Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણAAP ના હોત તો કોંગ્રેસ BJPને હરાવી દેત: ગુજરાત ચૂંટણી પર રાહુલ...

    AAP ના હોત તો કોંગ્રેસ BJPને હરાવી દેત: ગુજરાત ચૂંટણી પર રાહુલ ગાંધીનું નિવેદન, ચીન વિવાદ પર પણ ભાંગરો વાટ્યો; BJP નેતાએ અપાવી ‘નાના’ની યાદ

    રાહુલ ગાંધીએ AAPને ભાજપાની B ટીમ ગણાવી હતી અને બંનેએ સાથે મળીને કોંગ્રેસને નુકસાન પહોંચાડવાની વાત પણ કરી હતી. સાથેજ તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને આપની સાંઠ-ગાંઠ છે.

    - Advertisement -

    ભારત જોડો યાત્રા પર નીકળેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે જો ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) મેદાનમાં ન હોત તો ભાજપ ચૂંટણી હારી ગઈ હોત. એટલું જ નહીં, તેમણે કેન્દ્ર સરકાર પર ચીન સાથે જોડાયેલા તથ્યો છુપાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

    તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે જો ગુજરાતમાં AAP ન હોત તો કોંગ્રેસ ભાજપને હરાવવાની સ્થિતિમાં હોત. તમને જણાવી દઈએ કે આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 182 માંથી 17 સીટો જીતી છે. ગુજરાતમાં કોંગ્રેસના ઈતિહાસમાં આ સૌથી ઓછી બેઠકો છે એટલુંજ નહિ કોંગ્રેસે ઘણી ખરી સીટો પર ડીપોઝીટ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો.

    આ સાથે જ તેમણે AAPને ભાજપાની B ટીમ ગણાવી હતી અને બંનેએ સાથે મળીને કોંગ્રેસને નુકસાન પહોંચાડવાની વાત પણ કરી હતી. સાથેજ તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને આપની સાંઠ-ગાંઠ છે.

    - Advertisement -

    અરુણાચલમાં થયેલ સૈનિક અથડામણ વિષે પણ કરી હતી ટિપ્પણી

    બીજી તરફ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકો સાથેની અથડામણને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “સરકાર ચીન પર તથ્યો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેને છુપાવી શકાય નહીં. ભારત સરકાર ઉંઘી રહી છે. ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. આપણા વિદેશ મંત્રીએ તેમની સમજને વધુ ઊંડી કરવી જોઈએ.

    રાહુલ ગાંધીએ કહ્યું, “ચીનના હથિયારોની પેટર્ન જોઈએ તો ખબર પડશે કે તેઓ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. આપણી સરકાર આ હકીકત સ્વીકારવા તૈયાર નથી. ભારત સરકાર વ્યૂહાત્મક રીતે કામ કરી રહી નથી. મેં 3-4 વાર કહ્યું છે કે સાવધાન રહેવું જોઈએ, સમજવું જોઈએ કે શું થઈ રહ્યું છે.”

    રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “રાહુલ ગાંધીના નાનાજી ઊંઘતા હતા અને ઊંઘતા- ઊંઘતા  તેમણે ભારતનો 37,000 ચોરસ કિલોમીટર વિસ્તાર ગુમાવ્યો હતો. એ પછી રાહુલ ગાંધીને લાગ્યું કે તેમણે ચીન સાથે દોસ્તી કરવી જોઈએ અને હવે મિત્રતા એટલી ઊંડી છે કે તેઓ જાણે છે કે ચીન શું કરવા જઈ રહ્યું છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં