અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ: પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50 હજારની સહાયની જાહેરાત

અમદાવાદના મહેમદપુરા વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 8 લોકોનાં મોત અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરી છે.

પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી (PMNRF) દરેક મૃતકના વારસદારોને ₹2 લાખ અને દરેક ઘાયલને ₹50 હજારની અનુગ્રહ સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પહોંચાડી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે (18 જુલાઈ) અમદાવાદના મહેમદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ થયેલા વિસ્ફોટમાં 8 લોકોનાં મોત થયાં હતાં. બચાવ કામગીરી હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.