Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈરાનમાં મહસા અમીનીની હત્યા બાદ મહિલાઓનો વિરોધ યથાવત: જાહેરમાં વાળ કાપ્યા, હિજાબ...

    ઈરાનમાં મહસા અમીનીની હત્યા બાદ મહિલાઓનો વિરોધ યથાવત: જાહેરમાં વાળ કાપ્યા, હિજાબ સળગાવ્યા, પોલીસના ગોળીબાર વચ્ચે પણ પ્રદર્શનકારી મહિલાઓ અડગ

    ઈરાનમાં થોડા દિવસો પહેલા 22 વર્ષની માહસાને નિર્દયતાથી માર મારવામાં આવતા તે કોમમાં જતી રહી હતી, ત્યારબાદ થોડા દિવસમાં મોત થયું હતું.

    - Advertisement -

    ઈરાનમાં માથું બરાબર ન ઢાંકવાને કારણે મહસા મહસા અમીનીની હત્યાના વિરોધમાં ઈરાની મહિલાઓએ જાહેરમાં વાળ કાપ્યા હતા, હાલ સોશિયલ મીડિયા પર હિજાબને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાઓનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલાઓ ખુલ્લા વાળ લઈને તેમના હિજાબ સળગાવી રહી છે અને કેટલીક મહિલાઓ તેમના વાળ કાપીને ઘટનાનો વિરોધ કરી રહી છે.

    તમામ વીડિયો એકત્ર કરીને ઈરાની પત્રકાર મસીહ અલીનેજાદે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. તેણે લખ્યું છે કે, “ઈરાની મહિલાઓ મહસા અમીનીની હત્યા પર તેમના વાળ કાપીને અને તેમના હિજાબને સળગાવીને પોતાનો ગુસ્સો દર્શાવી રહી છે.”

    એલિનજાદ જણાવે છે કે 7 વર્ષની ઉંમરથી જો ઈરાનમાં છોકરીઓ તેમના વાળ ન ઢાંકે, તો તેમને શાળાએ જવાની મંજૂરી નથી અપાતી અને નોકરી પણ નથી મળતી. ઈરાનમાં મહિલાઓ આ લિંગ ભેદભાવ પ્રણાલીથી કંટાળી ગઈ છે.

    - Advertisement -

    વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ પોતાનો આખો ચોટલો કાતરથી કાપી રહી છે. તે જ સમયે, કેટલીક મહિલાઓ ખુલ્લા રસ્તા પર વાળ ખોલીને હિજાબને આગ લગાવી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ મહિલાઓને સમર્થન આપી રહ્યા છે. જોકે, આ બધું જોઈને કટ્ટરવાદી નેતાઓ કહી રહ્યા છે કે આ રીતે ઉઘાડું માથું રાખીને રસ્તા પર આવતી મહિલાઓ મુશ્કેલીમાં મૂકી શકે છે, તેમને જેલમાં ધકેલી શકાય છે.

    હિજાબ ઉતારીને પ્રદર્શન

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં મહસા અમીનીના અંતિમ સંસ્કાર દરમિયાન સેંકડો મહિલાઓએ હિજાબ ઉતારીને રસ્તાઓ પર ‘મોરલ પોલીસ’ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ઘણા પુરુષો પણ સામેલ હતા. વિરોધ એટલો વધી ગયો હતો કે પોલીસે તેમને રોકવા માટે ગોળીબાર કર્યો અને ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમ છતાં મહિલાઓએ પ્રદર્શન બંધ કર્યું ન હતું. તે ભીડમાં રસ્તા પર આવી અને વિરોધ નોંધાવવા “ડરશો નહીં, અમે બધા આમાં સાથે છીએ.” કહેતી જોવા મળી હતી.

    મહસા અમીનીની હત્યા

    ઉલ્લેખનીય છે કે ઈરાનમાં થોડા દિવસો પહેલા 22 વર્ષની માહસાને નિર્દયતાથી માર મારવામાં આવતા તે કોમમાં જતી રહી હતી. અહેવાલ મુજબ, ઈરાનમાં રહેતી વખતે મહસાએ યોગ્ય રીતે હિજાબ પહેર્યો ન હતો, તેથી પોલીસે તેના પર હુમલો કર્યો અને તેણીને એટલી હદે માર માર્યો કે તે પહેલા બ્રેઈન ડેડ થઈ ગઈ, તે કોમામાં ગઈ અને પછી તેનું મૃત્યુ થયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં