સુરત પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટી નેતા કંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવાના નાટકીય ઘટનાક્રમ બાદ હવે તેમણે આપના અને કોંગ્રેસ ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો તેમને મારી નાંખે તેવો ડર વ્યક્ત કરી પોલીસ પાસે રક્ષણ માંગ્યું છે.
કંચન જરીવાલાએ સુરત શહેર પોલીસ કમિશનરને પત્ર લખીને આ વિશે જાણ કરી હતી. તેમણે કહ્યું કે, તેમણે સુરત પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકેનું ફોર્મ રાજીખુશીથી પરત ખેંચી લીધું છે. આગળ જણાવ્યું કે, આપ પાર્ટી અને કોંગ્રેસ ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો તેમને જાનથી મારી નાંખે તેવો ડર છે. જેથી તેમને અને તેમના પરિવારને રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
તેમણે એમ પણ જણાવ્યું કે, ગુરુવારે સાંજે ચાર વાગ્યે પોતાના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને સમગ્ર ઘટનાક્રમ અંગે જાણકારી આપી પોતાની વાત રજૂ કરશે. આ અંગે કંચન જરીવાલા પાસેથી વધુ વિગતો મેળવવા માટે ઑપઇન્ડિયાએ સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ થઇ શક્યો ન હતો.
કંચન જરીવાલા છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. અરવિંદ કેજરીવાલ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે કંચન જરીવાલાનું ભારતીય જનતા પાર્ટીના માણસોએ અપહરણ કરી લીધું હતું. જોકે, ત્યારબાદ તેઓ પોતે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા હતા અને સ્વેચ્છાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હતું.
'पार्टी के कार्यकर्ता मुझसे पैसे मांग रहे थे'
— News24 (@news24tvchannel) November 17, 2022
◆ कंचन जरीवाला ने बताई नामांकन वापस लेने की वजह
◆ सूरत ईस्ट से AAP के उम्मीदवार थे Kanchan Jariwala pic.twitter.com/WiFotOY68O
ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ ‘આપ’ નેતા જરીવાલાએ કહ્યું હતું કે, પાર્ટીના બૂથના કાર્યકર્તાઓ મારી પાસે પૈસાની માંગણી કરી રહ્યા હતા અને 80 લાખથી 1 કરોડનો ખર્ચ કરી શકું એટલો હું સક્ષમ નથી.
‘આપ’ નેતાઓની પોલ ખોલતાં તેમણે કહ્યું હતું કે, મારું ફોર્મ ખેંચવાનું કારણ જ આ (પૈસાની માંગણી) હતું. મને કોઈ દાબ-દબાણ કરવામાં આવ્યું નથી કે ધમકી આપવામાં આવી નથી. પાર્ટીનું દબાણ એટલું હતું, ફોન એટલા આવતા હતા, જેથી પરિવાર સાથે મિટિંગ ચાલતી હતી અને છ દિવસથી ડિપ્રેશન હતો. તેમણે ભાજપ પાસેથી રૂપિયા લીધા તેવા આરોપો પણ નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેવી કોઈ વાત નથી.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પાંચ દિવસ પછી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે કે આગળ કઈ પાર્ટીમાં કામ કરવા માંગે છે.