જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ફરી હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં જ આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં રાહુલ ભટ નામના કાશ્મીરી હિંદુની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ ઘટના ગુરુવારે બની હતી. રાહુલ ભટ સરકારી કર્મચારી હતા, તેમની કચેરીમાં ઘૂસીને આતંકવાદીઓએ ગોળીઓ વરસાવી હતી. હવે સેનાએ રાહુલ ભટની હત્યાનો બદલો લીધો છે.
કાશ્મીરમાં આતંકવાદીઓના ટાર્ગેટ કિલિંગનો જવાબ આપતા સુરક્ષાબળોએ 24 કલાકમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં રાહુલ ભટની હત્યા કરનારા બે ઇસ્લામિક આતંકવાદીઓ પણ સામેલ હતા. જ્યારે ત્રીજા આતંકવાદીની ઓળખ ગુલઝાર અહમદ તરીકે થઇ છે. ઉપરાંત અન્ય આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે.
We were tracking this group for the past two weeks. A local terrorist of LeT, Latif Rather, had gone to receive them in Bandipora. An op was launched there on 11 May based on an input. One terrorist was neutralised: Iftkhar Talib, SP Ops, Srinagar on Bandipora encounter (1/2) pic.twitter.com/iGKHhhGlQn
— ANI (@ANI) May 13, 2022
શ્રીનગરના એસપીએ (ઓપરેશન) જણાવ્યું કે છેલ્લા ઘણા અઠવાડિયાથી આ આતંકવાદીઓને ટ્રેક કરવામાં આવી રહ્યા હતા. જે બાદ શોધીને ઠાર મારવામાં આવ્યા. અન્ય આતંકવાદીઓની શોધખોળ પણ ચાલી રહી છે.
બીજી તરફ, જમ્મુ-કાશ્મીર સરકારે કાશ્મીરી હિંદુ રાહુલ ભટ્ટની હત્યાની તપાસ કરવા માટે SIT ની રચના કરી છે. તેમજ તેમની પત્નીને સરકારી નોકરી આપવાનું તેમજ પુત્રીના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનું પણ એલાન કરવામાં આવ્યું છે. નોંધવું જોઈએ કે રાહુલની હત્યાને ષડયંત્ર ગણાવીને તેમના પરિજનોએ યોગ્ય તપાસની માંગ કરી હતી.
Met the relatives of Rahul Bhat and assured justice to the family. In this hour of grief, the government stands firmly with Rahul’s family. Terrorists and their supporters will have to pay a very heavy price for their heinous act.
— Office of LG J&K (@OfficeOfLGJandK) May 13, 2022
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે ટ્વિટ કરીને રાહુલ ભટના પરિજનો સાથેની મુલાકાતની જાણકારી આપી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું , “હું રાહુલ ભટના પરિવારજનોને મળ્યો અને પરિવારને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું. દુ:ખના આ સમયમાં સરકાર રાહુલના પરિવાર સાથે મક્કમપણે ઉભી છે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોએ તેમના આ ઘૃણાસ્પદ કૃત્ય માટે ભારે કિંમત ચૂકવવી પડશે.”
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે (12 મે 2022) કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓએ એક સરકારી ઓફિસમાં ઘૂસીને 35 વર્ષીય રાહુલ ભટની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ભટ ચદૂરાની તહસીલ ઓફિસમાં મહેસૂલ વિભાગમાં ફરજ પર હાજર હતા અને સ્થળાંતરિત કાશ્મીરી હિન્દુઓના રોજગાર માટે આપવામાં આવેલા વિશેષ પેકેજ માટે કામ કરતા હતા.
સાંજે લગભગ સાડા ચાર વાગ્યે જ્યારે કચેરીમાં તમામ કર્મચારીઓ હાજર હતા ત્યારે બંને આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા અને ભટની હત્યા કરી નાંખી હતી. આતંકીઓએ જાહેરમાં ગોળીઓ વરસાવતા રાહુલ ભટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત રાહુલ ભટને ત્યારબાદ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બચી શક્યા ન હતા.
કાશ્મીર ઝૉન પોલીસે આ મામલે ટ્વિટ કરીને કહ્યું, ‘આતંકવાદીઓએ બડગામના ચદૂરા ખાતે તાલુકા કચેરીમાં લઘુમતી સમુદાયના કર્મચારી રાહુલ ભટ પર ગોળીબાર કર્યો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.” આ ઘટનાના 24 કલાકમાં જ સેનાએ રાહુલ ભટની હત્યામાં સામેલ બે આતંકવાદીઓને ઠાર મારીને હત્યાનો બદલો લીધો હતો.