Thursday, November 21, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ'ગોવાળિયાને મળવા ગાયો આવી': ઇતિહાસમાં પ્રથમવાર અડધી રાતે મંદિરના દ્વાર ખોલીને દ્વારિકાધીશે...

    ‘ગોવાળિયાને મળવા ગાયો આવી’: ઇતિહાસમાં પ્રથમવાર અડધી રાતે મંદિરના દ્વાર ખોલીને દ્વારિકાધીશે 450 કિમી દૂરથી આવેલ 25 ગાયોને દર્શન આપ્યા

    કચ્છના રાપર તાલુકાના મેડક બેટના મહાદેવભાઇ દેસાઈ નામના એક માલધારીએ પોતાના પશુધનને આ ઘાતક વાયરસથી બચાવી લેવા માટે દ્વારકાધીશની માનતા માની હતી કે, ‘હે કાળીયા ઠાકર, મારી ગાયોને લમ્પીથી બચાવી લેજે તો એમને પગપાળા લઈ આવીને તમારા દર્શન કરાવીશ.’

    - Advertisement -

    કોઈ વીવીઆઈપી કે વીઆઈપી માટે નહિ પરંતુ ગાયો માટે દ્વારકાધીશ મંદિરના દ્વારા અડધી રાતે ખુલ્યા. દ્વારકાના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હશે. કચ્છના એક ગોપાલકની માનતા ફળતા તેઓ પોતાની 25 ગાયો સાથે 17 દિવસ ચાલતા કચ્છથી દ્વારકા આવી પહોંચ્યા હતા ભગવાન દ્વારિકાધીશના દર્શન કરાવવા.

    કચ્છના રહેવાસી માવજીભાઈ દેસાઈની 25 જેટલી ગાયોને લમ્પી રોગ થતા તેમને દ્વારકાધીશને માનતા માની હતી કે, “કાળિયા ઠાકર મારી ગાયોને લમ્પી રોગથી બચાવી લેજે તો હું ગાયોને પગપાળા લાવી તારા દર્શન કરાવીશ.” માવજીભાઈની માનતા ફળતા તેઓ તેમની 25 જેટલી ગાયોને મોડી રાત્રે દર્શન કરવા કચ્છથી દ્વારકા લઈ આવ્યા હતા.

    દેશભરમાં કચ્છથી થઇ હતી લમ્પી વાયરસની શરૂઆત

    આખા દેશમાં સૌપ્રથમ વખત કચ્છના લખપતથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી અને પશુપાલકો ભયથી ફફડી ઊઠ્યા હતા. એ સમયમાં કચ્છના રાપર તાલુકાના મેડક બેટના મહાદેવભાઇ દેસાઈ નામના એક માલધારીએ પોતાના પશુધનને આ ઘાતક વાયરસથી બચાવી લેવા માટે દ્વારકાધીશની માનતા માની હતી કે, ‘હે કાળીયા ઠાકર, મારી ગાયોને લમ્પીથી બચાવી લેજે તો એમને પગપાળા લઈ આવીને તમારા દર્શન કરાવીશ.’

    - Advertisement -

    કચ્છના આ પશુપાલક પાસે એ સમયે 25 ગાયો હતી અને આ ગાયોમાંથી કોઈને પણ લમ્પીની અસર થઈ નહોતી. આથી, કાળિયા ઠાકરની મહેરબાનીથી જ આવું થયું હોવાનું સમજીને પોતાના ગૌ-ધન સાથે તેઓ પગપાળા દ્વારકા આવવા નીકળી પડ્યા હતા. કચ્છથી દ્વારકા સુધી 450 કિલોમીટરનું પગપાળા અંતર કાપીને તેઓ આવી પહોંચ્યા હતા.

    અડધી રાતે દ્વારકાધીશ મંદિરના દ્વાર ખુલ્યા

    ​​​​​​​હવે દ્વારકા તો પહોંચવું હતું પરંતુ દિવસમાં તો મંદિર દર્શનાર્થીઓથી ઉભરાતું હોય છે તો કરવું શું? આથી વહીવટી તંત્રની સ્પેશિયલ મંજૂરીથી ગાયોને કાળીયા ઠાકરના દર્શન કરાવવા માટે રાત્રે જગત મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પોતાના પાંચ ગૌસેવકો અને 25 ગાયોની સાથે દ્વારકા પહોંચેલા મહાદેવભાઇએ જગત મંદિરની પરિક્રમા કરીને 25 ગૌમાતા સાથે મંદિરમાં પ્રવેશી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

    રાત્રિના દેવસ્થાન સમિતિની ઓફિસના અધિકારીની ખાસ મંજુરીથી 25 ગૌ માતા અને મહાદેવ ભાઈ સાથેના 5 ગો-સેવકોએ જગત મંદિરની પરિક્રમા કરી દર્શન કરી પોતાની માનતા પૂરી કરી હતી. ત્યારે આ તકે પૂજારી દ્વારા ગૌ માતાને આશીર્વાદરૂપે ઉપવસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

    માહાદેવ ભાઇએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ 1971ના યુદ્ધમાં પરાક્રમ બતાવનારા રણછોડ પગીના ભત્રીજા થાય છે. તેઓ ગત તા. 28/10ના દ્રારકા જવા માટે ગાયો સાથે પગપાળા નિકળ્યા હતાં. ત્યા રાત્રે મીતભાઇ કરીને એક સજ્જને ગાયો મંદિરમાં દર્શન કરી શકે તેની વ્યવસ્થા કરી આપી હતી. ગત રાતે તેઓ દર્શન કરાવીને પરત ફરી રહ્યા હતા અને જામનગરના જામ ખંભાળીયા પહોંચ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં