મીડિયા ચેનલ NDTV હાલ ચર્ચામાં છે. ચર્ચામાં તો તેના પૂર્વ એન્કર રવિશ કુમાર પણ છે. તેમણે રાજીનામું આપી દીધું છે. રવિશના રાજીનામાં બાદ આ ચર્ચામાં વધુ એક નામ જોડાયું છે, સંબિત પાત્રા. પાત્રા ભાજપના પ્રવક્તા છે. હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ NDTVના પ્રાઈમ ટાઈમ હોસ્ટ બની ગયા છે.
Sambit Patra … NDTV’s anchor 😂😂pic.twitter.com/hu8d1bZrCD
— ਅਦਨਾਨ ਅਲੀ ਖਾਨ ( عدنان علی خان ) (@AdnanAliKhan555) December 2, 2022
આનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં NDTVનો લોગો છે, ઉપર ગુજરાત ચૂંટણીની તસ્વીરો જોવા મળે છે, નીચે સંબિત પાત્રાનો વિડીયો જોવા મળે છે. આ વિડીયોમાં સંબિત પાત્રા એક ન્યૂઝ એન્કરની ભૂમિકામાં જોવા મળે છે.
Sambit Patra going to host NDTV after Ravish Kumar’s resignation#NDTVtakeover #NDTV #RavishKumar pic.twitter.com/EenTwkryN0
— Ashik (@AshikParmar4) December 1, 2022
વીડિયોમાં સંબિત પાત્રા સોગંદ ખાતા જોવા મળે છે કે તેઓ એન્કર સીટ પર બેસીને કોઈ પક્ષપાત નહીં કરે અને કોઈ પાર્ટીનો પણ પક્ષ લેશે નહીં. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે.
યુઝરો કહી રહ્યા છે કે, રવિશ કુમારે NDTVમાંથી રાજીનામું આપી દીધા બાદ હવે તેમની જગ્યા સંબિત પાત્રા લઇ રહ્યા છે અને હવે તેઓ રાત્રિનો પ્રાઈમ ટાઈમ શૉ હોસ્ટ કરશે.
#Gautam_Adani found replacement for #Ravish_Kumar Prime Debate., 😂😂#Ndtv #sambit_Patra pic.twitter.com/JtZ0uNDsh2
— 𝕾𝖆𝖈𝖍𝖎𝖓 (@sachin_2795) December 1, 2022
વાયરલ થયેલા આ વિડીયોની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ વિડીયો એડિટ કરવામાં આવ્યો છે. જોકે, સંબિત પાત્રા ન્યૂઝ એન્કર બન્યા હતા એ વાત સાચી છે, પરંતુ તેઓ NDTVના નહીં, પરંતુ ઇન્ડિયા ટૂડે ચેનલના હોસ્ટ બન્યા હતા. એ પણ માત્ર એક શૉ પૂરતા. ઇન્ડિયા ટૂડેએ તેમને ગેસ્ટ હોસ્ટ તરીકે બોલાવ્યા હતા. તેમને જ નહીં, ઇન્ડિયા ટૂડેએ તે સમયે અન્ય પાર્ટીના પ્રવક્તાઓને પણ હોસ્ટ બનવાનું આમંત્રણ આપ્યું હતું.
જોકે, વિડીયો હમણાંનો નહીં પરંતુ વર્ષ 2018નો છે. ઇન્ડિયા ટૂડેની યુ-ટ્યુબ ચેનલ પર તે પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં સંબિત પાત્રા હોસ્ટ બન્યા હતા અને મહેમાનો તરીકે સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ઘનશ્યામ તિવારી, ભાજપ પ્રવક્તા અને સાંસદ જીવીએલ નરસિમ્હા રાવ, કોંગ્રેસ તરફથી પ્રિયંકા ચતુર્વેદી અને ટીએમસી સમર્થક તરીકે મનોજિત મંડલ જોડાયા હતા. તે સમયે પ્રિયંકા કોંગ્રેસમાં હતાં, ત્યારબાદ 2019માં તેઓ પાર્ટી છોડીને શિવસેનામાં સામેલ થયાં હતાં. હાલ તેઓ શિવસેનામાંથી રાજ્યસભા સાંસદ અને પાર્ટીનાં પ્રવક્તા છે.
ઉલ્લેખનીય છે કે અદાણી જૂથે ટેકઓવર કરી લીધા બાદ રવિશ કુમારે રાજીનામું આપી દીધું હતું. રવિશના રાજીનામાંની ચર્ચા સોશિયલ મીડિયા પર ખાસ્સી થઇ હતી.