Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુથ કોંગ્રેસ IT-સેલ કન્વીનર અફઝલ લખાની સહિત 2 સામે ફરિયાદ: ફેસબુક પર...

    યુથ કોંગ્રેસ IT-સેલ કન્વીનર અફઝલ લખાની સહિત 2 સામે ફરિયાદ: ફેસબુક પર PM મોદી અને સ્વ. હીરાબા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી; હાલ બંને ફરાર

    કોંગ્રેસના પ્રદેશ IT-સેલ કન્વીનર અફઝલ લખાનીએ PM મોદી અને સ્વ. હીરાબા વિષે ફેસબુકમાં અતિશય અશ્લીલ ભાષામાં અપમાનજનક પોસ્ટ્સ મુકતા પોલીસે ગુન્હો નોંધ્યો. આ પહેલા તેને શિવલિંગનું પણ અપમાન કર્યું હતું.

    - Advertisement -

    ગત 30 ડિસેમ્બરના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અવસાન થયું હતું. જે બાદ ગુજરાત સહીત સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પરંતુ કેટલાક મોદીદ્વેષીઓ દુઃખના આવા અવસર પર પણ પોતાને ઝહેર ઓકતાં રોકી શક્યા નહોતા. ગુજરાત કોંગ્રેસના આવા જ બે નેતાઓ સામે પોલીસે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારનું લખાણ લખવા બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેઓએ સ્વ. હીરાબા અને PM મોદી પર અપમાનજનક ટિપ્પણી કરી હતી.

    અહેવાલો અનુસાર આ વિષયમાં ગુજરાત યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયા કન્વીનર અફઝલ લખાની અને અન્ય એક કોંગ્રેસ નેતા જીગર ઠક્કર સામે જામનગરમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. આ બંનેએ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેમ હોય અને ધર્મ-કોમ વચ્ચે દુશ્મનાવટ પેદા થાય તે પ્રકારનું લખાણ લખાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    બાદમાં આરોપીઓએ કાવતરું રચી ગુનો કર્યો બાબત સામે આવતા પોલીસે ઇ.પી.કો કલમ 120 (બી) 153(ક) 292(2)(ક), 294 (બ),295(ક), 298,469,500,501 504,505(2) (બી)આઈ.ટી એકટની 2000ની કલમ મુજબ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને આરોપી ફરાર થઇ ગયેલ છે અને પોલીસ તેમને શોધી રહી છે.

    - Advertisement -

    શું હતો પૂરો ઘટનાક્રમ?

    પૂરો વિષય એ પ્રમાણે છે કે ફેસબુક પર ‘ગુજરાત ત્રસ્ત ભાજપ મસ્ત‘ નામનું એક પેજ અને ગ્રુપ ઘણા સમયથી ચાલી રહ્યું છે. જે હમેશાથી ભાજપ અને હિંદુઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરવા માટે વિવાદમાં રહ્યું છે. તે પેજ પર હીરાબાના મૃત્યુ બાદ શ્રેણીબંધ રીતે સ્વ. હીરાબા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અતિશય અપમાનજનક પોસ્ટ્સ કરવામાં આવી હતી.

    ઉપર જોડેલ પોસ્ટ્સ સિવાય પણ આ પેજ અને ગ્રુપ પર આવી જ અપમાનજનક અને અભદ્ર અનેક પોસ્ટ્સ જોવા મળી છે. સાથે જ આ પેજ દ્વારા જ કમેન્ટમાં પણ ખુબ અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલો જોઈ શકાય છે. જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ગ્રુપ અને પેજના મુખ્ય એડમીન અફઝલ લખાની અને જીગર ઠક્કર નામના કોંગ્રેસ નેતાઓ હતા. સાથે અન્ય કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ અને ઇસ્લામવાદીઓ આ એડમીન ટીમમાં જોવા મળ્યા હતા.

    આ વિવાદિત ગ્રુપના એડમીન

    જામનગર પોલીસના ધ્યાને આ વાત પડતા તેઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તુરંત જ આ ગ્રુપના એડમીન્સ પર નામજોગ ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં જાહેર સુલેહ અને શાંતિનો ભંગ કરવાની, ધર્મ-કોમ વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાની કલમો ઉપરાંત કાવતરું રચીને ગુન્હો કર્યા બાબતની કલમો ઉમેરી હતી. હાલ આરોપીઓ ફરાર છે અને 2 દિવસથી આ પેજ અને ગ્રુપમાં કોઈ નવી પોસ્ટ જોવા મળી નથી.

    યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગનો પ્રદેશ કન્વીનર છે અફઝલ

    નોંધનીય છે કે ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જ આ હિંદુદ્વેષી અફઝલને કોંગ્રેસે યુવા કોંગ્રેસ માટે સમગ્ર ગુજરાતનો સોશિયલ મીડિયા કન્વીનર બનાવ્યો હતો. આ બાબતે યુથ કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર આઈડીથી જાહેરાત પણ કરવામાં આવી હતી.

    જ્ઞાનવાપી વિવાદ વખતે આ જ અફઝલે શિવલિંગનું અપમાન કર્યું હતું

    નોંધનીય છે કે મુખ્ય આરોપી અફઝલ લખાની હંમેશાથી આવા વિવાદોમાં આવતો રહ્યો છે. તે પોતાના હિંદુવિરોધી અને અશ્લીલ લખાણોને લઈને હમેશાથી નેટિઝન્સ દ્વારા વખોડાયા કરે છે.

    ગત વર્ષના મે મહિનામાં જયારે જ્ઞાનવાપી વિવાદિત માળખાના વજુખાનામાંથી ભગવાન મહાદેવનું શિવલિંગ મળી આવ્યું હતું ત્યારે પણ આ અફઝલે શિવલિંગ અને તેના દ્વારા હિંદુઓના આરાધ્ય ભગવાન શિવનું અપમાન કર્યું હતું અને સમાચારોમાં આવ્યો હતો.

    અફઝલ લખાનીએ ત્યારે થાળી અને પ્યાલાનો ફોટો મુકીને તેને શિવલિંગ સાથે સરખાવીને હિંદુઓની લાગણીઓનું અપમાન કરતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી.

    આમ, હમેશાથી પોતાના હિંદુવિરોધી વલણને લઈને પંકાયેલા કોંગ્રેસના નેતા હાલ પોલીસથી છુપાઈને ભાગી રહ્યા છે. પોલીસ અનુસાર તેઓ ઝડપથી તેમને શોધીને પકડી પાડશે અને બાદમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં