Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલનો પીછો નથી છોડી રહ્યા ‘મોદી..મોદી’ના નારા: હવે નવસારીના ચીખલીમાં વિરોધ, લોકોએ...

    કેજરીવાલનો પીછો નથી છોડી રહ્યા ‘મોદી..મોદી’ના નારા: હવે નવસારીના ચીખલીમાં વિરોધ, લોકોએ કાળા વાવટા પણ ફરકાવ્યા

    અરવિંદ કેજરીવાલ નવસારી જિલ્લામાં આજે સૌપ્રથમ વખત સભા કરવા માટે આવી રહ્યા છે ત્યારે તે પહેલાં તેમણે સ્થાનિકોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. તેઓ નવસારી જિલ્લાના ચીખલી ખાતે સભા સંબોધવા માટે જઈ રહ્યા છે. પરંતુ તે પહેલાં જ ચીખલીમાં કેજરીવાલનો વિરોધ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવીને, મોદી-મોદીના નારા લગાવીને તેમનો વિરોધ કર્યો હતો. 

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચીખલીમાં સભા સંબોધવા માટે જઈ રહ્યા હતા ત્યારે સભા સ્થળે જતા તેમના કાફલાનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

    વિડીયોમાં રસ્તાની બંને બાજુએ મોટી સંખ્યામાં ઉભેલા લોકો કાળા વાવટા ફરકાવતા અને ‘મોદી..મોદી’ના નારા લગાવતા જોવા મળે છે. 

    - Advertisement -

    નવસારી જિલ્લો પહેલેથી જ ભાજપનો ગઢ રહ્યો છે. અહીંની ચાર વિધાનસભા બેઠકોમાંથી ત્રણ બેઠકો પર ભાજપની જીત થઇ હતી. બીજી તરફ, આ ચૂંટણીમાં પણ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગ્જ્જો પણ પ્રચાર કરી ચૂક્યા છે. થોડા મહિનાઓ પહેલાં ચીખલીના ખુડવેલમાં પીએમ મોદીની એક સભા યોજાઈ હતી. જ્યારે તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહે ઉનાઈ ખાતેથી ભાજપ આયોજિત ‘ગુજરાત ગૌરવ યાત્રા’ અને ‘ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’નું પ્રસ્થાન કરાવ્યું હતું. 

    અરવિંદ કેજરીવાલ નવસારી જિલ્લામાં આજે સૌપ્રથમ વખત સભા કરવા માટે આવી રહ્યા છે ત્યારે તે પહેલાં જ ચીખલીમાં કેજરીવાલનો વિરોધ જોવા મળ્યો હતો. 

    જોકે, ગુજરાતમાં કેજરીવાલ-માન સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓનો વિરોધ હવે નવી વાત રહી નથી. આ પહેલાં પણ કેજરીવાલનો અનેક સ્થળોએ વિરોધ થઇ ચૂક્યો છે. ખાસ કરીને તેમની પાર્ટીના નેતા અને તત્કાલીન મંત્રી હિંદુઓનું ધર્માંતરણ કરાવવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં ગુજરાતમાં હિંદુઓએ કેજરીવાલ અને તેમની ભારે વિરોધ કર્યો હતો તેમજ વિવિધ શહેરોમાં કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટરો પણ લાગ્યાં હતાં. વિરોધ જોઈને મંત્રીનું રાજીનામું તો લઇ લેવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં વિરોધમાં કોઈ ખાસ ફેર પડ્યો ન હતો. 

    કેજરીવાલ વડોદરામાં રેલી કરવા માટે ગયા હતા, પરંતુ સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરી આવીને કાળા વાવટા ફરકાવીને, મોદી..મોદીના નારા લગાવીને ભારે વિરોધ કર્યો હતો. જેના કારણે કેજરીવાલે દોઢ કિલોમીટર લાંબો રોડ શૉ માત્ર 400 મીટરમાં જ પૂરો કરી દેવો પડ્યો હતો. 

    ત્યારબાદ મહેસાણાના ઊંઝા ખાતે પણ કેજરીવાલની સભા પહેલાં હિંદુ હિતરક્ષક સમિતિએ ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટને પત્ર લખીને કેજરીવાલનું સ્વાગત ન કરવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ કેજરીવાલે તેમનો મંદિરમાં દર્શન કરવા જવાનો કાર્યક્રમ રદ કરી દીધો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં