આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ફરી એક વખત હાસ્યાસ્પદ ઠર્યા છે. તેમણે ભગવંત માનના એક ટ્વિટનું ઊંધું અર્થઘટન કરીને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુઝરોએ તરત જુઠ્ઠાણું પકડી પાડ્યું હતું અને લોકોને ભ્રમમાં રાખવાનો પ્રયાસ કરવાના આક્ષેપો કર્યા હતા.
થયું એવું કે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને આજે સવારે એક ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેમની સરકાર જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટેની વિચારણા કરી રહી છે.
અંગ્રેજીમાં કરેલા આ ટ્વિટમાં ભગવંત માને કહ્યું કે, “મારી સરકાર જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા માટેની વિચારણા કરી રહી છે. મેં મુખ્ય સચિવને અમલીકર માટેની સંભાવનાઓ અને પ્રક્રિયાઓ અંગે અભ્યાસ કરવા માટે સૂચના આપી છે. અમે અમારા કર્મચારીઓના કલ્યાણ માટે કટિબદ્ધ છીએ.”
My government is considering reverting to the Old Pension System (OPS). I have asked my Chief Secretary to study the feasibility and modalities of it’s implementation. We stand committed to the welfare of our employees.
— Bhagwant Mann (@BhagwantMann) September 19, 2022
ભગવંત માને હજુ તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે વિચારણા કરી રહ્યા હોવાનું કહ્યું હતું પરંતુ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ તો ઉજવણી કરવાની પણ શરૂ કરી દીધી હતી.
ગોપાલ ઇટાલિયાએ ભગવંત માનના ટ્વિટનું ઊંધું અર્થઘટન કરી ક્વોટ કરીને કહ્યું કે, પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માને જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ કર્મચારીઓ માટેની ખુશખબર ગણાવી હતી અને કહ્યું હતું કે પંજાબમાં OPS લાગુ કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો.
— Gopal Italia (@Gopal_Italia) September 19, 2022
કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે. જય હિન્દ. https://t.co/u25ulPRa0B
જોકે, અહીં નોંધવા જેવી બાબત એ છે કે ભગવંત માને યોજન લાગુ કરવાની જાહેરાત કરી નથી પરંતુ હજુ પ્રાથમિક વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. પરંતુ ગોપાલ ઇટાલિયાએ ટ્વિટનું અર્થઘટન કંઈક ઊંધું જ કરી નાંખ્યું હતું.
જોકે, કેટલાક યુઝરોનું માનવું છે કે ભગવંત માને અંગ્રેજીમાં ટ્વિટ કર્યું હોવાના કારણે ગોપાલ ઇટાલિયાને સમજ પડી ન હોય અને તેમણે બાફ્યું હશે.
ટ્વિટર યુઝર વિજય પટેલે આ વિચારનો સ્ટન્ટ ગુજરાત ચૂંટણી માટે કર્યો હોવાનું કહીને ઉમેર્યું હતું કે બાકીના દિવસોમાં પંજાબ સરકાર કર્મચારીઓને સરખા પગાર પણ આપી શકતી નથી.
ગોપાલ ભાઈ ઇંગ્લિશ નથી આવડતું કે શું? સરખું વાંચો, નિર્ણય નથી કર્યો. હજુ ખાલી વિચાર કરે છે.
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 19, 2022
અને આ વિચાર નો સ્ટંટ પણ ગુજરાત ની ચુંટણી છે એ માટે જ કરે છે બાકી મહિના પગાર ના રૂપિયા પણ નથી આપી શકતા તમે લોકો.
હર્ષિલ મહેતાએ લખ્યું કે, અંગ્રેજી સમજતાં નથી આવડતું કે ગુજરાતી લોકોને ભ્રમમાં રાખવા માંગો છો? તેમણે ઇટાલિયા અને ઇટાલિયનનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે નિર્ણય કરવા અને વિચારવામાં પણ એટલો જ ફેર છે.
અંગ્રેજીમાં સમજતા નથી આવડતું કે ગુજરાતી લોકોને ભ્રમમાં રાખવા માંગો છો? નિર્ણય નથી કર્યો પણ કરવાનું વિચારે છે.
— Harshil Mehta (હર્ષિલ મહેતા) (@MehHarshil) September 19, 2022
બંનેમાં જમીન આસમાનનો ફરક છે; જેટલો ઇટાલિયા અને ઇટાલિયનમાં હોય.
એક યુઝરે ગોપાલ ઇટાલિયાને અંગ્રેજી ડિક્ષનરીમાં અંગ્રેજી શબ્દોના સાચા અર્થ જાણવા માટેની સલાહ આપી હતી.
Bro… they are considering…please check English dictionary to see meaning of considering and implementing
— Pinal (@bravo571) September 19, 2022
કેટલાક યુઝરોએ ટિપ્પણી કરતાં પંજાબ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે પહેલાં કર્મચારીઓના પગાર કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પંજાબમાં સરકારી કર્મચારીઓના ચાલુ પગાર ન થયા હોવાના સમાચારો બહાર આવ્યા હતા. જેના કારણે ટીકા પણ ખૂબ થઇ હતી.
સરકારી કર્મચારીઓના પગાર તો આપી શકતા નથી ને પાછા પેન્શન ના લોલીપોપ વેંચવા નીકળ્યા 🙄
— 𝙆𝙋 🇮🇳 (@DilSeIndianKP) September 19, 2022
હા, પણ ચાલુ મહિનાના પગાર કરવાના ધાંધિયા છે.. એતો જણાવો 🙄
— KSN 🇮🇳 (@18Kishann) September 19, 2022
સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટાલિયાની મજાક ઉડી હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. થોડા દિવસો પહેલાં ગોપાલ ઇટાલિયા એક નેશનલ ટેલિવિઝન પર ડિબેટમાં ગયા હતા. ત્યાં તેમણે દિલ્હીના દરેક વિસ્તારમાં હોસ્પિટલ હોવાનો દાવો કરતાં એન્કર અને સાથી પેનલિસ્ટ તો હસવા માંડ્યા જ હતા પરંતુ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝરોએ પણ મજા લીધી હતી.
This debate is 🤣🤣🤣🔥🔥🔥🔥🔥
— Gems of Politics (@GemsOf_Politics) September 13, 2022
Please watch till end 🙏 pic.twitter.com/ZkWQCCgN8g