Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ચલણી નોટ પર મહાત્મા ગાંધીની જગ્યાએ સુભાષચંદ્ર બોઝની તસ્વીર છાપવામાં આવે': હિંદુ મહાસભાની...

    ‘ચલણી નોટ પર મહાત્મા ગાંધીની જગ્યાએ સુભાષચંદ્ર બોઝની તસ્વીર છાપવામાં આવે’: હિંદુ મહાસભાની માંગ, કહ્યું- નેતાજીનું યોગદાન પણ ઓછું ન હતું

    ભારતના સૌથી મહાન સ્વતંત્રતા સેનાની નેતાજીને સન્માનિત કરવાનો સૌથી સારો રસ્તો ચલણી નોટો પર તેમની તસ્વીર છાપવાનો છે: હિંદુ મહાસભા

    - Advertisement -

    અખિલ ભારતીય હિંદુ મહાસભા દ્વારા ભારતીય ચલણી નોટ ઉપર મહાત્મા ગાંધીની તસ્વીર હટાવીને નેતાજી સુભાષચંદ્ર બોઝની તસ્વીર લગાવવાની માંગ કરી છે. સંગઠને કહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામમાં નેતાજીનું યોગદાન પણ ઓછું ન હતું અને તેમને સન્માનિત કરવા માટે આ સૌથી યોગ્ય ઉપાય છે. 

    હિંદુ મહાસભાના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ચંદ્રચૂર ગોસ્વામીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, દેશના સ્વતંત્રતા સંગ્રામ નેતાજીનું યોગદાન મહાત્મા ગાંધી કરતાં ઓછું ન હતું. તેથી ભારતના સૌથી મહાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝને સન્માનિત કરવાનો સૌથી સારો રસ્તો ચલણી નોટો પર તેમની તસ્વીર છાપવાનો છે. ગાંધીજીની તસ્વીરની જગ્યાએ નેતાજીની તસ્વીર મૂકવામાં આવવી જોઈએ

    દેશ 1947માં સ્વતંત્ર થયો ત્યાં સુધી બ્રિટનના રાજા જ્યોર્જની તસ્વીર ચલણી નોટો પર છપાતી હતી. ત્યારબાદ ભારત સરકારે તેના સ્થાને સારનાથના અશોક સ્તંભની તસ્વીર છાપવાની શરૂઆત કરી હતી. વર્ષ 1969માં મહાત્મા ગાંધીની 100મી જન્મજયંતી પર તેમના સન્માનમાં ચલણી નોટ પર તેમની તસ્વીર છાપવામાં આવી હતી. 

    - Advertisement -

    સૌથી પહેલાં મહાત્મા ગાંધીની તસ્વીર 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 100 રૂપિયાની નોટ પર છાપવામાં આવી હતી. જેમાં ગાંધીજી સેવાગ્રામમાં બેઠેલા દેખાઈ રહ્યા હતા. જ્યારે 1 રૂપિયાની નોટ પર ચહેરાની તસ્વીર છાપવામાં આવી હતી. 

    જોકે, ગાંધીજીની હાલની તસ્વીર ઓક્ટોબર 1987માં છાપવાની શરૂ કરવામાં આવી હતી. આ તસ્વીર સૌથી પહેલાં 500 રૂપિયાની નોટ પર છપાઈ હતી. ત્યારબાદ દરેક ચલણી નોટ પર આ તસ્વીરનો ઉપયોગ થવાનો શરૂ થયો હતો. 

    વર્ષ 1996માં પહેલીવાર એડિશનલ ફીચર્સ જોડીને ગાંધી સિરીઝની નોટ જારી કરવામાં આવી હતી. જેમાં અનેક બદલાવ કરવામાં આવ્યા હતા. ત્યાં સુધી મહાત્મા ગાંધીની તસ્વીર વોટરમાર્ક તરીકે વપરાતી હતી. 

    મહાત્મા ગાંધીની જે તસ્વીર ચલણી નોટો પર જોવા મળે છે તે 1946માં ખેંચવામાં આવી હતી. જોકે, તે કોણે લીધી હતી તે બાબતે કોઈ માહિતી નથી. ગાંધીજી બ્રિટિશ નેતા લોર્ડ ફ્રેડરીક વિલિયમ પેથીક- લોરેન્સને મળવા માટે ગયા હતા. તેઓ ત્યારે ભારત અને બર્માના સેક્રેટરી હતા. આ તસ્વીર તત્કાલીન વાઇસરોય હાઉસ ખાતે લેવામાં આવી હતી, જે આજે ‘રાષ્ટ્રપતિ ભવન’ના નામથી ઓળખાય છે. 

    જોકે, મહાત્મા ગાંધીની તસ્વીર હટાવીને અન્ય નેતાઓ-ક્રાંતિવીરોની તસ્વીર મૂકવાની ચર્ચા અવારનવાર ચાલતી રહે છે. હવે, ફરી આ પ્રકારની માંગ થઇ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં