Tuesday, May 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ ભીડ, આરફા, મજહબ, ઉર્દૂ નહીં..હિન્દી: હલ્દ્વાનીમાં જમીન કબ્જો કરીને બેઠેલા લોકોને...

    મુસ્લિમ ભીડ, આરફા, મજહબ, ઉર્દૂ નહીં..હિન્દી: હલ્દ્વાનીમાં જમીન કબ્જો કરીને બેઠેલા લોકોને પત્રકારે આપી ટ્રેનિંગ, કહ્યું- The Wire પર પ્રકાશિત થશે

    હલ્દ્વાની વનભૂલપુરા વિસ્તારની જે ગલીઓના વિડીયો વાયરલ કરવા આવ્યા છે ત્યાં પહોંચવા પર અમને વિરોધ-પ્રદર્શન કરતી ભીડ જ ન દેખાઈ. સામાન્ય ચહલ-પહલ હતી. બહુ આશ્ચર્ય થયું પરંતુ પછી ગલીઓમાં થોડો સમય પસાર કર્યા બાદ સાચી વાત જાણવા મળી.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાની ખાતે સરકારી જમીન પર કબ્જો જમાવીને મફતમાં રહેતા લોકો માટે ડાબેરી મીડિયાએ આગળ આવવાનું શરૂ કરી દીધું છે. એક જગ્યાએ ભીડ એકઠી કરીને તેઓ રડારોળ કરતા હોય તેવા વિડીયો વારંવાર ચલાવવામાં આવી રહ્યા છે. માનવતાની વાતો કરીને સરકાર પાસેથી મફતમાં વધુ સુવિધાઓ આપવાની અપીલ કરવામાં આવી રહી છે. ભીડ ક્યાંથી આવી રહી છે, કોણ શું કહી રહ્યું છે અને કોને શું પૂછવામાં આવી રહ્યું છે- આ જાણવા-સમજવા માટે ઑપઇન્ડિયાની ટીમ ગ્રાઉન્ડ પર પહોંચી હતી. અહીં એક કથિત પત્રકાર પણ મળ્યો, જે લોકોને શું બોલવું તેની ટ્રેનિંગ આપતો હતો અને એમ પણ કહેતો હતો કે તે The Wire પર પ્રકાશિત થશે.

    હલ્દ્વાની વનભૂલપુરા વિસ્તારની જે ગલીઓના વિડીયો વાયરલ કરવા આવ્યા છે ત્યાં પહોંચવા પર અમને વિરોધ-પ્રદર્શન કરતી ભીડ જ ન દેખાઈ. સામાન્ય ચહલ-પહલ હતી. બહુ આશ્ચર્ય થયું પરંતુ પછી ગલીઓમાં થોડો સમય પસાર કર્યા બાદ સાચી વાત જાણવા મળી. પોતાની બાજુનું (ડાબેરી) મીડિયા આવવા પર 50-100 લોકોની ભીડ એકઠી થઇ જતી હતી અને તેમના સિવાય અન્ય મીડિયા સામે અહીંના લોકો કંઈ બોલતા પણ નથી કે ભીડ પણ થતી નથી. 

    આ જ ગલીઓમાં ફરતાં-ફરતાં મને 8-10 લોકોની ભીડ દેખાઈ. ઉત્સુકતા થઇ તો હું પણ એ ભીડમાં સામેલ થઇ ગયો. મોબાઈલનો કેમેરો ચાલુ કરી દીધો હતો. અહીં એક વ્યક્તિ કેટલાક લોકોને કંઈક સમજાવી રહ્યો હતો. ઠંડીથી બચવા માટે ભૂરા રંગની ટોપી પહેરેલો શખ્સ લોકોને આરફા (ખાનમ શેરવાની)નું નામ લઈને કંઈક કહી રહ્યો હતો. આરફાના મઝહબ સાથે આ ભીડના (જેમાં કેટલાક દાઢીવાળા તો કેટલાક ઇસ્લામી ટોપી પહેરેલા વ્યક્તિ જોવા મળ્યા) મઝહબ સાથે જોડી રહ્યો હતો. ‘આરફા કેટલું સરસ બોલે છે’- કહીને તે લોકોને બોલવા માટે અપીલ કરી રહ્યો હતો. 

    - Advertisement -

    ત્યારપછી ભીડની નજરમાં મારા મોબાઈલનો કેમેરો ચડી ગયો એટલે મેં બંધ કરવામાં જ શાણપણ સમજ્યું. જોકે, ચાલાકી વાપરીને ઓડિયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું. વિડીયોથી પણ મજાની વાતો આ ઓડિયોમાં રેકોર્ડ થઇ. ભીડે શું બોલવાનું છે, કેવી રીતે બોલવાનું છે, કઈ ભાષામાં બોલવાનું છે- બધું જ આ કથિત પત્રકાર જણાવી રહ્યો હતો. આ જ ઓડિયો રેકોર્ડિંગમાં એ પણ જાણવા મળ્યું કે કથિત પત્રકાર ‘The Wire’ પર પણ આ સમાચાર ચલાવશે. એવું તેણે પોતે જ કહ્યું હતું. હલ્દ્વાનીના વનભૂલપુરા વિસ્તારમાં ગેરકયદેસર કબ્જો જમાવીને રહેતા લોકોને ટ્રેનિંગ આપતા આ પત્રકારને સાંભળો. 

    “તમારે છેલ્લે કન્કલુઝનમાં કહેવાનું છે સુપ્રીમ કોર્ટને, કારણ કે ટેગલાઈન તેની ઉપર જ હશે. વારંવાર કહી રહ્યો છું, કહો કે હું સુપ્રીમ કોર્ટને કહેવા માંગુ છું.. અમે પણ ભારતના નાગરિકો છીએ અને મહેરબાની કરીને અમારી સાથે જે થઇ રહ્યું છે….નહીં ઉર્દૂ શબ્દ ન બોલો, હિન્દી વર્ડ યુઝ કરો…અમારી ઉપર જે અન્યાય થઇ રહ્યો છે, તેની ઉપર તમે સંજ્ઞાન લો.”

    જોકે, આટલું સમજાવ્યા પછી પણ છેલ્લે ભીડ ભૂલ કરી દે છે. પરંતુ કથિત પત્રકારના ધૈર્યને સલામ. તે ભીડને ફરી સમજાવે છે. હવે તે બરાબર ભણાવી દે છે અને અંતે ફાઇનલ રેકોર્ડિંગ થાય છે. આ ટ્રેનિંગ પામેલી ભીડમાં મહિલા, બાળકો, ગર્ભવતી મહિલા, માનવતા જેવા તમામ શબ્દો ઘૂસાડવામાં આવ્યા છે. તેમાં જ કથિત પત્રકાર ભીડને શાબાસી પણ આપે છે અને ‘The Wire’ પર તેને પ્રકાશિત કરવાનો પણ વાયદો આપે છે. 

    હલ્દ્વાનીમાં ડાબેરી મીડિયા ભીડને સામે ચાલીને પાઠ ભણાવી રહ્યું છે, પણ આશ્ચર્ય પામવાની જરૂર નથી. આ તેમનું જૂનું હથિયાર છે, તેઓ આ જ રીતે નરેટિવ બનાવતા આવ્યા છે, બનાવતા રહેશે. અમે પહેલાં પણ તે લોકોને ખુલ્લા પાડ્યા છે, આગળ પણ ખુલ્લા પાડતા રહીશું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં