પરિણીત શાહરૂખે ‘વૃષભ’ બની રાજકોટની હિંદુ સગીરાને ફસાવી, વારંવાર આચર્યું દુષ્કર્મ: ગર્ભવતી બનતા દવાથી કરાવ્યો ગર્ભપાત, આધાર કાર્ડથી પોલ ખૂલી

રાજકોટમાં લવ જેહાદની એક ઘટના બનવા પામી છે. મુસ્લિમ યુવકે હિંદુ ઓળખ આપીને  17 વર્ષીય હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને વારંવાર દુષ્કર્મ આચર્યું. ગર્ભવતી થયા પછી મેડિકલ સ્ટોરમાંથી દવા લાવીને ગર્ભપાત કરાવી દીધો, પરંતુ આધારકાર્ડ જોતાં તેની અસલી ઓળખ બહાર આવી ગઈ હતી.

પીડિત સગીરાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આરોપી શાહરૂખ બશીરભાઈ જામની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દુષ્કર્મ, POCSO એક્ટ અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

સમગ્ર કેસ શું છે?

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી (ઘટના સમયે 17 વર્ષની) ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. તેના પિતાનું 19 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તે નાની સાથે રહે છે.

31 જુલાઈ 2023ના રોજ તેની બહેનપણીના જન્મદિવસની પાર્ટીમાં શાહરૂખ જામ આવ્યો હતો. તેણે પોતાને ‘વૃષભ દવે’ તરીકે ઓળખાવ્યો. પાર્ટી પછી ત્રણ દિવસે તેણે મેસેજ કરી વાતચીત શરૂ કરી અને લગ્નના વચનો આપીને તેને પ્રેમમાં ફસાવી દીધી.

એક દિવસ સગીરાની નાની હળવદ ગયેલી હતી ત્યારે શાહરૂખ સગીરાના ઘરે આવ્યો અને ત્યાં શારીરિક અડપલાં કર્યા. ત્યારબાદ તેણે તેને બસ સ્ટેન્ડ પાછળ આવેલી વાત્સલ્ય હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું. આ પછી અનેક વખત વિવિધ સ્થળોએ તેણે વારંવાર દુષ્કર્મ આચર્યું.

એક દિવસ સગીરાએ આરોપીનું આધારકાર્ડ જોયું ત્યારે તેનું સાચું નામ શાહરૂખ બશીરભાઈ જામ હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ જ્યારે તે ગર્ભવતી બની તો આરોપીએ કહ્યું કે તે પરણેલો છે, તલાક લઈને પછી લગ્ન કરશે. તેણે મેડિકલ સ્ટોરમાંથી દવા લાવીને સગીરાને પીવડાવી અને ગર્ભપાત કરાવી દીધો.

ગર્ભપાત પછી પણ લગ્નની વાત ટાળતો હોવાથી પીડિતાએ સંબંધ તોડવાનું નક્કી કર્યું અને નાનીને આખી વાત જણાવી. નાનીના સમર્થનથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ગાંધીગ્રામ પોલીસે આરોપી શાહરૂખ જામની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. તપાસ ચાલુ છે.