જમ્મુના રાજૌરીના ડાંગરી ગામમાં બે આતંકવાદી ઘટનાઓમાં છ લોકોના મોત થયા બાદ લોકોમાં ભારે રોષ છે. દરમ્યાન જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હા પીડિતોને મળવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનો સાથે વાત કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. આ ઉપરાંત ઘાયલોની સારી સારવાર માટે વહીવટીતંત્રને સૂચના આપી હતી.
અધિકારીઓએ એલજી મનોજ સિન્હાને સમગ્ર પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. આતંકવાદી ઘટનાઓ પછી મુખ્ય શહેર રાજૌરી, શહેર જમ્મુ, સુંદરબની, પૂંછ સહિત ઘણા વિસ્તારોમાં આતંકવાદી હુમલાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યા છે.
જ્યારથી આ આંતકવાદની ઘટના ઘટી ત્યારથી જ સ્થાનિક લોકમાં ઉગ્ર રોષ હતો, સ્થાનિક સંગઠનોએ રાજ્યના એલ.જી. પીડિતોની મુલાકાત લે તેના માટે સતત માંગ કરી રહ્યા હતા. આ માંગને ધ્યાને લઈને જ એલ.જી. પીડિત પરિવારને મળવા પહોચ્યા હતા.
આ સાથે મનોજ સિન્હાનું એક નિવેદન હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેમાં પીડિત પરિવારને મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે “અમે અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી સૂચનો કર્યા છે. કોઈના પણ મૃત્યુને આર્થિક વળતર સાથે ન જોડવું જોઈએ પરંતુ તે અમારી જવાબદારી છે કે પરિવારને આર્થિક સહયોગ કરીએ, તેમના પરિવારના સભ્યોને નોકરી આપીએ જે કરીશું પણ. સાથે સાથે તેમની જે ચિંતાઓ છે તેને પણ ધ્યાન રાખીને જરૂરી પગલાંઓ લઈશું”
વધુમાં તેમણે કહ્યું કે “જે સુરક્ષામાં ચૂક થઈ છે તેની પણ પૂરતીતપાસ કરીશું. જે પણ આતંકીતત્વોએ આ ઘટનાને અંજામ આપ્યો છે તેમાંથી કોઈને પણ છોડીશું નહીં અને હિસાબ બરાબર કરીશું.”
નોંધવું જોઈએ કે રવિવારે (1 જાન્યુઆરી 2023) જમ્મુના રાજૌરી જીલ્લાના ડાંગરી વિસ્તારમાં હિંદુઓ ઉપર આડેધડ ગોળીઓ વરસાવી હતી જેમાં 4 લોકોના મૃત્યુ થયા હતા, જયારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં 3 લોકોની હાલત વધુ ગંભીર છે, તેના બીજા જ દિવસે આ જ વિસ્તારમાં આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કરતા એક બાળકનું મોત નીપજ્યું છે અને 5 લોકો ગંભીર રીતે ઘવાયા છે. આ હુમલા પહેલાં હિંદુઓનાં આધાર કાર્ડ માંગીને તેની ઉપરથી હિંદુ જ છે એવું કન્ફર્મ કરીને ગોળી મારવામાં આવી હતી.
આ ધટનાનાં કારણે સ્થાનિક હિંદુઓમાં ભય વ્યાપી ગયો છે. ઘણા લોકોએ આ ઘટનાને કાશ્મીરી હિંદુઓનાં નરસંહાર સાથે સરખાવી હતી.