ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીઓનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આ વખતે રાજ્યમાં પારંપારિક વિરોધીઓ ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ‘ભારત જોડો’ યાત્રામાં વ્યસ્ત છે. જ્યાં ગુરુવારે ગુજરાતને વર્ષો સુધી તરસ્યું રાખનાર કથિત સામાજિક કાર્યકર મેધા પાટકર પણ જોડાયા હતા.
કોંગ્રેસના ‘ભારત જોડો’ યાત્રાના ઓફિસિયલ ટ્વીટર આઈડીએ આ વિષે ટ્વીટ કરીને જાણકરી આપી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે, “જ્યારે તમે સમાજ માટે કંઈક કરો છો, ત્યારે સમાજ કલ્યાણ સાથે સંકળાયેલા લોકો તમારી સાથે જોડાય છે… સામાજિક કાર્યકર મેધા પાટકરે ‘ભારત જોડો યાત્રા’માં ભાગ લીધો હતો.”
जब आप समाज के लिए कुछ करते हैं, तो समाज कल्याण में लगे लोग खुद ही आपसे जुड़ते हैं … 'भारत जोड़ो यात्रा' में सामाजिक कार्यकर्ता मेधा पाटकर ने की शिरकत।#BharatJodoYatra pic.twitter.com/zkUsab9R8x
— Bharat Jodo (@bharatjodo) November 17, 2022
આ સાથે જ તેમણે આ પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને મેધા પાટકર સાથે ચાલતા ચાલતા વાતો કરી રહ્યા હોય એવો ફોટો પણ જોડ્યો હતો.
પાટકર જ હતા આપના ગુજરાત CM ચહેરા માટેની પહેલી પસંદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ એ પહેલા અહેવાલો ફરતા થયા હતા કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કથિત સામાજિક કાર્યકર મેધા પાટકરને પોતાનો CM ચહેરો જાહેર કરી શકે છે.
If what sources say is to be believed Anti India, anti-development, Anti Gujarat Medha Patkar to be announced as Kejriwal Lok Pal Dal's CM face in Gujarat.
— Suresh Nakhua (सुरेश नाखुआ) 🇮🇳 (@SureshNakhua) August 29, 2022
સૂત્રો પર વિશ્વાસ કરીયે તો ભારત વિરોધી, વિકાસ વિરોધી, ગુજરાત વિરોધી આપ મેધા પાટકાર ને ગુજરાત નો મુખ્યમંત્રી બનાવશે. pic.twitter.com/FhuimNi6Vs
આ સાથે જ એવા અહેવાલો પણ ફરતા થયા હતા કે આ માટે મેધા પાટકરે તૈયારીઓ પણ શરુ કરી દીધી હતી અને સરદાર સરોવર ડેમ યોજનાને કઈ રીતે બંધ કરવી તેનું પ્લાનિંગ પણ થઇ ચૂક્યું હતું.
આ વિષે તે સમયે જયારે એક પત્રકારે અરવિંદ કેજરીવાલને સવાલ પૂછ્યો હતો ત્યારે તેમણે તેનો સીધો જવાબ નહોતો આપ્યો. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા એક પત્રકારે પૂછ્યું કે શું નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ સામેના ‘નર્મદા બચાવો આંદોલન’ માટે જાણીતા ‘એક્ટિવિસ્ટ’ મેધા પાટકર AAPનો સીએમ ચહેરો હશે? તો કેજરીવાલે પ્રશ્નને બાજુ પર રાખ્યો અને પત્રકારને બીજેપીને પૂછવા કહ્યું કે શું તેઓ પીએમ મોદી પછી સોનિયા ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવવાની યોજના બનાવી રહ્યા છે?
તેમણે ત્યારે જવાબમાં સ્પષ્ટ ના નહોતી પાડી. આથી માની શકાય કે તેનું આયોજન મેધા પાટકરને CM ચહેરો બનાવવાનું જ હતું પરંતુ ગુજરાતીઓ દ્વારા સોશિયલ મીડિયા પર થઇ રહેલો વિરોધ જોતા તેમણે તે પ્લાન પડતો મુક્યો હશે.
મેધા પાટકરનો ગુનાહિત ઇતિહાસ
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે મેધા પાટકરે ગુજરાતમાં સરદાર સરોવર બંધ અને કેનાલ પ્રોજેક્ટ વિરુદ્ધ શરૂ કરેલ ‘નર્મદા બચાવો આંદોલન’થી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. કેન્દ્રની યુપીએ સરકાર અને મેધા પાટકર જેવા એક્ટિવિસ્ટ દ્વારા નાના-નાના મુદ્દાઓને લઈને ઘણા લાંબા સમય સુધી સરદાર સરોવર પ્રોજેક્ટમાં વિલંબ થતો રહ્યો. આ બંધની પહેલી શિલા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા રાખવામાં આવી હતી પરંતુ વિરોધ, કેસ અને સરકારના વિલંબના કારણે પ્રોજેક્ટ લંબાતો ગયો હતો.
આખરે, 2014 માં નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રમાં આવ્યા બાદ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી અને ક્ષમતામાં વધારો કરવા બંધની ઊંચાઈ 121.92 મીટરથી વધારીને 138.68 મીટર કરવાને પણ મંજૂરી આપવામાં આવી હતી.
કથિત એક્ટિવિસ્ટ મેધા પાટકરે નર્મદા બચાવો આંદોલન થકી વર્ષો સુધી સરદાર પ્રોજેક્ટને વિલંબિત રાખવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટથી લગભગ 40 હજાર પરિવારો વિસ્થાપિત થઇ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ પરિવારોના પુનર્વસનની પ્રક્રિયા પૂર્ણ થઇ નથી અને જ્યાં સુધી એ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધમાં પાણીનો સપ્લાય રોકી દેવાની પણ માંગ કરી હતી. જો કે છેવટે પાટકરના આ દાવા પોકળ જ સાબિત થયા અને નર્મદા યોજનાને લીધે વિસ્થાપિત લોકોના પુનર્વસન માટેનું શ્રેષ્ઠ કાર્ય ગુજરાતે કર્યું હોવાનું પણ સાબિત થયું હતું.
AAP હોય કે કોંગ્રેસ ગુજરાતદ્વેષીઓ હમેશા તેમના દિલમાં રહે છે
આ એ જ મેઘ પાટકર છે જેના કારણે ગુજરાતની ભોળી જનતા દાયકાઓ સુધી તરસી રહી હતી. જેણે અકારણ માત્રા પોતાના જ ફાયદા માટે ગુજરાત રાજ્યના આટલા મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટને અટકાવી રાખ્યો હતો.
પરંતુ AAP હોય કે કોંગ્રેસ, તે બંનેને આ ગુજરાતદ્વેષી એક્ટિવિસ્ટ ખુબ ગમતા આવ્યા છે. જેમ ઉપર બતાવ્યું એમ AAPએ તો તેમને ગુજરાતના CM પદનો ચહેરો બનાવવા સુધીની તૈયારીઓ કરી લીધી હતી. જયારે કોંગ્રેસ અત્યારે જયારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે તે એક્ટિવિસ્ટને પોતાની ભારત જોડો યાત્રામાં હાઈલાઈટ કરી રહી છે.
હવે જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા આ ગુજરાતદ્વેષી એક્ટિવિસ્ટ અને તેમની સહયોગી પાર્ટીઓને વિધાનસભા ચૂંટણીઓમાં કઈ રીતે જવાબ આપે છે. આ સવાલનો જવાબ આપણને સીધો 8 ડિસેમ્બરના રોજ મળશે જયારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને ચરણોના પરિણામ બહાર આવશે.