Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણસસ્પેન્ડ કરાયેલ જેલ સુપ્રિટેન્ડેન્ટ સાથે તિહાર જેલમાંથી AAP મંત્રી સત્યેન્દ્ર જૈનનો નવો...

    સસ્પેન્ડ કરાયેલ જેલ સુપ્રિટેન્ડેન્ટ સાથે તિહાર જેલમાંથી AAP મંત્રી સત્યેન્દ્ર જૈનનો નવો વીડિયો: ભાજપે કર્યા પ્રહાર

    આ પહેલા પણ સત્યેન્દ્ર જૈનના આવા ઘણા સીસીટીવી વીડિયો સામે આવ્યા છે, જે બાદ આમ આદમી પાર્ટીની સરકાર અને અરવિંદ કેજરીવાલ વિપક્ષી પાર્ટીઓના નિશાના પર છે.

    - Advertisement -

    તિહાર જેલમાંથી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના જેલ મંત્રી સત્યેન્દ્ર જૈનના એક પછી એક વીડિયો બહાર આવવાના ચાલુ છે. હવે પાછો તિહાર જેલમાંથી વધુ એક CCTV વિડીયો સામે આવ્યો છે. આ નવા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન કેટલાક લોકો સાથે મીટિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ લોકોમાં તિહાર જેલના સસ્પેન્ડેડ સુપ્રિટેન્ડેન્ટ પણ જોવા મળે છે.

    તિહાર જેલમાંથી દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈનનું એક નવું CCTV ફૂટેજ સામે આવ્યું છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન સસ્પેન્ડેડ જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર સાથે જોવા મળે છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન સસ્પેન્ડેડ જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે અજીત કુમાર પર ED દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે સત્યેન્દ્ર જૈનને જેલમાં સુવિધાઓ આપે છે, આના પર કાર્યવાહી કરતા તેમને હટાવી દેવામાં આવ્યા છે.

    બીજેપી નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ વીડિયોને લઈને દિલ્હીની AAP સરકાર અને સીએમ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે “આ કેજરીવાલનું સુશાસન મોડલ છે. મંત્રી સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં કોર્ટ ચલાવી રહ્યા છે.”

    - Advertisement -

    સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા જોવા મળ્યા

    નોંધનીય છે કે સૌથી પહેલા સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં મસાજ કરાવવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ અને શરીર પર માલિશ કરી રહ્યો હતો. આ પછી ખબર પડી કે વીડિયોમાં જે વ્યક્તિ સત્યેન્દ્ર જૈનને મસાજ કરતો જોવા મળી રહ્યો છે તે બળાત્કારનો આરોપી કેદી છે. આ પછી બીજેપી આમ આદમી પાર્ટી પર વધુ આક્રમક બની છે.

    જેલમાં VIP ભોજન લેતા સત્યેન્દ્ર જૈન

    પહેલા વિડીયોના, બે દિવસ પછી, એક અન્ય વીડિયો સામે આવ્યો હતો જેમાં સત્યેન્દ્ર જૈન તિહાર જેલની તેમની બેરેકમાં ખોરાક ખાતા જોવા મળ્યા હતા. આમાં તે બેડ પર બેઠા છે અને એક વ્યક્તિ તેમને ખાવાનું લાવીને આપી રહ્યો છે.

    તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જૈનનું ભોજન ટિફિનમાં છે અને બહારથી કોઈ વ્યક્તિ તેમને સલાડ સાથે થાળીમાં આપી રહ્યો છે. આ પછી ભાજપ અને અન્ય વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો કે જૈનને જેલમાં VIP ટ્રીટમેન્ટ મળી રહી છે.

    નોંધનીય છે કે મસાજ લેવા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે વાયરલ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન ‘ફિઝિયોથેરાપી’ કરાવી રહ્યા છે. આ મસાજ નથી. તેમણે કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે જ ગુજરાતમાં VIP ટ્રીટમેન્ટ લીધી હતી. અમિત શાહ ગુજરાતમાં મંત્રી હતા ત્યારે તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી હતી, જૈન સાથે આવું કંઈ થયું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં