Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રતિબંધિત થયા બાદ PFIને બીજા નામે ઉભું કરવાનું કાવતરું, આતંકી સંગઠનો પાસેથી...

    પ્રતિબંધિત થયા બાદ PFIને બીજા નામે ઉભું કરવાનું કાવતરું, આતંકી સંગઠનો પાસેથી ફંડ મેળવવાના પ્રયાસ: NIAની મોટી કાર્યવાહી, 56 સ્થળોએ દરોડા

    જાણવા મળ્યું હતું કે ગૃહ મંત્રાલય (MHA) દ્વારા પ્રતિબંધિત કર્યા પછી PFI અન્ય આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં છે જેના દ્વારા તેઓ વધારે ફંડ એકઠું કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFI પ્રતિબંધિત થયા બાદ હવે તેને કોઈ બીજા નામે ફરી સક્રિય કરવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું તપાસ એજન્સીઓના ધ્યાને આવ્યું હતું. જેના કારણે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ PFIના અનેક નેતાઓના સ્થળો પર દરોડા પાડ્યા છે. એજન્સીએ ગુરુવારે વહેલી સવારે કેરળમાં 56 સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. NIAએ કહ્યું કે, પ્રતિબંધિત થયા બાદ PFI અન્ય આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં હતું જેના દ્વારા ભંડોળ એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.

    તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, PFIને અન્ય નામથી પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. એજન્સીએ કહ્યું કે, આજની કાર્યવાહી એવા લોકો સામે છે જેઓ PFIના ઓવરગ્રાઉન્ડ વર્કર હતા, એટલે કે તે સંસ્થામાં સત્તાવાર રીતે સામેલ ન હતા.

    તપાસ એજન્સીએ કેરળમાં PFIના 56 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે. તેમાં PFIના ઘણા સભ્યોના ઘરનો સમાવેશ થાય છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, એર્નાકુલમ, અલપ્પુઝા અને મલપ્પુરમ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે. મીડિયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, NIAની આજની કાર્યવાહીના ઘણા આધાર છે. જાણવા મળ્યું હતું કે ગૃહ મંત્રાલય (MHA) દ્વારા પ્રતિબંધિત કર્યા પછી PFI અન્ય આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં છે જેના દ્વારા તેઓ વધારે ફંડ એકઠું કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    તપાસ એજન્સીઓ અનુસાર, કેરળમાં PFIના દેશમાં સૌથી વધુ સક્રિય સભ્યો છે, જેઓ અગાઉની મોટી કાર્યવાહી પછી પણ તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. NIAએ આ દરોડા સવારે 4 વાગ્યે શરૂ કર્યા હતા. PFI ની રચના 2006માં કેરળમાં થઈ હતી અને તેણે 2009માં એક રાજકીય મોરચો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાની પણ રચના કરી હતી.

    નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા મહિને નવેમ્બરમાં કેરળમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ત્રણ સ્થળો પર પણ સર્ચ ઓપરેશન કર્યું હતું. આ દરમિયાન એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પીએફઆઈના ગુનાહિત કાવતરાથી સંબંધિત કેસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

    અહીં ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ અને દેશમાં શાંતિ ડહોળવાના આરોપસર આતંકી સંગઠન PFIને કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે પ્રતિબંધિત કરી દીધું હતું. તે પહેલાં PFI પર દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા અને અનેક નેતાઓની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. PFI સાથે સરકારે અન્ય પણ કેટલાંક નાનાં-મોટાં સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, ત્યારબાદ પણ સંગઠન ફરી જીવતું કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં