પીએમ મોદીના માતાના નિધન છતાં, પીએમ મોદીએ તેમનું કામ ચાલુ રાખ્યું હતું અને કોલકાતામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. એવું લાગી રહ્યું હતું કે કદાચ આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવશે પણ એવું થયું ન હતું પીએમ મોદીએ વર્ચુઅલી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. VHPના મહાસચીવ દીલીપ ત્રીવેદીએ જણાવ્યું હતુ કે પીએમ મોદીના પિતાના અવસાન બાદ પણ આવું જ બન્યું હતું.
શુક્રવારે (30 ડિસેમ્બર) વહેલી સવારે પીએમ મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે અવસાન થયું હતું ત્યારે પીએમ મોદી પુત્ર તરીકેની ફરજ નિભાવવા સવારે અમદાવાદ પહોંચી ગયા હતા. આ પહેલા તેમનો કલકત્તા ખાતે કાર્યક્રમ નિશ્ચિત હતો જેમાં તેમને પશ્ચિમ બંગાળમાં પહેલી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવાની હતી. માતાના અવસાન બાદ અવું લાગી રહ્યું હતું કે કદાચ આ કાર્યક્રમને રદ્દ કરવામાં આવશે પરંતુ એવું થયું ન હતુ અને પીએમ મોદીએ પુત્ર તરીકે પોતાની ફરજ બજાવી માતા હીરાબાને અગ્નિદાહ આપ્યો હતો અને તરત પછી પોતાના કામે વળગ્યા હતા. જેમાં તેઓએ વર્ચુઅલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
પિતાના મૃત્યુ બાદ પણ મોદીએ અગત્યની બેઠકમાં લીધો હતો ભાગ
આવું જ 1989માં પીએમ મોદીના પિતાના અવસાન બાદ બન્યું હતુ. VHPના દીલીપ ત્રીવેદીએ પ્રસંગ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે “આજે કોઈ પહેલો પ્રસંગ નહોતો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના નીકટના પરિજનના અંતિમ સંસ્કાર કર્યા પછી કામ પર પાછા ફર્યા હોય. 1989માં પણ આવુંજ બન્યું હતું જ્યારે પીએમ મોદીના પીતાજીનું અવસાન થયું હતુ, તે દિવસે પહેલેથી નક્કી પાર્ટીની અગ્ત્યની મિટીંગ હતી જેમાં લગભગ નરેન્દ્ર મોદી સીવાય બધાજ હાજર હતા તેવામાં કોઈએ નોંધ લેતા પૂછ્યું કે મોદીજી કેમ દેખાતા નથી ત્યારે કોઈએ જાણકારી આપી કે તેઓ વડનગર ગયા છે ત્યાં તેમના પિતાજીનું અવસાન થયું છે. અમને લાગ્યું કે પિતાજીના અવસાન થયું હોવાથી તેઓ આજની મિટીંગમાં ભાગ નહિ લે પરંતુ એવું થયું ન હતું અને થોડી જ વારમાં તેઓ હાજર થયા હતા.”
તે સમયે મોદીજીએ કહ્યું હતું કે તેમના પિતાજીના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે અને હવે ફરી પાછા કામે વળગવાનો સમય છે. બીજેપીના દીલીપ ત્રિવેદીએ મોદી સ્ટોરી પરની પોસ્ટમાં 1989ના બનાવને યાદ કર્યો, જે પીએમના સમર્થકોના ટ્વિટર હેન્ડલ છે જેઓ નિયમિતપણે તેમના જીવનના જૂના સંસ્મરણો શેર કરતા રહે છે.
આવું પીએમ મોદીના જીવનમાં પહેલી વાર નથી બન્યું કે તેમના નજીકના કોઈ પરિવારજનનું અવસાન થયું હોય અને તેઓ સીધા કામે વળગ્યા હોય. 1989માં જ્યારે તેઓ મીડીયામાં પણ એટલા છવાયેલા ન હતા ત્યારે પણ તેમને કર્મનિષ્ઠાને પ્રાધાન્ય આપ્યું હતું.
કેરલમાં એક કાર્યક્રમને સંબોધતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ‘પીએમ મોદીજીના માતાજીનું અવસાન થતા મે આજે તેમને ફોન કર્યો હતો તેવામાં તેમની તરફથી સ્પષ્ટ નિર્દેશ મળ્યા હતા કે કોઈએ કોઈ જ કાર્યક્રમ રદ્દ કરવાના નથી બધાએ સમયસર પોતાના અગાઉ ગોઠવાયેલા કાર્યક્રમો પૂરા કરીને જ દિલ્હી પાછું ફરવાનું છે.’ આ કાર્યક્રમમાં હીરાબા માટે 2 મિનીટનું મૌન પણ રાખવામાં આવ્યું હતુ.