દન નામના યુવકને હિજાબનો વિરોધ કરવા બદલ ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો છે. ફાંસી લટકતાં પહેલાં ઈરાની યુવક રેહવર્દને કહ્યું હતું કે, મારા મોત પર કુરાન ન પઢતા, કોઈ પણ શોક પાળ્યા વગર ઉજવણી કરજો.” હાલ સોશિયલ મીડિયામાં રેહવર્દન નામના આ યુવકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો તેને ફાંસીએ ચઢાવાયાના થોડા સમય પહેલાંનો છે. નોંધનીય છે કે ઈરાનમાં છેલ્લા ઘણા સમયથી શરિયા કાનુન અને હિજાબનો વિરોધ થઇ રહ્યો છે.

    વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં ફાંસી ચઢતા પહેલા ઈરાની યુવક રેહવર્દને પોતાના અંતિમ શબ્દો કહ્યા હતા. વિડીયોમાં રેહવર્દન કહી રહ્યો છે કે તેની મોત પર કોઈ માતમ ન મનાવવામાં આવે અને કોઈ કુરાન પણ ન પઢે. આ વિડીયો ઈરાની માનવાધિકાર એનજીઓના ડાયરેક્ટર મહમુદ અમીરીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. આ વિડીયોમાં યુવકની આંખો પર કાળી પટ્ટી બાંધવામાં આવી છે, અને કાળા મહોરા પહેરેલા 2 હથિયારધારી ગાર્ડ તેને પકડીને ઉભા નજરે પડે છે.

    વિડીયોમાં રેહવર્દન તેની સ્થાનિક ભાષામાં કહી રહ્યો છે કે, “હું નથી ઈચ્છતો કે મારા મોત પર કોઈ પણ વ્યક્તિ શોક મનાવે, કોઈએ પણ કોઈ પણ પ્રકારની દુઆઓ ન કરવી, મારી કબર પર કલ્પાંત ન કરવામાં આવે, હું નથી ઈચ્છતો કે મારી કબર પર આવીને કોઈ કુરાન કે નમાઝ ન પઢે. તમામ લોકો મારા મોતની સંગીત વગાડીને ઉજવણી કરે અને ખુશીઓ મનાવે અને કાયમ ખુશ રહે.”

    - Advertisement -

    અહેવાલો મુજબ રેહવર્દન પર હિજાબ વિરુદ્ધ પ્રદર્શન કરતી વખતે 2 પોલીસ અધિકારીઓની હત્યા અને 4 પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો પણ આરોપ હતો. જેને લઈને તેહરાનની અદાલતે તેને મોતની સજા ફટકારી હતી. રિપોર્ટ મુજબ રેહવર્દનને ગત 12 ડીસેમ્બર 2022ના રોજ ફાંસી આપી દેવામાં આવી હતી. નોંધનીય છે કે રેહવર્દનની ફાંસીના 4 દિવસ પહેલાં એક 23 વર્ષીય યુવાન મોહસીન શેખરીને પણ હિજાબ વિરોધ પ્રદર્શનમાં પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાના આરોપમાં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો.

    પ્રોટેસ્ટર મોનીટર શોસીય્લ મીડિયા હેન્ડલ 1500tasvir અનુસાર રેહવર્દનને ફાંસી આપવામાં આવી તે પહેલા તેની માતાને મળવા દેવામાં આવી હતી, પરંતુ તેને ફાંસી વિશે જણાવવામાં આવ્યું ન હતું. આ ટ્વીટમાં રેહવર્દનનો તેની અમ્મી સાથેનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. સાથે જ લખવામાં આવ્યું છે કે ફાંસી પહેલા રેહવર્દનની અમ્મીને તેણે મળવા દેવામાં આવી હતી. તેમના ચહેરા પર હાસ્ય હતું. રેહવર્દનની અમ્મીને જરા પણ અંદાજો નહીં હોય કે તેમના પુત્રને મારી નાંખવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઈરાનમાં સરકાર વિરોધી દેખાવોએ શાસનને હચમચાવી નાખ્યું છે. ગત 16 સપ્ટેમ્બરે 22 વર્ષીય યુવતી મહસા અમીનીના મૃત્યુ ઈરાનમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનો બાદ શરૂ થયા હતા. પોલીસે મહસાની હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. અને પોલીસ કસ્ટડીમાં તેનું શંકાસ્પદ રીતે મૃત્યું થયું હતું. ઈરાન સરકાર પ્રદર્શનોને ડામવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. લોકોમાં ભય પેદા કરવા માટે વિરોધ પ્રદર્શનમાં સામેલ યુવાનોને જાહેરમાં ફાંસી આપવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં