ચર્ચામાં રહેવા માટે ચિત્ર-વિચિત્ર અને અંગપ્રદર્શન થાય તેવા કપડા પહેરીને કાયમ વિવાદોમાં ઘેરાયેલી રહેતી ઉર્ફી જાવેદની દુબઈ પોલીસે ધરપકડ કરી હોવાની વાતો વહેતી થઇ હતી, પણ તેવામાં હવે ટૂંકાં કપડાં પહેરીને વિડીયો શૂટ કરવા બદલ ઇસ્લામિક દેશ દુબઈની પોલીસે કરેલી અટકાયત પર ઉર્ફી જાવેદનો ખુલાસો સામે આવ્યો છે.
મીડિયા અહેવાલો અનુસાર, અભિનેત્રી તાજેતરમાં તેના આગામી પ્રોજેક્ટ્સ માટે શૂટ કરવા માટે UAE ગઈ હતી. શૂટિંગ દરમિયાન પોલીસ તેના સેટ પર પહોંચી હતી, જેનું કારણ તેના અંગપ્રદર્શન કરતાં કપડાં હોવાનું કહેવામાં આવી રહ્યું હતું અને ઉર્ફી શૂટ પર પણ તેના ટૂંકા કપડાંને કારણે ફરી એક વાર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. અને કહેવામાં આવી રહ્યું હતું કે દુબઈની પોલીસે ઉર્ફી જાવેદનો પ્રોજેક્ટ અધવચ્ચે અટકાવીને તેની ધરપકડ કરી હતી.
જોકે, હવે ઉર્ફીએ આ બાબતે સ્પષ્ટતા કરી છે કે પોલીસ સેટ પર આવી હતી, પરંતુ તેના ટૂંકાં અને ખુલ્લાં કપડાંને કારણે નહોતી આવી. એક ઈન્ટરવ્યુમાં ઉર્ફીએ જણાવ્યું હતું કે, “વાસ્તવમાં તે જ્યાં શૂટિંગ કરી રહી હતી તે સ્થાનની થોડી સમસ્યા હતી અને તેથી પોલીસ સેટ પર આવી હતી. તે સાર્વજનિક સ્થળ હોવાથી અમને મર્યાદિત સમય માટે જ શૂટ કરવાની પરવાનગી મળી હતી. પરવાનગીનો સમય પૂર્ણ થઇ જતા શુટિંગ રોકવા પોલીસ પહોંચી હતી. તેમને મારા કપડાં સાથે કોઈ લેવાદેવા નહતી. અમે બીજા દિવસે બાકીના ભાગોને શૂટ કર્યા હતા.”
શું હતી આખી ઘટના?
વાસ્તવમાં ઉર્ફી જાવેદ પોતાના કેટલાક પ્રોજકેટો માટે ઈસ્લામિક દેશ દુબઈમાં હતી. દુબઇ એક આરબ દેશ છે ત્યાં ઈસ્લામિક શાસન હોવા છતાં પ્રવાસન હેતુથી કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. દરમિયાન ઉર્ફી જાવેદ પોતાના વિડીયો શૂટ માટે દુબઈ ગઈ હતી. ત્યાં તેણે એક વિડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો, જે પછી ચર્ચાઓ વહેતી થઇ હતી કે તેણે પહેરેલા ટૂંકા કપડાના કારણે તે કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ હતી.
જે પાછી આ વાત દુબઈની પોલીસ સુધી પહોંચતા તેમણે ઉર્ફી જાવેદની અટકાયત કરી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે “દુબઈમાં આવી રીતે જાહેર સ્થળો પર ટૂંકાં કપડાં પહેરી વિડાયો શૂટ કરવો ગેરકાયદેસર છે. જેના કારણે ઉર્ફીની અટકાયત કરવામાં આવી હતી.” જોકે હવે ઉર્ફીની સ્પષ્ટતા આ દાવાઓથી તદ્દન વિપરીત છે.