Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહજુ તો ચૂંટણી થાય તે પહેલાં જ ગુજરાતમાં કોંગ્રેસે શસ્ત્રો હેઠાં મૂકી...

    હજુ તો ચૂંટણી થાય તે પહેલાં જ ગુજરાતમાં કોંગ્રેસે શસ્ત્રો હેઠાં મૂકી દીધાં: ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નો કરી હારનાં કારણોથી બચવા અત્યારથી જ તૈયારીઓ શરૂ

    કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચ પર કટાક્ષ કર્યો હતો અને સંસ્થા પર ભાજપ સરકારના ઈશારે કામ કરતી હોવાનો આડકતરો આક્ષેપ લગાવ્યો હતો.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાને બરાબર 28 દિવસો બાકી રહ્યા છે. આગામી પહેલી ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થશે. આજે ચૂંટણી પંચે તારીખ જાહેર કરી તેની સાથે જ આચારસંહિતા પણ લાગુ થઇ ગઈ છે. બીજી તરફ, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસે રણમેદાનમાં ઉતરવા પહેલાં જ શસ્ત્રો હેઠાં મૂકી દીધાં હોય અને બહાનાં શોધવાનાં શરૂ કરી દીધાં હોય તેમ લાગી રહ્યું છે. 

    કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવાનું એલાન કર્યું તેની બીજી તરફ કોંગ્રેસના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે લખ્યું, ‘ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે, જે નિષ્પક્ષ ચૂંટણી કરાવે છે.’ આ સાથે નીચે આંખ, કાન અને મોં પર હાથ મૂકેલા વાંદરાના ત્રણ ઈમોજી મૂકવામાં આવ્યાં હતાં. 

    કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચ પર કટાક્ષ કર્યો હતો અને સંસ્થા પર ભાજપ સરકારના ઈશારે કામ કરતી હોવાનો આડકતરો આક્ષેપ લગાવ્યો હતો. જોકે, કોંગ્રેસ માટે આ નવી વાત રહી નથી. જ્યારે જ્યારે કોઈ પણ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફ પવન ફૂંકાતો જોવા મળે કે જેમાં ભાજપની જીત દેખાઈ રહી હોય તેમાં કોંગ્રેસ આ પ્રકારનાં ગતકડાં લઇ આવતી ઘણી વખત જોવા મળી છે. 

    - Advertisement -

    અહીં નોંધવા જેવી બાબત એ છે કે 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીએ જ દેશ પર શાસન ભોગવ્યું છે. દેશના પ્રથમ વડાપ્રધાન અને પાર્ટીના નેતા જવાહરલાલ નહેરુ, ત્યારબાદ તેમનાં પુત્રી ઇન્દિરા ગાંધી, ઇન્દિરાના પુત્ર રાજીવ ગાંધી, તેમનાં પત્ની સોનિયા ગાંધી અને સોનિયાના પુત્ર રાહુલ ગાંધી, આ તમામ આ જ ચૂંટણી પંચ દ્વારા યોજાયેલી ચૂંટણી જીતીને સાંસદો બન્યા હતા, પરંતુ ત્યાં સુધી ચૂંટણી પંચ સામે પાર્ટીએ એક અક્ષર પણ આમતેમ બોલ્યો ન હતો.

    કોંગ્રેસ પાર્ટી આ પહેલાં જ્યાં પણ કોઈ પણ ચૂંટણી હારી છે ત્યાં પાર્ટીના નેતૃત્વને ક્લીન ચિટ આપી દઈને ઈવીએમ હેક થયાં હોવાનાં કે ચૂંટણી પંચ જેવી સંસ્થા ભાજપના પક્ષે રહીને કામ કરતી હોવાનાં બહાનાં શોધતી રહી છે. જોકે, ઈવીએમ વિશે વર્ષો સુધી દુષ્પ્રચાર ફેલાવ્યા છતાં ખાસ મેળ ન પડતાં હવે પાર્ટીએ ચૂંટણી પંચને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. 

    વાચકો એ પણ જાણે છે કે 2014 પહેલાં તો ઈવીએમ હેકિંગની વાત થતી જ ન હતી પરંતુ ત્યારબાદ પણ જે ચૂંટણીમાં કોંગ્રેસ (કે ભાજપ સિવાયની પાર્ટીઓ) જીતી છે ત્યારે ઈવીએમ સામે આંગળીઓ ચીંધવામાં આવી ન હતી. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ એટલી સક્રિય દેખાતી નથી જેટલી આટલી મોટી ચૂંટણી પહેલાં પાર્ટીઓ હોવી જોઈએ. રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી જેવા નેતાઓ હજુ સુધી રાજ્યમાં પ્રચાર માટે આવ્યા નથી. બીજી તરફ, પ્રદેશના નેતાઓ પણ નિરાશ જણાઈ રહ્યા છે. આ સંજોગોમાં કોંગ્રેસે જીત પર મહેનત કરવાને બદલે શસ્ત્રો હેઠાં મૂકી હાર પછીનાં બહાનાં શોધવામાં વધુ મહેનત કરવું મુનાસિબ માન્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં