Tuesday, April 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટબજારોમાં ચહલપહલ, ચર્ચાનો વિષય એકદમ ઠંડો: હલ્દવાનીમાં કોઈ ધરણા-પ્રદર્શન જોવા ન મળ્યાં,...

  બજારોમાં ચહલપહલ, ચર્ચાનો વિષય એકદમ ઠંડો: હલ્દવાનીમાં કોઈ ધરણા-પ્રદર્શન જોવા ન મળ્યાં, શું ઓવૈસી-ઝુબૈર પરાણે ‘શાહીનબાગ-2’ બનાવવા માંગે છે?

  મીડિયા અને સોશિયલ મીડિયા રિપોર્ટ્સનું માનવું હતું કે ઉત્તરાખંડના હલ્દવાનીમાં થયેલા હંગામાનો જોતા લાગતું હતું કે ત્યાં શાહીન બાગ-2ની તૈયારી ચાલી રહી છે, ત્યારે 3 જાન્યુઆરીએ ગ્રાઉન્ડ લેવલ પર આવું કંઈ પણ નજરે પડ્યું ન હતું.

  - Advertisement -

  ઉત્તરાખંડમાં રેલ્વેની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ કરનારાઓને હટાવવા પર ઉભા થયેલા વિવાદની જમીની વાસ્તવિકતા તપાસ કરવા ઑપઈન્ડિયાની ટીમ મંગળવારે (3 જાન્યુઆરી, 2023) હલ્દવાની પહોંચી હતી. સોશિયલ અને નેશનલ મીડિયામાં ચાલી રહેલા ઉત્તરાખંડના હલ્દવાનીમાં થયેલા હંગામાનો માહોલ જોતા અમને લાગ્યું હતું કે શિયાળામાં ત્યાંનું વાતાવરણ ગરમ હશે. જોકે, અમારી અપેક્ષાથી વિપરીત હલ્દવાનીમાં સ્થિતિ એકદમ સામાન્ય હતી. બજારોમાં ચહલપહલ જોવા મળી હતી અને લોકો તેમના રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા. બાકીના વિસ્તારો સિવાય આ અઠવાડિયે કબજેદારો દ્વારા હંગામો જોયો હતો તે વનભૂલપુરા વિસ્તાર પણ સંપૂર્ણપણે શાંત દેખાતો હતો.

  ટ્રેક પર રેલવે પ્રોટેક્શન ફોર્સનું સતત પેટ્રોલિંગ

  ઉત્તરાખંડના હલ્દવાનીમાં થયેલા હંગામાનો માહોલ જોવા બપોરે 12 વાગ્યાની આસપાસ અમે હલ્દવાની રેલવે સ્ટેશન પહોંચ્યા. હાઇકોર્ટે આ સ્ટેશનની આસપાસની જમીનો પરના અતિક્રમણને દૂર કરવાના આદેશો જારી કર્યા છે. સ્ટેશન પર આવતી અને જતી ટ્રેનોની બારીઓમાંથી, ગફૂર બસ્તી નામનો વિસ્તાર સ્પષ્ટપણે જોઈ શકાય છે જ્યાં કોર્ટના આદેશ વિરુદ્ધ ગેરકાયદેસર કબજેદારોએ કરેલા ભડકામાં ઓવૈસી અને મોહમ્મદ ઝુબેર જેવા લોકોએ દિલ્હી અને હૈદરાબાદથી ઘી હોમ્યું હતું. સ્ટેશન પરથી અમે જોયું કે રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો ટ્રેક પર સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

  3-4 ની સંખ્યામાં સુરક્ષા દળો સ્ટેશનની બંને બાજુએ જતા ટ્રેક પર વારંવાર પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

  - Advertisement -
  રેલ્વે ટ્રેક પર સતત પેટ્રોલિંગ (ફોટો સાભાર ऑपइंडिया)

  આ સાથે સૈનિકો પણ પ્લેટફોર્મ પર બાઝ નજર રાખી બેઠા હતા. હલ્દવાની રેલવે સ્ટેશનના પાર્કિંગ પ્લેસમાં પણ જવાનો સતત પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. સ્ટેશનથી ગફૂર બસ્તી પહોંચવાનો સારામાં સારો રસ્તો પગપાળા છે, કારણ કે જ્યાં સ્ટેશનની સીમા પૂરી થાય છે ત્યાંથી જ ગફૂર બસ્તી શરૂ થાય છે.

  સ્ટેશનની બહાર તૈનાત ફોર્સ (ફોટો સાભાર ऑपइंडिया)

  શહેરમાં પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

  હવે અમે ઉત્તરાખંડના હલ્દવાનીમાં થયેલા હંગામાનો માહોલ જોવા આવ્યાં છીએ તો શહેર પર પણ એક નજર નાંખવી જરૂરી હતું, જે માટે સ્ટેશન પરિસર છોડ્યા પછી અમે વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરવા શહેરના અન્ય ભાગો તરફ પ્રયાણ કર્યું. આ દરમિયાન અમે સદર બજાર, કિડવાઈ નગર, નયા બજાર વગેરે વિસ્તારોની મુલાકાત લીધી. અમને જાણવા મળ્યું કે લગભગ તમામ ચોકો પર પોલીસ કર્મચારીઓ તૈયાર હતા. જો કે થોડા સમય પછી શીખોનું (સરદાર) એક મોટું સરઘસ પણ નીકળ્યું. સ્થાનિક લોકોએ અમને માહિતી આપી હતી કે શીખ સરઘસની સુરક્ષા માટે શહેરમાં વધારાની પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે. 4 વાગ્યાની આસપાસ સરઘસ સમાપ્ત થયું, ત્યારબાદ પોલીસ બંદોબસ્ત પણ ઘટાડવામાં આવ્યો.

  શહેરમાં નીકળેલું શીખોનું સરઘસ (ફોટો સાભાર ऑपइंडिया)

  વનભૂલપુરા ગફૂર બસ્તીમાં સ્થિતિ સાવ સામાન્ય

  મીડિયા અને સોશિયલ મીડિયા રિપોર્ટ્સનું માનવું હતું કે ઉત્તરાખંડના હલ્દવાનીમાં થયેલા હંગામાનો જોતા લાગતું હતું કે ત્યાં શાહીન બાગ-2ની તૈયારી ચાલી રહી છે, ત્યારે 3 જાન્યુઆરીએ ગ્રાઉન્ડ લેવલ પર આવું કંઈ પણ નજરે પડ્યું ન હતું. ઑપઈન્ડિયાની ટીમે વનભૂલપુરાના વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી જેને અતિક્રમણ વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને બુલડોઝિંગ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તે સ્થળોએ લોકો સામાન્ય દિવસોની જેમ દિવસ પસાર કરતા જોવા મળ્યા હતા. વનભૂલપુરા વિસ્તારમાં રખડતા અને ત્યાં શાકભાજી વેચતા 2 નેપાળી નાગરિકોને મેં ધરણાની જગ્યા વગેરે વિશે પૂછતાં તેઓએ પોતાને આ તમામ બાબતથી અજાણ હોવાનું જણાવ્યું હતું.

  લગભગ આખા વનભૂલપુરા વિસ્તારની મુલાકાત લીધા પછી પણ અમને ક્યાંય કોઈ ભીડ, કોઈ બુમબરાડા, વિરોધ કે કોઈ પ્રકારનો હોબાળો જોવા ન મળ્યો.

  રેલ્વે લાઈનના આસપાસના વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ (ફોટો સાભાર ऑपइंडिया)

  અહીં ખાસ વાત તો અમને તે લાગી કે શહેરના અન્ય ભાગો સિવાય વનભૂલપુરા વિસ્તારમાં જ લોકોને કબજો અને અતિક્રમણ વિરોધી ઝુંબેશની ચર્ચા કરતા સાંભળવા મળ્યા ન હતા. તેમની વાતચીતનો મુખ્ય વિષય ઠંડી અને તાપમાન હતો.

  મીડિયાની હિલચાલ પણ નહિવત

  અચરજ પમાડે તેવી વાત તો તે હતી કે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરાવવામાં આવી રહેલા હલ્દવાનીમાં મીડિયા ચળવળ પણ સાવ નજીવી હતી. વનભૂલપુરા અને કિડવાઈ નગર વિસ્તારમાં લગભગ 2 કલાક સુધી ફરતી વખતે અમે માત્ર ‘મિરર નાઉ’ ટીમને કવરેજ કરતી જોઈ. જો કે, તેમને જોઈને પાછળથી કોઈએ ‘મીડિયા ગો બેક’ બૂમો પણ પાડી. આ દરમિયાન કોઈએ મીડિયા સાથે વાત કરી ન હતી. લગભગ 15 મિનિટ પછી તેમની ટીમ પરત ફરી ગઈ હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં