Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAP બાદ હવે કોંગ્રેસની સભાનું સૂરસૂરિયું: સુરતમાં મજુરાના ઉમેદવાર બળવંત જૈનની સભામાં...

    AAP બાદ હવે કોંગ્રેસની સભાનું સૂરસૂરિયું: સુરતમાં મજુરાના ઉમેદવાર બળવંત જૈનની સભામાં ‘મોદી..મોદી..’ના નારા લાગતાં કાર્યક્રમ આટોપી લેવાયો

    બળવંત જૈનની આ સભા પાંડેસરાના શાંતા નગર ઉડિયા મંદિર ખાતે યોજાઈ હતી. પણ સ્થાનિક લોકોનો ભાજપ તરફી મિજાજ જોઇને કોંગ્રેસના ઉમેદવારે ફટાફટ સભા આટોપી લેવામાં સમજદારી હોવાનું વિચારીને સભા પૂર્ણ કરી નાંખી હતી.

    - Advertisement -

    થોડા સમય આગાઉ વલસાડમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉમરગામ ખાતે યોજાયેલી રેલીમાં મોદી…મોદી… ના નારા લાગ્યા હતા. હવે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના કોંગ્રેસ ઉમેદવારની સભામાં મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર થયા હતા. મજુરાના કોંગ્રેસ ઉમેદવાર બળવંત જૈને એક જનસભાનું આયોજન તો કરી નાંખ્યું હતું, પરંતુ ચાલુ થયા બાદ પૂરી પણ તરત કરી દેવામાં આવી હતી, કારણ કે સભા દરમિયાન ‘મોદી..મોદી..’ના નારા લાગવાના શરૂ થઇ ગયા હતા.

    અહેવાલો અનુસાર સુરતમાં કોંગ્રેસ ઉમેદવારની સભામાં પીએમ મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર થતાં તાત્કાલિક ધોરણે સભાની પૂર્ણાહુતિ કરવાનો વારો આવ્યો હતો. વાસ્તવમાં કોંગ્રેસે મજુરા ખાતેની સીટ પરથી બળવંત જૈનને ટીકીટ આપી છે, તેવામાં જૈને પોતાના વિધાનસભાના મતવિસ્તારમાં નાગરિકો પાસે મત માંગવા એક સભાનું આયોજન કર્યું હતું. પણ અચાનક કેટલાક સ્થાનિકોએ ભાજપના હોર્ડિંગ્સ અને ટોપીઓ પહેરીને મોદી…..મોદી….ના નારા લગાવતા હાજર તમામ લોકો અચંબામાં મૂકાઈ ગયા હતા.

    બળવંત જૈનની આ સભા પાંડેસરાના શાંતા નગર ઉડિયા મંદિર ખાતે યોજાઈ હતી. પણ સ્થાનિક લોકોનો ભાજપ તરફી મિજાજ જોઇને કોંગ્રેસના ઉમેદવારે ફટાફટ સભા આટોપી લેવામાં સમજદારી હોવાનું વિચારીને સભા પૂર્ણ કરી નાંખી હતી.

    - Advertisement -

    આ પહેલા AAP ની રેલીઓ અને સભાઓમાં મતદારોએ દેખાડ્યો હતો મિજાજ

    ઉલ્લેખનીય છે કે થોડા સમય આગાઉ જ વલસાડના ઉમરગામ ખાતે ભગવંત માનની રેલીમાં મોદી-મોદીના નારા લાગ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલના સમર્થનમાં ભગવંત માનની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન ભગવંત માનના સંબોધન વખતે જ મોદી મોદીના નારા લાગવા લાગ્યા હતા. દરમિયાન ફરજ પર તૈનાત પોલીસકર્મીઓએ મોદી-મોદીના નારા લગાવતા લોકોને દૂર કર્યા હતા.

    તે પહેલાં ચીખલી ખાતે પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સભા સંબોધવા માટે જઈ રહ્યા હતા ત્યારે સભાસ્થળે જતા તેમના કાફલાનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવીને, મોદી-મોદીના નારા લગાવીને તેમનો વિરોધ કર્યો હતો. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં