Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસરકારી તિજોરીમાંથી રેવડીઓની લ્હાણી કર્યા બાદ હવે પંજાબના છેડા ભેગા નથી થઇ...

    સરકારી તિજોરીમાંથી રેવડીઓની લ્હાણી કર્યા બાદ હવે પંજાબના છેડા ભેગા નથી થઇ રહ્યા: સરકારી કર્મચારીઓના પગાર પર થઇ અસર

    અહેવાલો અનુસાર ચાલુ મહિને સરકારી કર્મચારીઓને તેમનો પગાર 7 થી 15 દિવસ મોડો મળશે અને આવતા મહિનેથી 15 તારીખ બાદ જ મળી શકશે પગાર. આનું કારણ એ છે કે રાજ્ય પાસે તેમનો પગાર કરવા માટે નાણાં જ નથી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીની સરકાર બનાવના 6 મહિનામાં જ ફ્રી રેવડી ક્લચરનું પરિણામ એ આવ્યું છે કે સપ્ટેમ્બરના છ દિવસ બાદ પણ પંજાબ સરકારે તેના કર્મચારીઓના ઓગસ્ટ મહિનાના પગારની ચુકવણી કરવાની બાકી છે. જુદા જુદા અહેવાલો અને તજજ્ઞોની વાત માનીએ તો પંજાબ સરકાર હાલ નાણાકીય ભંડોળની અછત સામે ઝઝૂમી રહી છે અને પંજાબની સરકારી તિજોરી પણ તળિયે પહોંચી ગઈ છે.

    નિયમાનુસાર, પંજાબ સરકાર સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે પાછલા મહિનાનો પગાર ચૂકવે છે. જાણકાર અધિકારીઓએ જણાવ્યું હતું કે GST વળતર મળવાનો અંત આવ્યો ત્યારથી સરકાર ભંડોળની તંગીનો સામનો કરી રહી છે. રાજ્યને પાછલા નાણાકીય વર્ષમાં કેન્દ્ર તરફથી GST વળતર તરીકે રૂ. 16,000 કરોડ મળ્યા હતા.

    સરકારના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે પંજાબની સરકારી તિજોરી માટે વ્યાજ તરીકે નાણાં કમાવવા માટે સરકારે રૂ. 1,000 કરોડનું રોકાણ કર્યું હોવાથી વિલંબ થયો હતો. “જેમ કે તે રાજ્યના તિજોરી માટે નાણાંની વાત હતી, અમે વિચાર્યું કે કર્મચારીઓ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સરકાર સાથે તકલીફ સહન કરી શકે છે. અમે મંગળવારે સાંજે ક્લાસ સી અને ડીના કર્મચારીઓને પગાર ચૂકવી દીધો છે. બાકીની રકમ બુધવારે ચૂકવવામાં આવશે.”

    - Advertisement -

    પરંતુ રાજ્યનું વાર્ષિક વેતન બિલ, જે વર્તમાન નાણાકીય બજેટમાં પ્રતિબિંબિત થાય છે, તે દર મહિને રૂ. 31,171 કરોડ અથવા અંદાજે રૂ. 2,597 કરોડ છે. માટે 1000 કરોડના રોકાણને કારણે આ વિલંભ થયો હોય એ વાતમાં તથ્ય જણાતું નથી.

    વીજ બિલની સબસીડી માટે આ વર્ષે ચૂકવવાના છે 20,000 કરોડ

    આ વર્ષે રાજ્યમાં વીજ સબસિડી માટે રૂ. 20,000 કરોડનું મોટું બિલ પહેલેથી જ નજરે સામે આવતું દેખાઈ રહ્યું છે. આમાં રૂ. 18,000 કરોડમાં, મફત ખેત વીજળી માટે, ઉદ્યોગોને સબસિડી અને AAP સરકાર દ્વારા ઘરેલું વપરાશકારોને દર મહિને 300 યુનિટ પાવર મફત આપવાના ચૂંટણી વચનને પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે. ગત ડિસેમ્બર સુધી ગ્રાહકોના બાકી વીજ બિલો માફ કરીને રૂ. 1298 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

    પંજાબની સરકારી તિજોરી પર બીજો ઘણો બોજો

    પગાર અને વીજ સબસિડી ઉપરાંત, જે રાજ્યના તિજોરી પર બે સૌથી મોટો બોજો છે, પંજાબ પાસે અન્ય વિવિધ જવાબદારીઓ પણ છે – વ્યાજની ચુકવણી માટે રૂ. 20,122 કરોડ, પેન્શન અને નિવૃત્ત લાભો માટે રૂ. 15,145 કરોડ.

    આ ઉપરાંત, પંજાબે એડવાન્સ અને લોનની ચુકવણી માટે રૂ. 27,927 કરોડ અને માર્ગો અને માધ્યમોની એડવાન્સિસની ચુકવણી માટે રૂ. 20,000 કરોડ ચૂકવવાના છે.

    આપના ચૂંટણી વાયદાઓની પંજાબ પર આડઅસરો

    એક અધિકારીએ જણાવ્યું હતું કે AAPની મોટી મોટી ચૂંટણીની જાહેરાતોએ રાજ્યના નાણાં પર અસર કરવાનું શરૂ કર્યું છે, અને સરકાર GST વળતરના ભરોસે બેસી રહી હતી જેનો ઉપયોગ કેન્દ્ર કેટલીક રાહત માટે કરતું હતું. જો કે, ન તો કેન્દ્રએ પંજાબની GST વળતર ચાલુ રાખવાની વિનંતી સ્વીકારી, ન તો ઓગસ્ટમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠક બોલાવી હતી.

    “અમે પહેલેથી જ ચિંતિત છીએ કે આવતા મહિને અમે 15 તારીખ સુધી પગાર ચૂકવી શકીશું નહીં. તે એક તંગ પરિસ્થિતિ બનવાની છે. જોવું પડશે કે અમે કેવી રીતે મેનેજ કરીએ છીએ,” એક અધિકારીએ જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં