Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવર્લ્ડકપમાં ફાઇનલ જીતવાની પાકિસ્તાનીઓની આશાઓ પર ઇંગ્લેન્ડે પાણી ફેરવી મૂક્યું: સોશિયલ મીડિયા...

    વર્લ્ડકપમાં ફાઇનલ જીતવાની પાકિસ્તાનીઓની આશાઓ પર ઇંગ્લેન્ડે પાણી ફેરવી મૂક્યું: સોશિયલ મીડિયા પર ભારતીયોએ પાકિસ્તાન સમર્થકોના ઘા પર મીઠું ભભરાવ્યું

    ઇંગ્લેન્ડ તરફથી ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સે અણનમ 49 બોલમાં 52 રન બનાવ્યા હતા. જોસ બટલર અને હેરી બ્રુકે પણ અનુક્રમે 26 અને 20 રનની ઇનિંગ રમી હતી.

    - Advertisement -

    હાલ ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં પાડોશી દેશ પાકિસ્તાન ગમે તે રીતે ફાઇનલમાં તો પહોંચી ગયો હતો, પરંતુ ત્યાં ઇંગ્લેન્ડ સામે તેની હાર થઇ છે. ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાન સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયા પર એક-એકથી રમૂજી મીમ્સ અને પોસ્ટ્સ જોવા મળ્યાં હતાં. 

    ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાને શાન મસૂદના 28 બોલમાં 38 અને બાબર આઝમના 28 બોલમાં 32 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 137 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી સેમ કરને 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડને પણ 2-2 વિકેટ મેળવી હતી. 

    137 રનનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે આ લક્ષ્યાંક 19 ઓવરમાં જ પાર કરી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સે અણનમ 49 બોલમાં 52 રન બનાવ્યા હતા. જોસ બટલર અને હેરી બ્રુકે પણ અનુક્રમે 26 અને 20 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ 5 વિકેટે જીત મેળવીને ચેમ્પિયન બન્યું હતું. 

    - Advertisement -

    પાકિસ્તાનની હાર બાદ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીનું એક ટ્વિટ ઘણું વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરના ટ્વિટનો જવાબ આપ્યો છે. મોહમ્મદ શમીએ કહ્યું કે, આને જ કર્મભોગ કહેવાય છે. 

    એક યુઝરે લખ્યું કે, આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન પોતાના પ્રદર્શન ઉપર ઓછું અને નેધરલેન્ડ અને ‘કુદરત કા નિઝામ’ પર વધુ આધાર રાખીને બેઠું હતું. સાથે તેમણે લોકો ટીવી તોડતા હોય તેવી તસ્વીર પણ પોસ્ટ કરી હતી.

    એક યુઝરે લખ્યું કે, આજની શીખ એટલી જ છે કે કુદરતનો નિઝામ, કિસમત અને ભીખ ફાઇનલ સુધી લઇ જઈ શકે છે, પરંતુ જીતાડી શકતી નથી.

    યુઝર દેશી મોજીતોએ કટાક્ષ કરતાં લખ્યું કે, ભારતમાં રહેતા પાકિસ્તાન સમર્થકો માટે દુઃખ અનુભવું છું. (તેમના) ફટાકડા નકામા થઇ ગયા.

    અન્ય એક યુઝરે વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં એક યુવક સ્ટેડિયમની બહાર ઉભો રહીને પાકિસ્તાન સમર્થકોની મજાક ઉડાવતો જોવા મળે છે.

    ઈશાન પાઠક નામના યુઝરે કટાક્ષ કર્યો અને કહ્યું કે, નેધરલેન્ડ પાકિસ્તાનને સેમીફાઇનલમાં જવામાં મદદ કરી શકે, પરંતુ જીતાડી શકે નહીં.

    એક યુઝરે પીએમ મોદીનું જાણીતું મીમ પોસ્ટ કરીને પાકિસ્તાનીઓની મજાક ઉડાવી હતી.

    ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપની પહેલી જ મેચમાં પાકિસ્તાને ભારતના હાથે પછડાટ ખાધી હતી. ત્યારબાદ ઝિમ્બાબ્વે સામે પણ પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ત્યારપછીની ત્રણ મેચમાં જીત મેળવી હતી. જોકે, પાકિસ્તાન ફાઇનલમાં જશે કે નહીં તેનો આધાર અન્ય ટીમો ઉપર હતો. 

    પોતાની અંતિમ મેચમાં સાઉથ આફ્રિકાની નેધરલેન્ડ સામે હાર થતાં આફ્રિકા બહાર થઇ ગયું હતું અને પાકિસ્તાન સેમીફાઇનલમાં પ્રવેશ્યું હતું. ત્યારબાદ ભારતે પણ સેમીફાઇનલમાં સ્થાન બનાવી લીધું હતું. 

    સેમીફાઇનલમાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટે જીત મેળવીને ફાઇનલમાં પણ પ્રવેશ કરી લીધો હતો. ત્યારથી પાકિસ્તાની સમર્થકોને ચેમ્પિયન બનવાની આશા હતી, પરંતુ આજે ઇંગ્લેન્ડે તેમની આશા પર પાણી ફેરવી મૂક્યું છે. બીજી તરફ, ભારતીયો સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની હારની મજા લઇ રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં