Sunday, November 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતિહાર જેલમાં AAP મંત્રી સત્યેન્દ્ર જૈનને મસાજ કરનાર ફિઝિયોથેરાપિસ્ટ નથી પરંતુ POCSO...

    તિહાર જેલમાં AAP મંત્રી સત્યેન્દ્ર જૈનને મસાજ કરનાર ફિઝિયોથેરાપિસ્ટ નથી પરંતુ POCSO હેઠળ બળાત્કારનો આરોપી છે: જાણો વિગતો

    દિલ્હીના AAP મંત્રી સત્યેન્દ્ર જૈનને મસાજ આપનાર કથિત 'ફિઝિયોથેરાપિસ્ટ' હાલમાં એક સગીર પર બળાત્કારના આરોપમાં તિહારમાં જેલવાસ ભોગવી રહ્યો છે.

    - Advertisement -

    અહેવાલો અનુસાર, જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના માલિશ કરનાર જેની મસાજ કરાવવાનો વિડીયો વાયરલ થયો હતો તેની ઓળખ રિંકુ નામના બળાત્કારના આરોપી તરીકે કરવામાં આવી છે, ફિઝિયોથેરાપિસ્ટ નહીં. સત્યેન્દ્ર જૈનને મસાજ આપતો માલિશ કરનાર કેદી રિંકુ છે. તે બળાત્કારના કેસમાં કેદી છે, તેના પર POCSO એક્ટની કલમ 6 અને IPCની 376, 506 અને 509 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

    આમ આદમી પાર્ટીએ એમ કહીને વિડીયોનો બચાવ કર્યો હતો કે જૈન જેલની અંદર ફિઝિયોથેરાપી કરાવી રહ્યા હતા, ત્યારે એવું બહાર આવ્યું છે કે થેરાપી આપનાર વ્યક્તિ ફિઝિયોથેરાપિસ્ટ ન હતો. તેના બદલે, તે એક સગીર પર બળાત્કાર કરવા અને પીડિતાને ગુનાહિત રીતે ડરાવવાના આરોપ હેઠળ ગુનેગાર છે.

    નોંધનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા AAP નેતા સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યાના થોડા દિવસો બાદ જ શનિવારે જેલ પરિસરની અંદરના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે, જૈન તેમના રોકાણનો ‘આનંદ’ લે છે.

    - Advertisement -

    19 નવેમ્બરના રોજ વાયરલ થયેલો વિડિયો, જૈનને જેલવાસ દરમિયાન VIP ટ્રીટમેન્ટ મળી રહેલ બતાવવામાં આવ્યું છે. ક્લિપ મુજબ, જૈન જેલમાં પગ અને માથાની મસાજ કરાવી રહ્યા છે જ્યારે બેડ પર સૂઈ રહ્યા છે અને કાગળ વાંચી રહ્યા છે. તિહાર જેલમાં તેમના રોકાણને વધુઆ રામદાયક બનાવવા માટે તેમને ચોક્કસપણે પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

    મસાજ મેળવતા જૈનનો વીડિયો વાયરલ થયા પછી, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ તેમને મળતી વીવીઆઈપી સારવારને યોગ્ય ઠેરવતા કહ્યું કે તે “ઈજાની સારવાર” છે.

    દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો કે કરોડરજ્જુની ઇજાને કારણે એક ડૉક્ટરે જૈનને ફિઝિયોથેરાપીની સૂચના આપી હતી. સિસોદિયાએ મીડિયાને કહ્યું, “માત્ર ભાજપ દર્દીની સારવારના સીસીટીવી ફૂટેજ લીક કરીને ક્રૂર મજાક કરી શકે છે… સત્યેન્દ્ર જૈનની કરોડરજ્જુને નુકસાન થયું હતું, અને તે રેકોર્ડ પર છે,” સિસોદિયાએ મીડિયાને કહ્યું.

    ચોંકાવનારી વાત એ છે કે હવે એ વાત સામે આવી છે કે જૈનની મસાજ કરનાર વ્યક્તિની ઓળખ ફિઝિયોથેરાપિસ્ટ નહીં પરંતુ સગીર પર બળાત્કારના આરોપી રીન્કુ તરીકે થઇ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં