Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયોગ ક્લાસની આડમાં ચાલતા હતા PFIના આતંકી કેમ્પ, ગળાં કાપવાની તાલીમ અપાતી:...

    યોગ ક્લાસની આડમાં ચાલતા હતા PFIના આતંકી કેમ્પ, ગળાં કાપવાની તાલીમ અપાતી: 11 આતંકીઓ સામે NIAની ચાર્જશીટ

    એજન્સીએ ચાર્જશીટમાં આરોપીઓ અબ્દુલ ખાદર, અબ્દુલ અહદ, શેખ ઈલિયાસ અહમદ, અબ્દુલ સ્લિમ, શેખ શાદુલલાહસ ફિરોઝ ખાન, મોહમ્મદ ઉસ્માન, સૌયાદ યાહયા સમીર, શેખ ઇમરાન, મોહમ્મદ અબ્દુલ મુબીન અને મોહમ્મદ ઇરફાન સામે આઇપીસીની અલગ-અલગ ધારાઓ ઉપરાંત UAPA હેઠળ આરોપો ઘડ્યા છે.

    - Advertisement -

    કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન PFI પ્રતિબંધિત થયા બાદ પણ ચર્ચામાં છે. હવે સમાચાર મળ્યા છે કે એજન્સી NIAએ તેલંગાણામાં આતંકી કેમ્પના આયોજન અને અન્ય આતંકવાદી ગતિવિધિઓના આરોપસર પકડાયેલા 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં તમામ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું કે યોગા શિબિરના નામે આતંકી કેમ્પ લગાવવામાં આવતા હતા અને જેમાં મુસ્લિમ યુવકોને સામેલ કરવામાં આવતા હતા. 

    આ મામલે 4 જુલાઈ 2022ના રોજ તેલંગાણાના નિઝામાબાદમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને 26 ઓગસ્ટના રોજ NIAએ તપાસ હાથ પર લીધી હતી. તપાસ બાદ દાખલ કરેલ ચાર્જશીટમાં એજન્સીએ જણાવ્યું કે આરોપીઓ મુસ્લિમ યુવકોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા અને ભારત સરકાર ઉપરાંત અન્ય સંગઠનો અને વ્યક્તિઓ વિરુદ્ધ નફરત અને ઝેરભર્યાં ભાષણો આપીને તેમને ઉશ્કેરતા હતા. 

    એજન્સીએ ચાર્જશીટમાં આરોપીઓ અબ્દુલ ખાદર, અબ્દુલ અહદ, શેખ ઈલિયાસ અહમદ, અબ્દુલ સ્લિમ, શેખ શાદુલલાહસ ફિરોઝ ખાન, મોહમ્મદ ઉસ્માન, સૌયાદ યાહયા સમીર, શેખ ઇમરાન, મોહમ્મદ અબ્દુલ મુબીન અને મોહમ્મદ ઇરફાન સામે આઇપીસીની અલગ-અલગ ધારાઓ ઉપરાંત UAPA હેઠળ આરોપો ઘડ્યા છે. આ મામલે એજન્સીએ શુક્રવારે (30 ડિસેમ્બર 2022) ચાર્જશીટ દાખલ કરી હતી. 

    - Advertisement -

    રિપોર્ટ્સ અનુસાર, એજન્સીએ જણાવ્યું છે કે PFIમાં ભરતી થયા બાદ આ યુવાનોને યોગ અને શારીરિક શિક્ષણની આડમાં આતંકી કેમ્પમાં મોકલવામાં આવતા હતા અને જ્યાં તેમને ચાકુ, લોખંડના રૉડ, દંડ વગેરે જેવાં હથિયારોના ઉપયોગ વિશે જણાવવામાં આવતું અને અન્ય તાલીમો આપવામાં આવતી હતી. 

    એજન્સીએ ચાર્જશીટમાં એ પણ જણાવ્યું છે કે આ તાલીમ કેમ્પમાં મુસ્લિમ યુવાનોને રોજબરોજમાં ઉપયોગમાં લેવામાં આવતી સામાન્ય ચીજવસ્તુઓ જેમકે ચાકુ, દાતરડાં, લોખંડના રોડ વગેરેથી હત્યા કરવાનું શીખવવામાં આવતું હતું. ઉપરાંત ગળા, પેટ, માથા વગેરે શરીરના ભાગો ઉપર હુમલો કરીને કોઈ વ્યક્તિને કઈ રીતે મારી શકાય તેની પણ તાલીમ આપવામાં આવતી હતી. 

    PFI પ્રતિબંધિત થયા બાદ હવે તેને કોઈ બીજા નામે ફરી સક્રિય કરવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું તપાસ એજન્સીઓના ધ્યાને આવ્યું હતું. જેના કારણે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુરુવારે વહેલી સવારે કેરળમાં 56 સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, PFIને અન્ય નામથી પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં