Monday, May 6, 2024
More
    હોમપેજદેશRSS યુવાનોને નોકરી અપાવવા માટે બનાવશે ટુકડીઓ, પૂરતું માર્ગદર્શન આપશે: જાણો સંઘના...

    RSS યુવાનોને નોકરી અપાવવા માટે બનાવશે ટુકડીઓ, પૂરતું માર્ગદર્શન આપશે: જાણો સંઘના ‘મિશન રોજગાર’ વિષે

    પ્રયાગરાજમાં સંઘના અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની ચાર દિવસીય બેઠકમાં વધતી બેરોજગારી પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન, સમગ્ર વિશ્વમાં તમામ લોકોની રોજગાર છીનવાઈ ગઈ છે. બેઠકમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે છેલ્લા એક વર્ષમાં બેરોજગારીનો દર ઘટ્યો છે.

    - Advertisement -

    હાલમાં ભારતની સંગમ નગરી પ્રયાગરાજમાં ચાલી રહેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ચાર દિવસીય અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની બેઠકમાં દેશમાં વધી રહેલી બેરોજગારી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે RSS યુવાનોને રોજગારી અપાવવા માટે અભિયાન શરૂ કરશે.

    સંઘે કર્યું બેરોજગારી પર ચિંતન

    નોંધનીય છે કે સંઘની પ્રયાગરાજમાં ચાલી રહેલી ચાર દિવસની અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની બેઠકમાં વધતી બેરોજગારી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન સમગ્ર વિશ્વમાં ઘણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે.

    સાથે જ આવનારા સમયમાં સંઘ આ સમસ્યાના નિવારણ માટે સક્રિય રૂપે ભાગ લેશે એ વિષય પર પણ ચિંતન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સ્વરોજગારને પ્રાધાન્ય અપાશે

    સંઘ દ્વારા આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે સંઘ નાના સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પણ અભિયાન ચલાવવામાં આવશે. એટલું જ નહીં RSSના સ્વયંસેવકો લોકોને સ્વરોજગાર માટે પણ પ્રેરિત કરશે.

    સરકારની સ્ટાર્ટઅપ યોજનાનો પણ જોરદાર પ્રચાર કરવામાં આવશે, જેથી લોકો પોતાનો રોજગાર શરૂ કરી શકે અને અન્યને નોકરી આપી શકે. આમ RSS યુવાનોને વધુમાં વધુ સ્વરોજગારી માટે પ્રોત્સાહિત કરશે.

    ઉદ્યોગપતિઓ-વેપારીઓનો સંપર્ક કરાશે

    સ્વરોજગાર ઉપરાંત બેરોજગારી સાથે લાડવા માટે સંઘ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ-વેપારીઓ અને અન્ય સક્ષમ લોકોની યાદી તૈયાર કરીને તેઓને વધુમાં વધુ લોકોને રોજગારી આપવાની અપીલ કરવામાં આવનાર છે. આ માટે અનેક સ્તરે સંઘના સ્વયંસેવકોની ટીમ બનાવવામાં આવનાર છે.

    આમ, પ્રયાગરાજમાં સંઘના અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની ચાર દિવસીય બેઠકમાં વધતી બેરોજગારી પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન, સમગ્ર વિશ્વમાં તમામ લોકોની રોજગાર છીનવાઈ ગઈ છે. બેઠકમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે છેલ્લા એક વર્ષમાં બેરોજગારીનો દર ઘટ્યો છે.

    ઉલ્લેખનીય છે કે 16 ઓક્ટોબરથી પ્રયાગરાજ સંઘના અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની વાર્ષિક બેઠક ચાલી રહી છે. આજે એટલે કે મંગળવારે આરએસએસની બેઠકનો ત્રીજો દિવસ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં