PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત જણાતા તેમને મંગળવારે રાત્રે યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા છે તેવી અહેવાલો દ્વારા માહિતી જાણવા મળી રહી છે. હીરાબાને હોસ્પિટલમાં ખસેડવાને પગલે યુ.એન મહેતા ખાતે VVIPની દોડધામ જોવા મળી હતી. જે બાદ પ્રધાનમંત્રી મોદી પોતે પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા પોતાના માતાના ખબર જાણવા માટે.
અહીં એક પછી એક ધારાસભ્યો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. હાલ હોસ્પિટલ પર સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે UN મહેતા હોસ્પિટલે પોતાની એક અખબાર યાદી બહાર પાડીને જાણકારી આપી છે કે હીરાબાની તબિયત હાલ સુધારા પર છે.
PM મોદીએ અમદાવાદ આવીને માતાના ખબર પૂછ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમની માતા હીરાબાની મુલાકાત લીધી જેઓ ગત રાતથી અમદાવાદની હોસ્પિટલમાં તેમની તબિયત લથડતા દાખલ થયા હતા. ત્યાં તેઓએ માતાના ખબર અંતર પૂછ્યા અને ડોક્ટરની ટિમ પાસેથી પુરી માહિતી મેળવી હતી.
#EXCLUSIVE | Watch PM Modi inside UN Mehta Hospital premises to visit her ailing mother.
— TIMES NOW (@TimesNow) December 28, 2022
PM can be seen greeting the hospital staff and making his way to the wardroom, wherein, presumably his mother #HeerabenModi is admitted.@amitk_journo with more details. pic.twitter.com/3qK3c7lWK5
ગુજરાત સમાચારના સૂત્રો મુજબ એવું પણ જણાવાઈ રહ્યું છે કે બપોરે 4 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની તબિયત જાણવા આવી રહ્યાં છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, તેમની તબિયત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
મંગળવારે જ કર્ણાટકના મૈસૂરમાં પ્રહલાદ મોદીને નડ્યો હતો અકસ્માત
નોંધનીય છે કે મંગળવારના દિવસે જ અહેવાલો આવ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને તેમના પરિવારને કર્ણાટકના મૈસૂરમાં માર્ગ અકસ્માત નડ્યો હતો.
નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી, તેમની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે, મર્સિડીઝ-બેન્ઝ એસયુવીમાં બાંદીપુરા જઈ રહ્યા હતા. ત્યારે તે ગાડી બપોરે 2 વાગ્યાની આસપાસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત થયો ત્યારે તેમનો સુરક્ષા કાફલો પણ તેમની સાથે મુસાફરી કરી રહ્યો હતો.
PM Modi’s relatives injured in an accident. Their car was travelling towards Bandipur when the accident happened. Prahlad Modi, His son and daughter in law injured in the accident. They have been rushed to hospital #Karnataka pic.twitter.com/hLJ9IuqJQj
— Imran Khan (@KeypadGuerilla) December 27, 2022
આ અકસ્માતમાં પ્રહલાદ મોદીના પૌત્રને પગમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે અન્યોને નાની ઈજાઓ સાથે મૈસરુની જેએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને અન્ય તબીબી તપાસ કરવામાં આવી હતી.