Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્વ. હીરાબાનું અપમાન કરનાર ભાગેડુ કોંગ્રેસી નેતા અફઝલ લખાની જામનગર SOG દ્વારા...

    સ્વ. હીરાબાનું અપમાન કરનાર ભાગેડુ કોંગ્રેસી નેતા અફઝલ લખાની જામનગર SOG દ્વારા ઝડપાયો: ઑપઇન્ડિયાએ ગઈકાલે જ આ અંગે આપ્યો હતો અહેવાલ

    જામનગરના સિક્કા ગમે રહેતા અને યુવા કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના ગુજરાત કન્વીનર એવા અફઝલ લખાની અને તેના સગીરાતો ઘણા સમયથી ફેસબુક પર ‘ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત‘ નામનું એક પેજ અને ગ્રુપ ચલાવી રહ્યા હતા. જ્યાં તેઓ રોજે રોજ ભાજપ અને હિંદુઓ પર અપમાનજનક પોસ્ટ્સ અને ટિપ્પણીઓ કરતા રહેતા હતા.

    - Advertisement -

    કોંગ્રેસના ભાગેડુ નેતા અફઝલ લખાનીને જામનગર SOGએ શોધીને તેની ધરપકડ કરી લીધી છે. તેણે અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મળીને PM મોદીના માતા હીરાબાના મૃત્યુ બાદ ફેસબુક પર તે બંને પાર શ્રેણીબદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જે બાદ જામનગર SOGએ ફરિયાદ નોંધતા તે ફરાર થઇ ગયો હતો.

    અહેવાલો અનુસાર અફઝલ કાસમભાઈ લખાની ફેસબુક પર ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામનું એક પેજ અને એક ગ્રુપ ચલાવતો હતો. જેમાં 30 ડિસેમ્બરે પ્રધાનમંત્રીના માતા હીરાબાના મૃત્ય બાદ તેણે PM મોદી અને હીરાબા વિષે અનેક અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી જે વાઇરલ થઇ હતી.

    આ અંગેની જાણકારી જામનગર એસઓજીને મળતા તેમણે તાત્કાલિક આ અંગે ગુનો દાખલ કરી અફઝલની સામે કાવતરા સહિત માનહાની, સુલેહ શાંતિ ભંગ તેમજ સોશિયલ મીડિયાનો દુરુપયોગ સહિતની કલમો અંગે ગુનો નોંધ્યો હતો. જે બાદ આ અફઝલ ફરાર થઇ ગયો હતો. 2 દિવસની શોધખોળને અંતે અફઝલ પોલીસના હાથે લાગ્યો હતો.

    - Advertisement -

    જામનગર SOGએ તેની અટક કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલી આપવા હુકમ કર્યો હતો. જે બાદ એને પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો.

    શું હતો પૂરો ઘટનાક્રમ?

    જામનગરના સિક્કા ગમે રહેતા અને યુવા કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના ગુજરાત કન્વીનર એવા અફઝલ લખાની અને તેના સગીરાતો ઘણા સમયથી ફેસબુક પર ‘ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત‘ નામનું એક પેજ અને ગ્રુપ ચલાવી રહ્યા હતા. જ્યાં તેઓ રોજે રોજ ભાજપ અને હિંદુઓ પર અપમાનજનક પોસ્ટ્સ અને ટિપ્પણીઓ કરતા રહેતા હતા.

    આ પેજ અને ગ્રુપ હમેશાથી ભાજપ અને હિંદુઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરવા માટે વિવાદમાં રહ્યું છે. તે પેજ પર 30 ડિસેમ્બરના રોજ હીરાબાના મૃત્યુ બાદ શ્રેણીબંધ રીતે સ્વ. હીરાબા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અતિશય અપમાનજનક પોસ્ટ્સ કરવામાં આવી હતી.

    જામનગર પોલીસના ધ્યાને આ વાત પડતા તેઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તુરંત જ આ ગ્રુપના એડમીન્સ પર નામજોગ ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં જાહેર સુલેહ અને શાંતિનો ભંગ કરવાની, ધર્મ-કોમ વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાની કલમો ઉપરાંત કાવતરું રચીને ગુન્હો કર્યા બાબતની કલમો ઉમેરી હતી. ત્યારબાદ આરોપીઓ ફરાર હોવાનું માલુમ પડ્યું હતું અને 2 દિવસથી આ પેજ અને ગ્રુપમાં કોઈ નવી પોસ્ટ જોવા મળી નથી.

    કોંગ્રેસનો પ્રદેશકક્ષાનો નેતા છે અફઝલ

    નોંધનીય છે કે ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જ આ હિંદુદ્વેષી અફઝલને કોંગ્રેસે યુવા કોંગ્રેસ માટે સમગ્ર ગુજરાતનો સોશિયલ મીડિયા કન્વીનર બનાવ્યો હતો.

    આ બાબતે યુથ કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર આઈડીથી જાહેરાત પણ કરવામાં આવી હતી.

    શિવલિંગનું પણ કરી ચુક્યો છે અપમાન

    ગત વર્ષના મે મહિનામાં જયારે જ્ઞાનવાપી વિવાદિત માળખાના વજુખાનામાંથી ભગવાન મહાદેવનું શિવલિંગ મળી આવ્યું હતું ત્યારે પણ આ અફઝલે શિવલિંગ અને તેના દ્વારા હિંદુઓના આરાધ્ય ભગવાન શિવનું અપમાન કર્યું હતું અને સમાચારોમાં આવ્યો હતો.

    અફઝલ લખાનીએ ત્યારે થાળી અને પ્યાલાનો ફોટો મુકીને તેને શિવલિંગ સાથે સરખાવીને હિંદુઓની લાગણીઓનું અપમાન કરતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી.

    હવે જોવાનું એ રહેશે કે 2 દિવસના પોલીસ રિમાન્ડ બાદ તેની પાસેથી કઈ કઈ જાણકારીઓ બહાર આવે છે. અને તે તેના અન્ય સાથીદારોના નામ આપે છે કે નહિ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં