Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર કોરિયાએ એક પછી એક ત્રણ મિસાઈલ છોડી; દક્ષિણ કોરિયાએ હવાઈ હુમલાની...

    ઉત્તર કોરિયાએ એક પછી એક ત્રણ મિસાઈલ છોડી; દક્ષિણ કોરિયાએ હવાઈ હુમલાની ભીતિ જતાવી

    દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યેઓલે આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ એ અમારી પ્રાદેશિક અખંડિતતા પર હુમલો છે.

    - Advertisement -

    ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ઉત્તર કોરિયાએ આજે વહેલી સવારે જાપાન સમુદ્રમાં એક પછી એક ત્રણ મિસાઈલ છોડી છે. દક્ષિણ કોરિયાએ તુરંત જ આ ઘટનાનું સંજ્ઞાન લેતાં દેશમાં હવાઈ હુમલાની ચેતવણી જાહેર કરી દીધી છે.

    થોડા દિવસ અગાઉ અમેરિકા અને દક્ષિણ કોરિયાએ સંયુકતપણે લશ્કરી કવાયદ હાથ ધરી હતી. આ બાબત ઉત્તર કોરિયાને પસંદ પડી ન હતી અને ત્યારે જ તેણે આ કવાયદના ગંભીર પરિણામો થશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી દીધી હતી.

    આજે સવારે ઉત્તર કોરિયા દ્વારા ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પૂર્વ સમુદ્રમાં છોડવામાં આવી હતી જેમાંથી એક દક્ષિણ કોરિયાની હદમાં પડી હોવાનું દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. આ નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે આ ઘટના બાદ ઉલ્લેઉગડો ટાપુ પર હવાઈ હુમલો થઇ શકે છે તેવી ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યેઓલે આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ એ અમારી પ્રાદેશિક અખંડિતતા પર હુમલો છે. ઉપરોક્ત મિસાઈલ હુમલા બાદ ઉલ્લેઉગડો ટાપુ પર હવાઈ હુમલાની ભયજનક સાયરન પણ વગાડવામાં આવી હતી અને અહીંના નાગરિકોએ જમીનની અંદર આવેલા બંકરોમાં શરણ લીધી હતી.

    ઉત્તર કોરિયાના એક ઉચ્ચ અધિકારી પાક જોંગ ચોને જણાવ્યું હતું કે અમેરિકા સાથે દક્ષિણ કોરિયાની સૈન્ય કવાયદ ઉશ્કેરણીજનક હતી જેમાં બંને તરફે મોટી સંખ્યામાં યુદ્ધ વિમાનો સામેલ કરવામાં આવ્યાં હતાં. આથી જો અમેરિકા અને દક્ષિણ કોરિયા અમારા દેશ વિરુદ્ધ કોઈ સૈન્ય કાર્યવાહી કરશે તો તેનો મતલબ એક જ છે કે ઉત્તર કોરિયા પણ પોતાનું રણનીતિક મિશન પાર પાડવા માટે બાધ્ય બની જશે.

    આ તરફ જાપાને પણ ઉત્તર કોરિયાના આ ‘સાહસની’ પુષ્ટિ કરી છે. જાપાને સમુદ્રમાં રહેલાં તેના કોસ્ટગાર્ડ વોર્નિંગ વેસલ્સને ચેતતા રહેવાનું કહ્યું છે. જાપાનના વડાપ્રધાન ફૂમીઓ કીશીડાએ જણાવ્યું છે કે, “અમે કોરિયન દ્વીપકલ્પમાં તણાવને વધતાં જોઈ રહ્યાં છીએ, હું તરતજ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી રહ્યો છું.”

    દક્ષિણ કોરિયાએ પણ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે જેમાં એ નિષ્કર્ષ લેવામાં આવ્યો હતો કે ઉત્તર કોરિયાનું આ પગલું છેલ્લાં ઘણાં વર્ષોમાં સહુથી વધુ આક્રમક તેમજ ધમકીભર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં