Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાની સરકારના અત્યાચાર અને અન્યાય સામે બલૂચિસ્તાનના ગ્વાદરમાં જોરદાર વિરોધ પ્રદર્શન: શહેરમાં...

    પાકિસ્તાની સરકારના અત્યાચાર અને અન્યાય સામે બલૂચિસ્તાનના ગ્વાદરમાં જોરદાર વિરોધ પ્રદર્શન: શહેરમાં 144 લગાવવા છતાં લોકો રસ્તા પર, ચીન પણ મૂકાયું ચિંતામાં

    ગ્વાદર, પસની, તુર્બત અને મકરાન સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસમાં મહિલાઓ સહિત 100થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 35 લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    પાકિસ્તાન સરકાર ચીન સાથેની તેની મિત્રતા નિભાવવા માટે પોતાના જ નાગરિકો પર અન્યાય અને અત્યાચાર કરાતા બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદરના લોકો રસ્તા પર વિરોધ માટે ઉતરી આવ્યા છે. પાકિસ્તાન ચીન મિત્રતામાં એટલું અંધ થઈ ગયું છે કે તે પોતાના નાગરિકોનો અવાજ નથી સાંભળી રહ્યું. જોતજોતામાં આ વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું હતું અને તેમાં એક પોલીસ કર્મચારીનું મોત થતાં પાકિસ્તાને ત્યાં 144ની કલમ લગાવી કર્ફ્યું અમલમાં મૂક્યો હતો. ત્યાં ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. પાકિસ્તાન સરકારે ત્યાં કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર રોક લગાવી દીધી છે. તેમ છતાં હક દો તહરીક (HTD) ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર (CPEC) સામે પોતાનો જોરદાર વિરોધ ચાલુ રાખ્યો છે.

    બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદરના વિરોધ પ્રદર્શનથી ચીનની ચિંતા પણ વધી છે. ચીનના દૂત લી બીઝાને માન્યું કે આ વિરોધ પ્રદર્શન ખૂબ ગંભીર છે અને તેમની ચિંતાનું કારણ છે. ચીન HDTના અધ્યક્ષ રહેમાન અને અન્ય સ્થાનિક નેતાઓ સાથે વાત કરી રહ્યું છે, પરંતુ વિરોધીઓ ગ્વાદર ઈસ્ટ બે એક્સપ્રેસવે અને નિર્માણાધીન ન્યૂ ગ્વાદર ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવી રહ્યા છે. તેથી વાતચીતનો માર્ગ પણ બંધ થઈ રહ્યો છે.

    HDT પ્રમુખ અને વિરોધના નેતા મૌલાના રહેમાને દૈનિક ભાસ્કરને જણાવ્યું કે, આ ગ્વાદરના લોકોના અધિકારો માટેનું યુદ્ધ છે. અમે ચીનના નાગરિકો કે દેશના વિકાસના વિરોધી નથી, પરંતુ જો ચીનના હિતથી લોકોના જીવન પર અસર થશે તો તેને સાંખી લેવામાં આવશે નહીં અને વિરોધ ચાલુ જ રહેશે.

    - Advertisement -

    100 થી વધારે પ્રદર્શનકારીઓની ધરપકડ

    ગ્વાદર, પસની, તુર્બત અને મકરાન સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસમાં મહિલાઓ સહિત 100થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 35 લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

    શું છે આંદોલનકારીઓની માંગ?

    આંદોલનકારીઓની માંગ છે કે સુરક્ષા ચોકીઓની સંખ્યા ઘટાડવામાં આવે. દરિયામાંથી ચાઈનીઝ ટ્રોલિંગ દ્વારા માછલીની દાણચોરી બંધ કરવી જોઈએ કારણ કે તેનાથી તેમની આજીવિકાને અસર થાય છે. આ સાથે આંદોલનકારીઓ ઈરાન સાથે વેપાર કરવાના નિયમોમાં છૂટછાટની માંગ કરી રહ્યા છે.

    આમ, પાકિસ્તાન સરકાર ચીન પ્રેમમાં એટલી અંધ થઈ ચૂકી છે કે પોતાના જ લોકોના અધિકારો છીનવી રહી છે. ત્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે જે ચીનના લોકો દાણચોરી કરી રહ્યા છે જેનાથી ગ્વાદરના લોકોની આજીવિકા પર ગંભીર અસર થઈ રહી છે પરંતુ પાકિસ્તાનના પેટનું પાણી નથી હલી રહ્યું ઉપરથી આંદોલનકારીઓ પર અત્યાચાર કરી રહ્યું છે.

    CPEC નો લાંબા સમયથી વિરોધ

    પહેલાં પણ બલૂચિસ્તાન ચીની નાગરિકોનો સખત વિરોધ બાદ હુમલાઓ થયા છે જેના પર ચીન દ્વારા પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી પણ આપવામાં આવી છે. લાંબા સમયથી બલૂચિસ્તાનના બળવાખોર સંગઠનો ચીનનો વિરોધ કરી રહ્યા છે અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ગેસ પાઇપલાઈન, ઇલેક્ટ્રોનિક ટાવર જેવા વિવિધ પ્રોજેક્ટને નિશાન બનાવી રહ્યા છે અને તેમાં કામ કરતા ચીની નાગરિકો ઉપર પણ હુમલા પણ થયા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં